તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્લોબલ NCPA રિપોર્ટ:2020 મહિન્દ્રા થારના બે ક્રેશ ટેસ્ટ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો, આ ઓફરોડ SUV કેટલી સેફ છે જાણો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રેશ ટેસ્ટમાં 2 અડલ્ટ, 2 ચાઇલ્ડ ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો
  • ક્રેશ ટેસ્ટ દરમિયાન થારની મેકિસમમ સ્પીડ 64kph રહી

મહિન્દ્રાની ઓલ ન્યૂ 2020 થારને પ્રીમિયમ રિસ્પોન્સ મળ્યો છે. કંપનીને અત્યાર સુધી 20,000 બુકિંગ મળી ચૂક્યાં છે. જો કે, ડિલિવરી માટે ગ્રાહકોએ 7 મહિનાની લાંબી રાહ જોવી પડશે. દેખાવમાં આ ઓફ રોડ SUV જેટલી સ્ટાઇલિશ લાગે છે સેફ્ટી પ્રમાણે જોવા જઇએ તો તે એટલી પાવરફુલ પણ છે. ગ્લોબલ NCPAએ આ ગાડીનો ક્રેશ ટેસ્ટ કર્યો છે, જેમાં અડલ્ટ અને ચાઇલ્ડની સેફ્ટી માટે તેને રેટિંગ આપવામાં આવી છે. આ સાથે જ તેનો ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC) ટેસ્ટ પણ કરવામાં આવ્યો.

ગ્લોબલ NCAP દ્વારા કરવામાં આવેલા ક્રેશ અને ESC ટેસ્ટનું રિઝલ્ટ
ક્રેશ ટેસ્ટ

મહિન્દ્રા થારના ક્રેશ ટેસ્ટ માટે બે અડલ્ટ અને બે ચાઇલ્ડ ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો. ક્રેશ ટેસ્ટ દરમિયાન થારની મેક્સિમમ સ્પીડ 64kph રહી. જ્યારે થાર સામેથી આવતા ઓબ્જેક્ટ જોડે અથડાઈ ત્યારે આગળથી તેના ફૂરચાં ઉડી ગયા. આ દરમિયાન ડ્રાઇવર અને પેસેન્જર સીટવાળી એરબેગ ખૂલી ગઈ. બેક સીટ પર બાળકોનું ડમી પણ હલ્યું પરંતુ તે સીટ પર જ રહ્યું. ગ્લોબલ NCAPએ તેનો વીડિયો શેર કર્યો છે. ક્રેશ ટેસ્ટમાં થારને અડલ્ટ માટે 4 સ્ટાર અને ચાઇલ્ડ માટે 4 સ્ટાર રેટિંગ આપ્યા છે.

સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ
થારનો સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટ પણ કરવામાં આવ્યો. આ ટેસ્ટ દરમિયાન ઊભેલી થારમાં 50kmhની સ્પીડથી એક મોબાઇલ બેરિયર અથડાય છે. આ ટેસ્ટમાં ગ્લોબલ NCAP તરફથી પાસ અથવા ફેલ કરવામાં આવે છે. તેમાં આ ગાડી પાસ થઈ ગઈ.

ESC ટેસ્ટ
ગ્લોબલ NCAP દ્વારા થારનો ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (ESC) ટેસ્ટ પણ કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં થારના બે અલગ વેરિઅન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. ટેસ્ટ દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલી થારને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ આપવામાં આવ્યો. આ દરમિયાન ગાડીના ટાયર રસ્તાથી ઊંચે ઉઠી ગયા. પરંતુ તે ફક્ત 3 સેકંડમાં જ કન્ટ્રોલમાં આવી ગઈ. જો કે, થારની સ્પીડ કેટલી હતી એ વિશે જણાવવામાં ન આવ્યું.

