તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:17 નવી અપડેટ્સ સાથે નવી સેલ્ટોસ અને સોનેટ લોન્ચ થઈ, સોનેટની પ્રારંભિક કિંમત ₹6.79 લાખ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ બંને કાર પર કંપનીનો નવો લોગો જોવા મળશે
  • સેલ્ટોસમાં 1.5 લિટર સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ, 1.4 લિટર સ્માર્ટસ્ટ્રીમ T-GDT પેટ્રોલ અને 1.5 લિટર CRDi VGT ડીઝલ ઓપ્શન મળે છે

કિઆએ ભારતીય ઓટો માર્કેટમાં પોતાની 2021 સેલ્ટોસ અને સોનેટ લોન્ચ કરી છે. કંપનીએ બંને મોડેલ્સનું બુકિંગ શરૂ કર્યું છે. 2021 સોનેટની પ્રારંભિક એક્સ શૉ રૂમ કિંમત 6.79 લાખ રૂપિયા અને 2021 સેલ્ટોસની પ્રારંભિક એક્સ શૉ રૂમ કિંમત 9.95 લાખ રૂપિયા છે. સેલ્ટોસ 7 વેરિઅન્ટમાં લોન્ચ થઈ છે. તેના 3 અલગ અલગ એન્જિન વેરિઅન્ટ ખરીદી શકાશે. બંને કાર પર કંપનીનો નવો લોગો જોવા મળશે.

સેલ્ટોસના તમામ વેરિઅન્ટની એકસ શૉ રૂમ કિંમત

સોનેટના તમામ વેરિઅન્ટ્સની એકસ શૉ રૂમ કિંમત

2021 સોનેટ અને સેલ્ટોસનાં સ્પેસિફિકેશન
નવી સોનેટ અને સેલ્ટોસમાં પહેલાં કરતાં 17 નવી અપડેટ્સ આવી છે. તેમાં ઓટોમેટિક વેરિઅન્ટમાં શિફ્ટર પણ સામેલ છે. આ નવું ફીચર 2021 સેલ્ટોસના GTX+ 1.5D 6AT અને 1.4T-GDI 7DCT વેરિઅન્ટ્સ મળશે. કંપનીએ સેલ્ટોસમાં iMT ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તે 1.5 લિટર પેટ્રોલ HTK+ વેરિઅન્ટ મળશે.

એન્જિન
2021ની સેલ્ટોસમાં નવું 1.4T-GDI પેટ્રોલ GTX (O)પ્રીમિયમ વેરિઅન્ટ સામેલ છે. સેલ્ટોસમાં 1.5 લિટર સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ, 1.4 લિટર સ્માર્ટસ્ટ્રીમ T-GDT પેટ્રોલ અને 1.5 લિટર CRDi VGT ડીઝલ ઓપ્શન મળે છે. એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ, ઈન્ટેલિજન્ટ વેરિએબલ ટ્રાન્સમિશન (iVT), 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર, 7 સ્પીડ DCT ઓટોમેટિક અને 6 સ્પીડ iMT (ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન)થી અટેચ છે.

સોનેટમાં પોપ્યુલર HTX ટ્રિમ હવે HTX 7DCT (1.0 લિટર T GDI પેટ્રોલ) અને HTX 6AT (1.5 લિટર ડીઝલ) જેવા ઓટોમેટિક ઓપ્શન્સમાં મળશે. 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.0 લિટર ટર્બો T-GDi પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિનનો ઓપ્શન મળે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ iMT, 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર, 7 સ્પીડ DCT ઓટોમેટિકનો ઓપ્શન મળે છે.

થોડા દિવસ પહેલાં જ કંપનીએ લોગો ચેન્જ કરવાની જાહેરાત કરી

કંપની તેના કિઆ મોટર્સ ઇન્ડિયા નામમાંથી મોટર્સ શબ્દ દૂર કર્યો છે અને હવે તે ફક્ત કિઆ ઇન્ડિયા હેઠળ જ તેની ગાડીઓ લોન્ચ કરશે. કંપની તેનાં અનંતપુર મેન્યુફેક્ચરિંગ યૂનિટને ફુલ કેપેસિટી સાથે રન કરશે. જેથી, તે ભારતમાં પ્રોડક્શન વધારી શકે અને ઝડપથી ગાડીઓની ડિલિવરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો