‘2023 કાવાસાકી નિન્જા ZX-10R’ લોન્ચ:3 સેકન્ડમાં પહોંચશે 0-100 કિમી, 302 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાવાસાકીએ પોતાની નવી સુપરબાઈક ‘2023 કાવસાકી નિન્જા ZX- 10R’ ભારતમાં લોન્ચ કરી દિધી છે. લાઈમ ગ્રીન અને રોબોટિક વ્હાઈટ કલરમાં સામેલ આ બાઈકની કિંમત 15.99 લાખ રુપિયા (એક્સ શોરુમ, દિલ્હી) રાખવામાં આવી છે. નવા સ્પોર્ટિંગ બોડી ગ્રાફિક્સ સાથે તેને બજારમાં લાવવામાં આવી. તેને હોન્ડા CBR1000RR-R, બીએમડબલ્યુ S1000RR, હાયાબુસા અને યામાહા YJF R1 જેવી સુપરબાઈક્સને તગડી ટક્કર આપશે. કાવાસાકીએ ગયા વર્ષે માર્ચમાં ‘2021 કાવાસાકી નિન્જા ZX-10R’ બાઈક 14.99 લાખ રુપિયાની કિંમત સાથે લોન્ચ કરી હતી. કંપની આ જ મહિને ‘W175 રેટ્રો મોટરસાઈકલ’ને પણ લોન્ચ કરી શકે.

લાઇમ ગ્રીન અને પર્લ રોબોટિક વ્હાઇટ કલર્સમાં ઉપલબ્ધ
લાઇમ ગ્રીન અને પર્લ રોબોટિક વ્હાઇટ કલર્સમાં ઉપલબ્ધ

255 કિ.મી.ની રાઇડિંગ રેન્જ હશે
207 કિલો વજન ધરાવતી આ પેટ્રોલ સુપરબાઇકમાં 17 લીટરની ફ્યુઅલ ટેન્ક છે. 15 kmplની માઇલેજ સાથે બાઇકની રાઇડિંગ રેન્જ 255 કિ.મી. છે, જેમાં 302 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળશે. તે 3 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ સાથે જ 5.23 સેકન્ડમાં 0થી 100 માઇલ પ્રતિ કલાકની સ્પીડને ટચ કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

તે 3 સેકન્ડમાં 0 થી 100 KMPHની ઝડપ પકડશે
તે 3 સેકન્ડમાં 0 થી 100 KMPHની ઝડપ પકડશે

૪ ઇન્ટિગ્રેટેડ રાઇડિંગ મોડના વિકલ્પો
સ્પોર્ટ, રોડ, રેઇન અને રાઇડર (મેન્યુઅલ)ના 4 ઇન્ટિગ્રેટેડ રાઇડિંગ મોડ્સ છે. ઇલેક્ટ્રિક સ્ટાર્ટ સાથે 6 સ્પીડ, રિટર્ન ટ્રાન્સમિશન સિસ્ટમ ડિજિટલ ઇગ્નિશન બાઇક રાઇડરને સ્પોર્ટી ફીલ કરાવશે. ઇન્ટીગ્રેટેડ વિંગલેટ્સ અને નવું એર-કૂલ્ડ ઓઇલ કૂલર મળશે. 4-સ્ટ્રોક ઇન-લાઇન 4 એન્જિનથી વધુ સારી બેલેન્સિંગ મળશે.

ભારતીય બજાર માટે સિંગલ સીટ
ભારતીય બજારમાં લોન્ચ કરવા માટે સિંગલ સીટ ઓપ્શન પણ છે. કંપનીએ બેક સીટ હટાવી દીધી છે. આગળની અને પાછળની બાજુએ LED લાઇટ્સ લગાવવામાં આવી છે. સ્માર્ટફોન કનેક્ટિવિટી અને હાઈ-પરફોર્મન્સ માટે બ્રેમ્બો બ્રેક સિસ્ટમ ઉપલબ્ધ થશે. ઇલેક્ટ્રોનિક ક્રુઝ કંટ્રોલ પણ એરોડાયનેમિક રાઇડિંગ પોઝિશન સાથે ઉપલબ્ધ થશે. નેક્સ્ટ જનરેશન નીન્જા સ્ટાઇલિંગ અને કાવાસાકી રિવર માર્ક યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

ભારતીય બજાર માટે સિંગલ સીટ ઓપ્શન છે.
ભારતીય બજાર માટે સિંગલ સીટ ઓપ્શન છે.