તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:2021 BMW R 1250 GS અને R 1250 GS ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 20.40 લાખ રૂપિયા

22 દિવસ પહેલા

BMW મોટોરાડે ભારતમાં તેની 2021 BMW R 1250 GS અને R 1250 GS એડવેન્ચર બાઇક્સ લોન્ચ કરી દીધી છે. ઇન્ડિયન માર્કેટમાં R 1250 GSની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 20.45 લાખ રૂપિયા છે. તેમજ, R 1250 GSની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 20.40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ એડવેન્ચર બાઇક્સનું પ્રિ-બુકિંગ શરૂ કરી દીધું છે, જ્યાં ગ્રાહકો BMW મોટોરાડની ઓફિશિયલ ડીલરશીપ પર જઇને તેને બુક કરાવી શકે છે.

કંપનીએ તેને 4 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે
કંપનીએ તેને 4 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે

કલર ઓપ્શન
ભારતમાં આ બાઇક્સનું વેચાણ કમ્પ્લિટલી બિલ્ટ યૂનિટ (CBU) દ્વારા કરવામાં આવશે. આ એડવેન્ચર બાઇકની ડિઝાઇન પહેલા જેવી જ રાખવામાં આવી છે. કંપનીએ તેને 4 કલર ઓપ્શનમાં લોન્ચ કરી છે. આમાં સ્ટાઇલ આઇસ ગ્રે, સ્ટાઇલ ટ્રિપલ બ્લેક, સ્ટાઇલ રેલે અને 40 Years of GS સામેલ છે. 'Years of GS' ફક્ત સિલેક્ટેડ મોડેલ્સમાં જ ઉપલબ્ધ હશે. આ અપડેટ થયેલી બાઇક્સ ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલેથી જ વેચાઇ રહી છે. BMW R 1250 GS ભારતીય બજારમાં આઇકોનિક બાઇક R 1200 GSને રિપ્લેસ કરશે.

બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ સાથે 1,254ccનું બોક્સર-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે
બાઇકમાં BS6 કમ્પ્લાયન્ટ સાથે 1,254ccનું બોક્સર-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે

એન્જિન ડિટેલ્સ
આ અપડેટ એડવેન્ચર બાઇકના પાવર પરફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં પાવર માટે BS6 કમ્પ્લાયન્ટ સાથે 1,254ccનું બોક્સર-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં વેરિએબલ વાલ્વ ટાઇમિંગ સિસ્ટમ આપવામાં આવી છે, જેને કંપની શિફ્ટકેમ ટેકનોલોજી કહે છે. તેનું એન્જિન 7750 rpm પર 134bhp મેક્સિમમ પાવર અને 6,250 rpm પર 143Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. આ બાઇક્સમાં ગ્રાહકોને TFT ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ મળશે. આ સિવાય, આ બાઇકનો રાઇડિંગ એક્સપિરિયન્સ સારો બનાવવા પ્રો રાઇડિંગ મોડ્સ વિથ રોડ અને રેન આપવામાં આવ્યો છે. તેમાં Dynamic, Dynamic Pro, Enduro અને Enduro Pro સામેલ છે. આ સિવાય, બાઇકમાં નવો ઇકો રાઇડિંગ મોડ આપવામાં આવ્યો છે.

અન્ય બાઇક્સને ટક્કર આપશે
BMW R 1200 GS વિશ્વની સૌથી વધુ વેચાનારી એડવેન્ચર બાઇક્સમાંથી એક છે. ઇન્ડિયન માર્કેટમાં BMW R 1250 GS રેન્જની સીધી ટક્કર Honda CRF1100L Africa Twin સાથે છે.

અન્ય સમાચારો પણ છે...