2020 મહિન્દ્રા થાર- વેરિઅન્ટ વાઈઝ કિંમત
આપણે ટેબલ પરથી જોઈ શકીએ છીએ બેઝ-સ્પેક AX ટ્રિમ, બંને પેટ્રોલ-મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 9.80 લાખ રૂપિયા અને ડીઝલ-મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 10.65 લાખ રૂપિયા છે. મહિન્દ્રાના અનુસાર, આ ટ્રિમ હાર્ડકોર ઓફ-રોડ ઉત્સાહીઓ લોકો માટે છે. તેમાં સ્ટીલ વ્હીલ્સ, ફિક્સ્ડ સોફ્ટ-ટોપ, મિકેનિકલ લોકિંગ ડિફરેન્શિયલ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ અને સ્ટાન્ડર્ડ તરીકે રોલ કેજ મળે છે.

હાયર ટ્રિમ-લેવલ થાર-LXની સાથે ઉપલબ્ધ છે અને ઘણા એડિશનલ ફીચર્સ સાથે આવે છે. તેમાં 18 ઈંચ અલોય વ્હીલ, હાર્ડ-ટોપ અથવા કન્વર્ટિબલ સોફ્ટ-ટોપનો ઓપ્શન, 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. થાર LX પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 12.49 લાખ રૂપિયા છે, જ્યારે ડીઝલ મોડેલની પ્રારંભિક કિંમત 12.85 લાખ રૂપિયા છે.

4WD મેન્યુઅલવેરિઅન્ટકિંમત
AX પેટ્રોલસ્ટાન્ડર્ડ 6-સીટર સોફ્ટ ટોપ9.80 લાખ રૂ.
AX પેટ્રોલ6-સીટર સોફ્ટ ટોપ10.65 લાખ રૂ.
AX ડીઝલ6-સીટર સોફ્ટ ટોપ10.85 લાખ રૂ.
AX (O) પેટ્રોલ4-સીટર કન્વર્ટિબલ ટોપ11.90 લાખ રૂ.
AX (O) ડીઝલ4-સીટર કન્વર્ટિબલ ટોપ12.10 લાખ રૂ.
AX (O) ડીઝલ4-સીટર હાર્ડ ટોપ12.20 લાખ રૂ.
LX પેટ્રોલ4-સીટર હાર્ડ ટોપ12.49 લાખ રૂ.
LX ડીઝલ4-સીટર કન્વર્ટિબલ ટોપ12.85 લાખ રૂ.
LX ડીઝલ4-સીટર હાર્ડ ટોપ12.95 લાખ રૂ.
4WD ઓટોમેટિકવેરિઅન્ટકિંમત
LX પેટ્રોલ4-સીટર કન્વર્ટિબલ ટોપ13.45 લાખ રૂ.
LX પેટ્રોલ4-સીટર હાર્ડ ટોપ13.55 લાખ રૂ.
LX ડીઝલ4-સીટર કન્વર્ટિબલ ટોપ13.65 લાખ રૂ.
LX ડીઝલ4-સીટર હાર્ડ ટોપ13.75 લાખ રૂ.

2020 મહિન્દ્રા થાર- એન્જિન અને ગિયરબોક્સ
ન્યૂ જનરેશન થારમાં સૌથી મોટો ફેરફાર એ છે કે તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિન એક 2.0 લિટર, ચાર સિલિન્ડર ટર્બો પેટ્રોલ છે જે 152hp અને 300nm (ઓટોમેટિક ગિયરબોક્સની સાથે 320nm) જનરેટ કરે છે.

ડીઝલ એન્જિન 2.2 લિટર, ચાર સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ યુનિટની સાથે આવે છે, જે 132hp અને 300nm જનરેટ કરે છે. બંને એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન મળે છે. સ્ટાન્ડર્ડ તરીકે થારને 4x4 સિસ્ટમ અને સાથે એક મેન્યુઅલ-શિફ્ટ ટ્રાન્સફર કેસ મળે છે.