Teachers Day

શિક્ષક દિવસ પર
દિવ્ય ભાસ્કરના વાચકો દ્વારા મોકલવામાં આવેલા મેસેજ

પ્રિય વિદ્યાર્થી,

આજે મારા વિદ્યાર્થીઓને હું કંઈક કહેવા માંગું છું. જ્યારે પોતાની જાતને હું એક શિક્ષક તરીકે કલ્પુ છું. ત્યારે અત્યંત આનંદની અનુભૂતિ થાય છે. ખરેખર,
આપણા શાસ્ત્રમાં ત્રણ વ્યક્તિ ભગવાન તુલ્ય ગણવામાં આવે છે. માતા-પિતા અને ગુરુ હું બહુજ ભાગ્યશાળી છું કે એક ગુરુ તરીકે મારુ કર્તવ્ય નિભાવવાની જવાબદારી મળી છે.
જેમ સરિતાના નીર દરેક સજીવોને કોઈ પક્ષપાત કે ભેદ વિના નવજીવન અર્પણ કરે છે તેમ મારી સદાય એવી લાગણી રહી છે કે મારી જ્ઞાન રૂપી સરિતા મારા વિદ્યાર્થીઓને નવસર્જનની તક આપે.
જ્યારે શાળામાં ક્લાસનો સમય થાય ત્યારે દરેક વિદ્યાર્થીઓની નજર શિક્ષક પર નિર્ભર રહે છે. કંઈક પામવા માટે કંઈક મેળ‌વા માટે વિદ્યાર્થીઓ હંમેશા આતુર હોવા જોઈએ. એવું એક શિક્ષક ઈચ્છે છે. દરેક વિષય વિદ્યાર્થીઓ માટે એકસરખા કે સરળ ન હોય. પણ તમને જે વિષય ગમતો હોય, તે ના ગમતો વિષય પણ હું તમારી રુચી પણ વધઈ જાય અને વિદ્યાર્થીની આ રીતથી શિક્ષકને તે વિદ્યાર્થી પ્રત્યેનો આદર અને સ્નેહ પણ વધે.
વિદ્યાર્થીમિત્રો અંતમાં મારુ કહેવું એટલું જ છે કે શિક્ષક થકી મેળવેલ જ્ઞાનને સમાજના ઉત્કર્ષ અને સંસ્કૃતિ લાજ અને દેશ માટે વાપરજો. બસ, એજ આપના.
શિક્ષિકાબેન મિનાક્ષી.

Meenakshi

પ્રિય વિદ્યાર્થી,

મારા વહાલા વિદ્યાર્થી મિત્રો,
હું આજે 5 સપ્ટેમ્બર એટલે કે "શિક્ષક દિવસ' આવી રહ્યો છે તો "શિક્ષક દિવસ' એટલે બાળકોના મનમાં ડૉ. રાધાકૃષ્ણનો જન્મદિવસ અને શિક્ષક બનવું. બીજુ આ દિવસે શિક્ષકોને માન, સન્માન અને આદર આપવું. હું વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે દેખાવ ખાતર માન, સન્માન અને આદર કરતા દિલથી તેનું કહેવું માનો. શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે એકાગ્રતાથી અભ્યાસમાં ઈત્તરપ્રવૃત્તિઓમાં અને શાળાકીય દરેક પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લઈ દરેક પોતાની આવડત પ્રમાણે અલગ-અલગ ક્ષેત્રમાં આગળ વધી શકો છો.
પ્રાચીન કાળમાં ગુરુકુળ પ્રથા હતી તે ઉત્તમ પ્રથા હતી તેમાં વિદ્યાર્થીઓને નાના-મોટા દરેક કામ કરવાના હોવાથી તે દરેક ક્ષેત્રમાં કુશળ બનતા. ત્યાર પછીના સમયમાં સરકારી શાળાઓમાં અભઅયાસ માટે જતા શાળાઓમાં અત્યારના જેવી સુવિધા ન હતી પણ અભ્યાસ ઉત્તમ હતો. પાટીમાં લેશન લઈ જવું, થેલીમાં પુસ્તકો અને નીચે બેસીને ભણવું, નાતો ટ્યુશન વ્યવસ્થા છતા બાળકોમાં શિસ્ત અને સંસ્કાર હતા. ભણવાની ધગશ અને તાલાવેેલી હતી. શિક્ષકો વિદ્યાર્થીની ભૂલ બદલ સજા કરતા છતા પણ કોઈ ફરિયાદ નહી.
જ્યારે અત્યારે વિદ્યાર્થીઓ તમને મારવાની વાત તો બાજુ પર રહી ઊંચા અવાજે પણ કહી શકાતુ નથી. આ બાબત પરથી કહી શકાય કે વિદ્યાર્થીઓમાં સહનશક્તિનો અભાવ છે. બીજું કારણ આધુનિક સુવિધાઓ વધુ મળે છે. આ બધી સુવિધાઓ સામે વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંસ્કાર અને ભણતર પ્રત્યેની ધગશ રહી નથી.
વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગુ છું કે શિક્ષણની કદર કરો તો તમે જીંદગીમાં સફળ થશો. પહેલાના ગુરૂ અને શિષ્યના સંબંધને ધ્યાનમાં રાખી શિક્ષકોને માન સન્માન અને ઈજ્જત આપો એજ, વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી.
આપની શઉભચિંતક
લિ. જયશ્રી

Jaishree

I as a teacher, just feel that Our education system is dividing students. It's very sad to see that, in our education system it's not taught HOW TO LIVE, HOW TO RECOVER, HOW TO UNDERSTAND, HOW TO FEEL, HOW TO OVERCOME.!
This is the basic of life that we've to teach our FUTURE. As example : when boys are learning how we girls feel when we're hurt.. When someone touches us badly, they will never to do that thing in their life. It's just one example. We've to teach our students how to overcome failures, how to respect other's emotions and opinions.!
Also, suicide rates are increasing very quickly in our country, this is so dangerous.
And this is because, our society doesn't accepts " Failure ", we just ask about MARKS, we don't want to know about our child's "SKILLS".
ART is a thing, that everyone has. If one student is failure in any subject. He'll definitely accruing any art, any skill 💯
My request to db group is just that, please make sure quality education is provided to our students.

Deepika Revani

પ્રિય વિદ્યાર્થી,

આજના શિક્ષક દિન નિમિતે મારી ચૌદ વેર્ષની શૈક્ષણિક યાત્રા દરમિયાન મારી પાસે ભણી ગયેલા મારા દરેક વહાલા વિદ્યાર્થીને શુભેચ્છા તેમજ આશિર્વાદ. મારી વાતની શરૂઆત બે પંક્તિઓથી કરું છું.

“દિવસો, મહિના, વર્ષો વીતી જશે,
પણ આશિષ મારા તમારી સાથે રહેશે.
જ્યાં સુધી સુરજ અને ચાંદ રહેશે,
ગુરુ-શિષ્યનો સંબંધ કાયમ રહેશે”
.
મારી શુભેચ્છા છે કે તારી દરેક યોગ્ય ઇચ્છાઓ પૂર્ણ થાય! અહી આ પત્રમા મારે કોઈ મહાન તત્વચિંતકની માફક વાત નાથી કરવી, આપણે તો ગોષ્ઠિ કરવી છે. જ્યારે તુ આ પત્ર વાંચ ત્યારે કલ્પના કરજે કે ચારે તરફ શિતળતા છવાયેલી છે, મંદ મંદ પવન ફૂકાઈ રહ્યો છે, ઉછાળતા મોજાઓ દૂર દૂર સુધી દરિયાકિનારાની રેતીને ભીની કરી જાય છે, એ ભીની રેતીમાં ધીમે ધીમે ડગલાં ભરતા આપણે મિત્રો ગોષ્ઠિ કરી રહ્યા છીએ. દૂર ક્ષિતિજ તરફ નજર કર. વાદળોની પાછળ ઢંકાયેલો સૂરજ હમણાં જ બહાર આવશે અને પોતાના સોનેરી કિરણોથી ધરતી પર સોનું વરસવાશે.આવ, થોડી વાર બેસીએ અને ઊગતા સૂર્યની સાથે જીવનને પ્રકાશિત કરી દઈએ. ભારતીય સંસ્ક્રુતિ ક્રુષ્ણ-સંદિપની, અર્જુન-દ્રોણાચાર્ય વગેરે ગુરૂ શિષ્યનુ ઉદાહરણ છે જે રીતે એક સારા ગૂરૂ મળવા એ શિષ્યનુ સૌભાગ્ય છે એવી જ રીતે શ્રેષ્ઠ શિષ્ય મળવો એ ગુરૂનુ પણ સૌભાગ્ય હોય છે. અને હુ મારી જાતને ધન્ય માનુ છુ કે મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. આજના શિક્ષક દિન નિમિતે હુ દરેક વિદ્યાર્થીને એટલુ જ કહેવા માંગુ છુ કે “What you become it doesn’t matter but what you do is important. So whatever you become and wherever you go you represent the virtues of your family and pride of India.” બસ ફરી બે પંક્તિઓ કહી મારી વાત પૂર્ણ કરુ છુ.

“આંગળી પકડી કોઈ જીવનભર રસ્તો ચીંધશે નહીં,
સચ-જુઠ્નો નિર્ણય જાતેજ કરવાનો રહેશે અહી.
મુસીબતમાં શિક્ષણ તમને સાથ આપશે.
આશિષ મારા તમારી સાથે રહેશે.

લિ.મારા દરેક વહાલા વિદ્યાર્થી ની ટીચર,
જુલી ભટ્ટ સહાયક (શિક્ષિકા લક્ષ્મણ જ્ઞાનપિઠ માધ્યમિક

