Home >>Topics >>Events >>World Environment Day
World Environment Day

World Environment Day

5 June

World Environment Day (WED) occurs on 5 June every year, and is the United Nation's principal vehicle for encouraging worldwide awareness and action for the protection of our environment.


 • અમરેલીમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
  અમરેલી: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દ્વારા બીટ પ્લાસ્ટિક પોલ્યુશન અંતર્ગત આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કામનાથ ડેમ ખાતે કરવામાં આવી હતી.આજરોજ કામનાથ ડેમના કાંઠા વિસ્તાર પર પ્લાસ્ટિક અને કચરાની સફાઈ બાળકોને તથા બીએપીએસ સ્વામિનારાયણ બાળ સત્સંગ મંડળ અમરેલીના વિદ્યાર્થીઓ અને ડાયરેક્ટર નિલેશ કે. પાઠક, ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશભાઈ ત્રિવેદી,...
  June 6, 02:28 AM
 • મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઑફ નેશન મયંકા શર્માએ સુરતમાં કર્યુ વૃક્ષારોપણ
  સુરત: 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે કાર્ય કરતા હાર્ટસ એટ વર્ક ફાઉંડેશનના બેનર હેઠળ સરથાણા સ્થિત સુરત મહાનગર પાલિકા સંચાલિત પ્રાણી સંગ્રાહલય ખાતે 5000થી વધુ વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સુરત મનપાના સહયોગથી યોજાયો હતો. આજરોજ રોપાયેલા વૃક્ષોમાં આસોપાલવ, કોનો કાર્પસ, એલામેન્ડા, બોગન વેલ જેવી જાતિના વૃક્ષોનો સમાવેશ કરાયા હતો. પર્યાવરણ જાળવણીની લેવાઈ પ્રતિજ્ઞા આ અવસરે હાર્ટસ એટ વર્ક ફાઉંડેશનના ચેરમેન વિરલ દેસાઈ, નેચર પાર્કના...
  June 5, 07:13 PM
 • સુરતઃ વિશ્વ પર્યાવરણ દિવસ પર હોટલ સ્ટાફે દ્વારા કરાયું વૃક્ષારોપણ
  સુરત: 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર ડુમસ રોડ સ્થિત ટીજીબી હોટલ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા કેળવાય તેવા ઉદેશ્ય સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત ટીજીબીના 100 કર્મચારી સહિતના સ્ટાફે ગ્રીન ટી શર્ટ પહેરીને હોટલ પરિસરમાં વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ અંગે ટીજીબીના મેનેજર પ્રકાશ પરમારએ જણાવ્યું હતું કે, પર્યાવરણ જાળવણીની દરેક નાગરિકની જવાબદારી છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ પર લોકો પર્યાવરણ પ્રત્યે સજાગ બને તેવા ઉદ્દેશ આ કાર્યક્રમનો હતો....
  June 5, 06:58 PM
 • આ પ્રોફેસરનો વાયરલ વીડિયો તમે જોયો?
  અમદાવાદઃએક પ્રોફેસરે વિશ્વ પર્યાવરણ દિને આપી અનોખી શુભેચ્છા આપી છે.પ્રોફેસર અશ્વિન આણદાણીએ પર્યાવરણ ગીત સાથે શુભેચ્છા પાઠવી છે.પર્યાવરણ ગીતના શબ્દો પર્યાવરણ પર્યાવરણ બોલ એમા કલ્યાણ છેગીતમાં પર્યાવરણનું જતન કરવાનો સંદેશ અપાયો છે,પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ કરવામાં આવી છે.જે પ્રોફેસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે અશ્વિન આણદાણી વિરમગામની D.C.M કોલેજના પ્રોફેસર છે.
  June 5, 05:10 PM
 • સુરતઃ દિવ્યાંગો માટે કાપડની હેન્ડબેગ બનાવવાની તાલીમ શીબીર યોજાઈ
