તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રંટ ગિયર:વેક્યૂમ ક્લિનર અને એર ફ્રેશનર સહિત 10 વસ્તુઓનું ધ્યાન રાખશો તો કારની સુંદરતા લાંબા સમય સુધી જળવાઈ રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધતી ચોરીની ઘટનાઓને કારણે કારમાં સારી સુરક્ષા વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે
  • જો કારમાં રિવર્સ પાર્કિંગ સેન્સર હોય તો તમે ઓછી જગ્યામાં પણ કાર સરળતાથી પાર્ક કરી શકશો

કાર ખરીદ્યા પછી તમે થોડા દિવસ સુધી તો તેની ખૂબ સારી રીતે કાળજી લેશો પણ થોડા મહિના પછી નવી કાર લીધી હોવાનો ઉત્સાહ ઓછો થઈ જાય છે અને આપણે પહેલા જેટલું તેનું ધ્યાન નથી રાખી શકતા. જેના કારણે કારમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જો તમે તમારી કારની સુંદરતા લાંબા સમય સુધી જાળવવા માગતા હો તો અહીં તમને આવી 10 વસ્તુઓ જણાવવામાં આવી છે જેને અપનાવીને તમે તમારી ગાડીને ચમકતી રાખી શકશો.

1. કાર કવર
કારની ચમકને જાળવી રાખવા માટે તમે કાર માટે એક સારું કવર રાખો. તે તમારી કારને ન માત્ર તડકા, વરસાદ અને ધૂળથી બચાવશે પરંતુ બર્ડ ડ્રોપિંગથી પણ બચાવશે, તેના ફાયદો એ થશે કે કાર વોશિંગ અને પોલિશિંગ પર ઓછો ખર્ચ કરવો પડશે અને કલરને પણ નુકસાન નહીં પહોંચે.

2.વેક્યૂમ ક્લિનર
કારના ઈન્ટિરિયરની સફાઈ દરેક વ્યક્તિ નથી કરી શકતી. તેથી સાફ-સફાઈ માટે સૌથી સારું રહેશે કે તમે એક સારું કાર વેક્યૂમ ક્લિનર રાખો. તેનાથી તમારી કારના એવા ખૂણાની સફાઈ કરી શકાશે જ્યાં ગંદકી દૂર કરવામાં ઘણી વખત મુશ્કેલી પડે છે.

3. મલ્ટી પિન ચાર્જર
આજની તારીખમાં સ્માર્ટફોનની સાથે ન હોય તો એવું લાગે છે કે કોઈ વસ્તુની કમી છે અને સ્માર્ટફોન ત્યાં સુધી સ્માર્ટફોન નથી કહેવાતો જ્યાં સુધી તેની બેટરી ઓકે ન હોય. તેથી તમારી કારમાં મલ્ટી પિન ચાર્જર રાખવું જરૂરી છે.

4. એર ફ્રેશનર
માર્કેટમાં ઢગલા બંધ એક ફ્રેશનર છે, જેમાંથી તમે તમારી પસંદ ફ્રેગરેન્સ પ્રમાણે તેને ખરીદી શકો છો. તેને કાર ડ્રાઈવ કરતી વખતે તમને સારું લાગશે અને પોઝિટિવ ફીલ થશે.

5. સિક્યોરિટી સિસ્ટમ
આજના સમયમાં કારની ચોરી વધી રહી છે તેથી સિક્યોરિટી સિસ્ટમ જરૂરી છે. જો તમે હજી સુધી નથી લગાવી તો તરત લગાવી દો અને કાર ચોરી થવાનું ટેન્શનમાંથી મુક્તિ મેળવો.

6. રિવર્સ પાર્કિંગ સેન્સર
રિવર્સ પાર્કિંગ સેન્સરની મદદથી કારને રિવર્સ કરતી વખતે જાણવા મળે છે કે, પાછળ પૂરતી જગ્યા છે કે નહીં અથવા કોઈ અન્ય વાહન તો ગાડીની પાછળ નથી ને. તેને લગાવવાથી તમારી ગાડી એકદમ સેફ રહેશે. આ સાથે અન્ય વાહનો પણ સલામત રહેશે.

7. મોબાઇલ હોલ્ડર
વાહન ચલાવતા સમયે ખિસ્સાંમાં મોબાઇલ ફોન રાખવો કમ્ફર્ટેબલ નથી હોતો. આવી સ્થિતિમાં જો ગાડીમાં મોબાઈલ હોલ્ડર હોય તો તેમાં મોબાઈલ રાખીને તમે ટેન્શન મુક્ત થઈને ડ્રાઇવિંગની મજા લઇ શકો છો.

8. નેક કમ્ફર્ટ કીટ
આરોગ્ય માટે સભાન લોકો માટે નેક કમ્ફર્ટ એક સારો આઇડિયા છે ારણ કે, જ્યારે તમે લોન્ગ ડ્રાઇવ પર જાઓ ત્યારે સતત ડ્રાઇવ કરતી વખતે ગરદનમાં દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં નેક કમ્ફર્ટ કમ્ફર્ટ કીટ તમને થાક અને દુખાવાથી ઘણી હદ સુધી રાહત આપી શકે છે.

9. ફર્સ્ટ એઇડ બોક્સ
ફર્સ્ટ એઇડ બોક્સ, ફાયર ફાઇટીંગ ઇક્વિપમેન્ટ, પંક્ચર રિપેરિંગ કીટ અને એડિશનલ સ્ટેપની. આ એવી વસ્તુઓ છે જેની કોઈપણ સમયે જરૂર પડી શકે છે. તેથી, આ બધી વસ્તુઓ કારમાં પહેલેથી જ રાખી લો.

10. સીટ કવર
સીટ કવરનો ઉપયોગ કરીને તમે સીટોને તો આકર્ષક બનાવશો જ પણ સાથે તે તમને વધારે કમ્ફર્ટ પણ આપશે. તેથી, સીટ કવર લગાવવા એક ફાયદાકારક ડીલ સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો