ગ્રેન્ડ વિટારા CNG કિટની સાથે લોન્ચ:12.85 લાખની કિંમતમાં મળશે 26.6 કિલોમીટર/ કિલોની માઈલેજ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ નેક્સાની પોતાની પ્રીમિયમ SUV ગ્રેન્ડ વિટારાને ફેક્ટરી ફિટેડ CNG કિટ સાથે લોન્ચ કરી દીધી છે. કંપની હાલ ફક્ત તેનાં ડેલ્ટા અને ઝેટા વેરિઅન્ટમાં જ કંપની ફિટિંગ CNG કીટ આપી રહી છે. કંપનીનો દાવો છે કે, આ કાર 26.6 કિલોમીટર/કિલોની માઈલેજ આપશે.

ગ્રેન્ડ વિટારાનાં ડેલ્ટા વેરિઅન્ટની (એક્સ શો-રુમ, દિલ્હી) કિંમત 12.85 અને ઝેટા વેરિઅન્ટની (એક્સ શો-રુમ, દિલ્હી) કિંમત 14.84 લાખ રુપિયા છે. આ SUVમાં 1.5 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે, જે 88hpની પાવર અને 121.5nmનો ટોર્ક જનરેટ કરે છે. ગ્રેન્ડ વિટારાનાં પેટ્રોલ વેરિઅન્ટમાં આ એન્જિન 103hpની પાવર અને 136nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપની ગ્રેન્ડ વિટારાનાં CNG વેરિઅન્ટમાં ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપી રહી છે.

સેલ્ફ ચાર્જ બેટરી અને સનરુફ જેવા ફીચર્સ મળશે
‘મારુતિ સુઝુકી ગ્રેન્ડ વિટારા-2022’માં લિથિયમ આયન બેટરી લાગેલી છે. સ્માર્ટ હાઈબ્રિડ SUVમાં પેટ્રોલ એન્જિન અને મોટર લાગેલી છે. તેની બેટરી આપમેળે જ ચાર્જ થશે. સનરુફ ફીચરની સાથે કારમાં વેંટિલેટેડ સીટ, મલ્ટીપલ ડ્રાઈવિંગ મોડ જેવા ફીચર્સ પણ છે.

7 ઈંચ મલ્ટી ઈન્ફો ડિસ્પ્લે મળશે
SUVમાં હિલ હોલ્ડ અસિસ્ટ, રિયર ડિસ્ક બ્રેક, હિલ ડિસેન્ટ કંટ્રોલ અને TPMS હાજર છે. તે સિવાય ડિજિટલ ક્લસ્ટર, નેક્સાવેવ ગ્રિલ, NEXTre 3D LED ટેલ લેમ્પ, પેનોરોમિક સનરુફ, 360 ડિગ્રી કેમેરા, વેંટિલેટેડ સીટ, 7 ઈંચ મલ્ટી ઈન્ફો ડિસ્પ્લે, હેડઅપ ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, સુઝુકી કનેક્ટ જેવા બિલ્ટ ઈન ફીચર્સ હાજર છે.

સુરક્ષા માટે 6 એરબેગ્સ લગાવ્યા
ફુલ વિથની LED લાઈટબાર, એલોય વ્હીલ્સ, C-પિલ્લર ફ્રોમ વર્ક આ SUVને યૂનિક બનાવી રહ્યું છે. ફ્રન્ટ સાઈડ પર ક્રોમ લાઈનની હેગ્ઝાગોનલ ગ્રીલ, LED ડેટાઈમ રનિંગ લેમ્પ, 17 ઈંચનાં એલોય વ્હીલ્સ, બંપર પર મેઈન હેડલેમ્પ ક્લસ્ટર લગાવ્યું છે. રિયર અને સાઈડ બોડી પેનલ ટોયોટા હાઈરાઈડરની જેમ જ છે. તેમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ પણ લગાવ્યા છે.