ઈલેક્ટ્રિક વાહનો વર્તમાન સમયમાં પહેલાની સાપેક્ષે વધુ પડતા લોકપ્રિય બની રહ્યા છે. ઘણી મોટી નિર્માતા કંપનીઓ અને સ્ટાર્ટઅપ કંપનીઓ આ ક્ષેત્રમાં આવી રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ધીમે-ધીમે વધી રહી છે. કંપનીઓ આ ફિલ્ડમાં ઈલેક્ટ્રિક કારની સાથે બાઈક્સ પણ લોન્ચ કરી રહી છે.
જો તમે પણ EV ડ્રાઈવ કરી રહ્યા છો તેના ઉપયોગને લઈને અમુક સાવચેતીઓ વિશે પણ તમને જાણ હોવી જોઈએ. વિશેષ તો તેને ચાર્જ કરતા સમયે તમારે વિશેષ સાવચેતીઓ રાખવી પડે છે. તો ચાલો આના વિશે વધુ માહિતી મેળવીએ.
100% ચાર્જ ક્યારેય પણ ન કરવી
પોતાના ઈલેક્ટ્રિક વાહનની બેટરી જરુરિયાતથી વધુ ચાર્જ કરવી જોઈએ નહી. તેનું ચાર્જિંગ મોટાભાગે સ્માર્ટફોનની બેટરી સાથે મળતુ આવે છે. EV બેટરીને ચાર્જ કરતા સમયે એ વાતની સાવચેતી રાખવી કે, તેને ક્યારેય પણ 100% ચાર્જ ન કરવી. મોટાભાગનાં EVમાં જોવા મળતી લિથિયમ-આયન બેટરી 30-80 ટકા ચાર્જિંગ રેન્જમાં સૌથી સારુ પર્ફોર્મન્સ કરે છે. બેટરીને વારંવાર 100% ચાર્જ કરવાથી તેના પર દબાણ આવે છે, જે તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.
બેટરી ખાલી થાય ત્યા સુધી યૂઝ ન કરવો
ક્યારેય પણ બેટરી પૂરેપૂરી ખાલી થાય ત્યા સુધી તેનો ઉપયોગ ન કરવો કારણ કે, તે તમારી બેટરી લાઈફ પર ખરાબ અસર પાડી શકે છે. ચાર્જ જ્યારે 20% એ પહોંચી જાય ત્યારે તેને ચાર્જમાં મૂકી દેવુ જોઈએ. લિથિયમ-આયન બેટરી ડિસ્ચાર્જ કે ડ્રેન આઉટ સિવાય નોર્મલ પર વધુ સારુ પર્ફોર્મન્સ આપે છે. 80% સુધી ચાર્જ થાય ત્યા સુધી ચાર્જિંગ ચાલુ રાખો.
રાઈડ કર્યા પછી બેટરીને આરામ આપો
જેવી તમે રાઈડ પૂરી કરો કે તુરંત જ EVને ચાર્જ કરવાથી બચવું. લિથિયમ-આયન બેટરી મોટરને પાવર સપ્લાય કરતી વખતે વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે અને આ જ કારણ છે કે, ઓછામાં ઓછી 30 મિનિટની ઠંડક બાદ બેટરીને ચાર્જ કરવી હંમેશા સલામત રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.