હ્યુન્ડાઇ વેન્યૂ N-LINE' SUV લોન્ચ:12.16 લાખ રૂપિયાની આ કારમાં 3 ડ્રાઇવિંગ મોડ, એલેક્સા અને ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ જેવા ફીચર્સ પણ મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હ્યુન્ડાઇએ નવી કોમ્પેક્ટ SUV ‘હ્યુન્ડાઇ વેન્યૂ N-LINE’ લોન્ચ કરી છે. 12.16 લાખની આ કાર તમે 21,000 રૂપિયામાં બુક કરાવી શકો છો. હ્યુન્ડાઇ આ પહેલા એન લાઇનમાં 1.19 લાખ રૂપિયાનું સસ્તું ‘i-20 એન લાઇન’ મોડલ પણ લાવી ચૂકી છે. મોટરસ્પોર્ટ્સ મિકેનિઝમથી તૈયાર કરવામાં આવેલી આ રોમાંચક સ્ટાઇલ કારથી ગ્રાહકને ડાયનેમિક અને સ્પોર્ટિંગ ડ્રાઇવિંગનો અનુભવ મળશે. મનોરંજક ડ્રાઇવિંગ અનુભવ માટે સસ્પેન્શન અને સ્ટીયરિંગ તૈયાર કર્યું. આ કારને રોબલોક્સની વેબસાઇટ પર મેટાવર્સમાં પણ લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ કારનું બુકિંગ 25 ઓગસ્ટથી શરૂ કર્યું હતું. લોકો સત્તાવાર વેબસાઇટ અને શોરૂમમાંથી પણ બુકિંગ કરાવી શકે છે.

તેમાં સામાન્ય, ઇકો અને સ્પોર્ટ મોડ્સ મળશે
પેડલ શિફ્ટર્સ સાથે 7-સ્પીડ ડીસીટી, 4 ડિસ્ક બ્રેક્સ અને હ્યુન્ડાઇની 60 બ્લુલિંક કનેક્ટેડ કાર ફીચર્સ યુઝરને સ્માર્ટ મોબિલિટીનો અનુભવ આપશે. આ ઉપરાંત હોમ ટુ કાર (H2C) સ્માર્ટ ફીચર્સ, એલેક્સા અને ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ પણ હશે. તમે સામાન્ય, ઇકો અને સ્પોર્ટ મોડ્સ વચ્ચે ડ્રાઇવિંગના વિવિધ અનુભવો પસંદ કરી શકશો. 30થી વધુ સેફ્ટી ફીચર્સ, 20થી વધુ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.

કેબિનમાં 'N-લાઇન'નો નવીન ડોટેડ લોગો
કેબિનમાં 'N-લાઇન'નો નવીન ડોટેડ લોગો

કેબિનમાં ‘N-લાઇન’ લોગો
ફ્રન્ટ બમ્પર પર ‘N-લાઇન’ બેજિંગ, રિવાઇઝ્ડ ફ્રન્ટ, રિયર બમ્પર અને લોઅર સેક્શનમાં રેડ એક્સેન્ટ બેજિંગ. છત પર રેડ બેજિંગ પણ મળશે. રેડ ફ્રન્ટ કેલિપર્સ અને 16 ઇંચની એલોય વ્હીલ ડિઝાઇન રહેશે. કેબિનમાં 'એન લાઇન'નો ડોટેડ લોગો અને 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ પણ મળે છે.

3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ
3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ

N6 અને N8માં પણ બે ટ્રીમ લેવલ છે, જેમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 8 ઇંચની ટચસ્ક્રીન, કનેક્ટેડ કાર ટેક, એમ્બિયન્ટ લાઇટિંગ, પાવર્ડ ડ્રાઇવર્સ સીટ, ઇન્ટિગ્રેટેડ એર પ્યુરિફાયર, વોઇસ કમાન્ડ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બોઝ સાઉન્ડ સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં અનેક રેકોર્ડિંગ વિકલ્પો સાથે ડેશ કેમેરાનો સમાવેશ થાય છે.

આ કાર 5 કલરમાં ઉપલબ્ધ છે

  • પોલર વ્હાઈટ
  • શેડો ગ્રે
  • શેડો ગ્રે વિથ ફેન્ટમ બ્લેક રુફ
  • થન્ડર બ્લૂ વિથ ફેન્ટમ બ્લેક રુફ
  • પોલર વ્હાઈટ વિથ ફેન્ટમ બ્લેક રુફ
પોલર વ્હાઈટ વિથ ફેન્ટમ બ્લેક રુફ
પોલર વ્હાઈટ વિથ ફેન્ટમ બ્લેક રુફ

‘ઈટ્સ ટાઈમ ટુ પ્લે’
હ્યુન્ડાઇએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘ઇટ્સ ટાઇમ ટુ પ્લે’ ટેગલાઇન સાથે ભારતમાં અને મેટાવર્સમાં કાર લોન્ચની માહિતી શેર કરી હતી.