  સુરતઃ સાંસદ સાથે સંવાદના દિવ્યાંગ સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નો પ્લાસ્ટિક થીમ પર આધારિત કાપડની ડિઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે નિઃશુલ્ક તાલીમ શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ જોડાયા હતા. મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા વિઝન ફોર ન્યૂ ઇન્ડિયા હેઠળ સાંસદ સાથે સંવાદના દિવ્યાંગ સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે નો પ્લાસ્ટિક થીમ પર આધારિત કાપડની ડિઝાઈનર હેન્ડબેગ બનાવવા માટે નિઃશુલ્ક તાલીમ શીબીરનું આયોજન...
  June 5, 12:56 PM
 • વિશ્વ પર્યાવરણ દિવસઃ આ સુરતીએ 5 હજાર વૃક્ષો ઉગાડી ઘરને બનાવી દીધું જંગલ
  સુરત : સુરત જેવા દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જો કે નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી કર્યું. આજથી 20 વર્ષ પહેલા સ્નેહલે વૃક્ષો રોપ્યા હતાં, જે આજે ઘટાદાર વૃક્ષમાં પરિણમ્યા છે. ગવિયર પાસે આવેલા ઘરમાં પક્ષીઓ તો રહે જ છે, સાથે ઘાયલ પ્રાણીઓને પણ રાખવામાં આવે છે. વર્ષમાં વરસાદનું 10 હજાર ડોલ પાણી સંગ્રહ કરવામાં આવે છે આ ઘરમાં પવનચક્કી અને...
  June 5, 11:41 AM
 • ગુજરાતની આ શાળામાં 100 પંખા, 21 AC અને કોમ્પ્યુટર લેબ ચાલે છે સોલારથી
  રાજકોટઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ બચાવવા શાળા પણ આગળ આવી છે. શાળામાં માત્ર પર્યાવરણ બચાવવાના પાઠ જ નથી ભણાવવામાં આવતા પરંતુ શાળાએ પણ આવા નિયમો અમલ કરી બાળકોને પર્યાવરણ બચાવવા તરફ વાળ્યા છે. રાજકોટની વિરાણી હાઇસ્કૂલે તેની વિશાળ ઇમારતની છત પર સોલાર પેનલ બેસાડી તમામ ઇલેક્ટ્રોનિક સાધનો સૌર ઊર્જાથી ચલાવી રહ્યા છે. સૌર ઊર્જાના ઉપયોગના કારણે શાળાને પ્રતિ માસ રૂ.25000ના વીજબિલની બચત થઇ રહી છે. વિરાણી હાઇસ્કૂલ દ્વારા શાળાની છત પર 230 વોટ પાવરની એક એવી 154 સોલાર પેનલ બેસાડવામાં આવી છે....
  June 5, 11:21 AM
 • વિશ્વ પર્યાવરણ દિને DivyaBhaskar.com સાથે શ્રી શ્રી રવિશંકરજીનો વિશેષ લેખ
  અમદાવાદઃ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ ફક્ત છોડ, વૃક્ષો અને પર્વતો જ નથી, આપણે પણ પર્યાવરણનો એક ભાગ છીએ. આપણે કેવી રીતે વિચારી છીએ અથવા આપણી શું લાગણીઓ છે એ પણ પર્યાવરણ અને આપણા આસપાસના લોકો પર અસર પાડે છે. અને તેથી, દરેકની સંભાળ રાખવી અને જોવું કે આપણે બધા ખુશ છીએ, એ પણ પર્યાવરણની સંભાળ રાખવાનો એક અભિન્ન ભાગ છે. જ્યારે આપણે તનાવગ્રસ્ત અને નાખુશ છીએ, ત્યારે આપણે આપણા પર્યાવરણને દૂષિત કરીએ છીએ. જો તમે માત્ર ૧૦ મિનિટ માટે કોઈ ગુસ્સે થયેલા અથવા નકારાત્મક વ્યક્તિ સાથે બેસો છો, અને જ્યારે તેમની...
  June 5, 03:17 AM
 • PHOTOS: આટલું જાણ્યા બાદ પ્લાસ્ટિકની ખરીદી કે ઉપયોગ વખતે ધ્રૂજશે હાથ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વમાં 5 જૂનને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસનો મુખ્ય મુદ્દો પ્લાસ્ટિકના કારણે થતું પ્રદૂષણ છે. અહીં કેટલાંક ફોટોગ્રાફર્સે વિશ્વની જાણીતી, ઓછી જાણીતી નદીની આસપાસ ફેંકાતા કચરાંના ફોટોગ્રાફ્સ લીધા છે. ભારત, ફિલિપાઇન્સ અને વિયેતનામમાં મંગળવારે 5 જૂનના રોજના એન્વાયરમેન્ટ ડે (પર્યાવરણ દિવસ)ની ઉજવણી થશે. પ્લાસ્ટિક પોલ્યુશનમાં ભારતનો 14મો નંબર - આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે પ્લાસ્ટિક પોલ્યુશન, જેમાં વિશ્વમાં મોસ્ટ પ્લાસ્ટિક-પોલ્યુટેડ...
  June 4, 08:25 PM