HOP ઇલેક્ટ્રિક મોબિલિટીએ પોતાની નવી ઇલેક્ટ્રિક બાઇક HOP OXO ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 150 કિલોમીટર ચાલશે. OXO ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેમાં જીઓ-ફેન્સિંગ, એન્ટિ-થેફ્ટ સિસ્ટમ અને રાઇડ સ્ટેટિસ્ટિક્સ જેવા ફીચર્સ પણ મળે છે. તેની શરૂઆતી કિંમત 1,24,999 રૂપિયા છે.
આ બાઇક બે વેરિએન્ટ્સમાં આવે છે.
આ બાઇકને બે વેરિએન્ટ OXO અને OXO Xમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં કુલ 4 રાઇડિંગ મોડ્સ આવશે. જેમાં ઇકો, પાવર, સ્પોર્ટ્સ અને ટર્બો મોડનો સમાવેશ થાય છે. જો કે, આ 4 મોડ્સ ફક્ત તેના ટોપ વેરિઅન્ટ OXO Xમાં જ ઉપલબ્ધ છે. જ્યારે, OXO વેરિઅન્ટમાં માત્ર ત્રણ રાઇડિંગ મોડ ઉપલબ્ધ છે. ટર્બો મોડ ઓક્સો વેરિઅન્ટમાં ઉપલબ્ધ નથી. દરેક મોડમાં અલગ-અલગ સ્પીડ અને રેન્જ ઉપલબ્ધ છે.
4 સેકન્ડમાં 0-40 કિમીની સ્પીડ
કંપનીના જણાવ્યા મુજબ ટર્બો મોડમાં HOP OXO Xની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે 4 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
4 કલાકથી ઓછા સમયમાં બેટરી 80 ટકા ચાર્જ થશે
કંપનીનું કહેવું છે કે, તેને તેના પોર્ટેબલ સ્માર્ટ ચાર્જરથી કોઇપણ 16 એમ્પિયર પાવર સોકેટ દ્વારા ચાર્જ કરી શકાય છે, જે 4 કલાકથી ઓછા સમયમાં બેટરી પેકને એવરેજ 0થી 80 ટકા ચાર્જ કરે છે. જ્યારે આ ઇલેક્ટ્રિક બાઇક 5 કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે.
4G કનેક્ટિવિટી મળશે
તે 4G કનેક્ટિવિટી અને પાર્ટનર મોબાઇલ એપ્લિકેશન સાથે આવે છે, જે સ્પીડ કંટ્રોલ, જીઓ-ફેન્સિંગ, એન્ટિ-થેફ્ટ સિસ્ટમ, રાઇડના આંકડા અને બીજા ઘણા ફીચર્સથી સજ્જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.