ટાટા ટિયાગો EVને બમ્પર રિસ્પોન્સ:પહેલા જ દિવસે 10,000 બુકિંગ મળી, ટાટાએ વધારાના 10,000 ગ્રાહકો માટે સ્ટાર્ટિંગ ઓફર વધારી

2 મહિનો પહેલા

ટાટા મોટર્સની ઈલેક્ટ્રિકલ વ્હીકલ ફેમિલીની સૌથી નવી મેમ્બર ટાટા ટિયાગો EVને શાનદાર રિસ્પોન્સ મળ્યો. સોમવારના રોજના બપોરે 12 વાગ્યાથી શરુ થયેલ બુકિંગે 10,000નું ગ્રાહકો માટે 8.49 લાખ રુપિયાની સ્ટાર્ટિંગ ઓફર પર બુકિંગ શરુ કર્યું હતું અને હવે આ ઓફર બીજા 10 હજાર ગ્રાહકો માટે પણ વધારવામાં આવી છે.

ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ‘Tiago.ev ને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી અમે ખુશ છીએ અને તેના માટે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ. EV અપનાવવાના જુસ્સાને ટેકો આપવા માટે, અમે સ્ટાર્ટિંગ ઓફરને લંબાવવાનો નિર્ણય લીધો છે. કારની ટેસ્ટ ડ્રાઇવ ડિસેમ્બર 2022થી શરૂ થશે અને જાન્યુઆરી 2023થી ડિલિવરી થશે.

બુકિંગ પ્રોસેસ
1. સૌથી પહેલા અહીં આપેલી બુકિંગ લિંક પર જાઓ.
2. વેરિઅન્ટ, ચાર્જર ઓપ્શન, કલર પસંદ કરો અને ચેકઆઉટ પર ક્લિક કરો.
3. મોબાઇલ નંબર, નામ અને સરનામાં જેવી માહિતી ભરો.
4. ‘પ્રોસિડ ટુ પેમેન્ટ’ પર ક્લિક કરો અને 21,000 રૂપિયામાં બુકિંગ કરો.
5. કારની બાકીની ચુકવણી તમારે તમારી પસંદ કરેલી ડીલરશીપ પર ચૂકવવાની રહેશે.

ઓફર પ્રાઈસ પર કાર મળવાની ગેરંટી નહી
બુકિંગ એ કોઈ ગેરંટી નથી કે, તમને ઓફર પ્રાઈસ પર ટિયાગો EV મળશે. ઓફર પ્રાઈસ પહેલા 20,000 ગ્રાહકો માટે છે. પહેલા 10,000 ગ્રાહકોમાંથી 2,000 ટાટા EVના હાલના ગ્રાહકો માટે અનામત છે. આ ઓફરની યોગ્યતા ઘણા પરિબળો પર આધારિત છે, જેમાં તારીખ, બુકિંગનો સમય, કારનું મોડેલ, વેરિઅન્ટ અને વર્તમાન માલિકી સામેલ છે.

પહેલા દિવસે વેબસાઈટ ડાઉન
ટાટા ટિયાગો EVને પહેલા દિવસે લોકોનો એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો કે, વેબસાઇટ ડાઉન થઈ ગઈ. ઘણા ગ્રાહકોએ આ સમસ્યાની જાણ કરી હતી. ટાટા તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘હજારો ગ્રાહકો બુકિંગ માટે ભેગા થઇ રહ્યા છે, જેના કારણે અમારી વેબસાઇટ ધીમી પડી ગઇ છે. જો કે, હવે તે રિકવર થઇ ગઇ છે. ગ્રાહકોને થતી અસુવિધા માટે દિલગીર છીએ.’

સ્ટાર્ટિંગ પ્રાઈસ 8.49 લાખ રૂપિયા
ટાટા ટિયાગોમાં તમને 5 કલર ઓપ્શન મળશે. તેની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા છે. તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ EVને સિંગલ ચાર્જમાં 315 કિલોમીટરની રેન્જ મળશે. ટિયાગોની બેટરી DC ફાસ્ટ ચાર્જરથી 80 ટકા ચાર્જ થવામાં 57 મિનિટનો સમય લાગશે.