ન્યૂ લોન્ચ:2021 BMW X1 20iની ટેક એડિશન 2 કલર ઓપ્શનમાં ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ, કિંમત 43 લાખ રૂપિયા

એક વર્ષ પહેલા

2021 BMW X1 20i Tech Edition ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. ઈન્ડિયન માર્કેટમાં તેની એક્સ શો રૂમ કિંમત 43 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કાર બે કલર ઓપ્શનમાં આવે છે. આમાં અલ્પાઇન વ્હાઇટ અને ફાઇટોનિક બ્લુ (મેટાલિક) સાથે સેનસેટેક ઓઇસ્ટર બ્લેક અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે. સૌથી મોટો ફેરફાર એ છે કે ટેક એડિશનમાં 10.25-ઇંચની મોટી સેન્ટ્રલ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. તેમજ, તેનાં X1 વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે 8.8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. જો કે, આ સેગમેન્ટમાં આવતી ગાડીઓમાં તે સૌથી નાની છે.

ગાડીમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે
ગાડીમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે

એન્જિન ડિટેલ્સ
લુક વિશે વાત કરીએ તો આ એડિશન તેનાં અન્ય વેરિએન્ટ્સ જેવી જ છે. તેમાં મોટી સિંગલ પીસ કિડની ગ્રિલ અને સ્લીક સ્વિફ્ટબેક LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. તેમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ છે. X1 ટેક એડિશનના પાવર પર્ફોર્મન્સ જોઇએ તો તેમાં 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 189bhp મેક્સિમમ પાવર અને 280Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 7-સ્પીડ સ્ટેપ્ટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે, જે આગળના વ્હીલ્સને પાવર આપે છે. ટેક એડિશન ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ ઉપલબ્ધ છે. એટલે કે, તેમાં ડીઝલ મોડેલ આપવામાં નથી આવ્યું.

કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે
કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે

ફીચર્સ
આ કારમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે. આ સિવાય તેમાં વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટેડ છે. સ્ટાન્ડર્ડ ફીચર્સમાં પેનોરમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, ઇલેક્ટ્રિક અડજસ્ટેબલ ફ્રંટ સીટ્સ સાથે મેમરી ફંક્શન, રિક્લાઇન્ડ રિઅર સીટ્સ સાથે સેન્ટર પર આર્મ રેસ્ટ અને એપલ કારપ્લે જેવાં પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઇન્ડિયન માર્કેટમાં આ કાર 6 કલર ઓપ્શન સાથે આવે છે. તેમજ, સેફ્ટી માટે આ કારમાં 6 એરબેગ્સ, ડાયનામિક સ્ટેબિલિટી કંટ્રોલ (DSC), ડાયનેમિક ટ્રેક્શન કંટ્રોલ (DTC), કોર્નરિંગ બ્રેક કંટ્રોલ (CBC), અલ્ટરનેટિવનેસ આસિસ્ટન્સ અને ઇલેક્ટ્રિક પાર્કિંગ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.