Juli

પ્રિય વિદ્યાર્થી,

વિદ્યાર્થી મિત્રો,
આપના જીવનનો આ સુવર્ણ સમય છે. તેનો સદુપયોગ કરો. તમો દેશનું ભાવિ છો તમારા માતા-પિતા અને સમાજની તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. શિક્ષકગણ ઈચ્છે છે કે તમે અનેક સિદ્ધિઓ મેળવી ભવિષ્યના આદર્શ નાગરિક બનો. તમારો અભ્યાસ માત્ર પરિક્ષાલક્ષી જ ન હોય અભ્યાસની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ કેળવાય તે જરૂરી છે. કેવળ પુસ્તકિયું જ્ઞાન તમને ઉપયોગી નહી થાય. સામાજીક મૂલ્યોને સમજો, પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરો. જલ,વાયુ, વિચારો, અવાજ વગેરેનું પ્રદૂષણ કેવી રીતે રોકી શકાય તેની સાચી સમજણ કેળવો. વાણી સ્પષટ, મધુર, કોઈ પૂર્વગ્રહ વિનાની હોવી જોઈએ. તર્કસંગત દલિલો કરો. નિયમ પાલન, અનુશાસનથી શાળાનું અને તમારું ગૌરવ વધારો. એકલવ્યની જેમ એકનિષ્ઠાથી દરેક શૈક્ષણિક વિષયને આત્મસાત કરો. શાળાના સમયપત્રકનું અનુસરણ કરો છો તેવી જ રીતે ઘેર પણ નિશ્ચિત સમયે અધ્યયન કરો. અભ્યાસમાં આળસ ન કરો.
સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરો. કોઈ એક શોખ કેળવો. રમત, સંગીત, કળા વગેરે શાળાકીય પ્રવૃતિઓમાં ભાગ લો. આવી પ્રવૃતિઓ તમારા ચારિત્ર્ય ઘડતર માટે મહત્વની છે. શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક અને વર્ગખંડ પૂરતુ સિમિત ન રાખો. વર્ગ ખંડમાં શિક્ષણ કાર્ય થતું હોય ત્યારે ધ્યાનપૂર્વક સમજવા પ્રયત્ન કરો અને ન સમજાતું હોય તે દખલ ન થાય તે રીતે પૂછવામાં સંકોચ ન રાખો. આપેલ ગ્રૃહકાર્ય ન કરવા અંગે બહાનબાજી ના કરશો. પરિક્ષામાં ગેરરીતિ કરવાનું બિલકુલ વિચારતા જ નહી. સફળતાનો કોઈ ટૂંકો માર્ગ નથી. રંગ લાતી હૈ હિના પથ્થર પે પિસ જાને કે બાદ. જ્યાંથી મળે ત્યાંથી સારા વિચારો ગ્રહણ કરો ખરાબ મિત્રોથી દૂર જ રહેજો. તમે જેવા વિચારો કરશો તેવા જ થશો. સંજોગો વસાત્ અભ્યાસ છોડવો પડે તો સમય કાઢીને કામની સાથે અભ્યાસ ચાલુ જ રાખજો. મેળવેલુ જ્ઞાન કદી નકામું જતું નથી. અભ્યાસ માટે તક શોધવાની ના હોય, ઊભી કરવી પડે. નિષ્ફળતા કરતા સફળતા પચાવવી ખૂબ અઘરી છે. સારા વક્તા થવા માટે સારા શ્રોતા બનવું પડે. હરિયાણાની નવ વર્ષની જાહનવી 14 વર્ષની વયે તો દિલ્લી યુનિવર્સિટીની વિદ્યાર્થી થઈ છે. જાવેદ ચૌધરી જમણો

Bharti vyas

Dear Students,

Every time you step out of my classroom, your reputation follows you and does not come back the next day. Even if you are a student who causes trouble in my classroom every single day, I always expect tomorrow to be different, and I do not judge tomorrow based on today's behavior. I know it's hard for you to understand because students are good at holding grudges, but I will never hold a grudge against any of my students; yesterday means nothing today.

When you are in my classroom, you are an individual. You are not defined by the Marksheet. I define you by your character and effort. Sometimes I think you assume teachers play favorites based on who the "smart students" are, but that is absolutely not true. I see your potential, even if you refuse to acknowledge it.

I care about each and every one of you. You have no idea how proud you make me on a daily basis, and it brings me so much joy to watch you develop into the individuals you become. I watch you closely, and I notice your strengths and weaknesses. I am here for you, today and always. I am proud when you master a New assessment & an perfect diagnosis of an patient; I am proud when you want to redo an assignment because what you turned in was not your best work; I am proud when you speak your mind; I am proud of who you are and who you will become as an responsible Medical Professional.

I want you to know that I recognize, I am not the only teacher in my classroom. You teach me so much on a daily basis, and for that I am extremely grateful. You also learn from each other and I feel so privileged

Amit patel

પ્રિય વિદ્યાર્થી,

હે જ્ઞાનુરાગી ગૌરવશાળી શિષ્યો!
આપ સૌને સ્વયમ્ શિક્ષકદિનની મબલખ શુભેચ્છાઓ ઉપરાંત આપ સૌના હૃદયમાં તેમજ સમગ્ર સૃષ્ટિના ચેતન, અર્ધચેતન અને અચેતન પદાર્થોના કણ- કણમાં બિરાજમાન વિશ્વગુરુ ભગવાન શ્રીકૃષ્ણ , અલ્લાહ , વાહે ગુરુ અને ઈસુ ખ્રિસ્તના લલાટના તિલકમાં શબ્દોના સુખડ- ચંદન અને પૂર્ણ સમર્પણ સહ ચરણમાં નતમસ્તક વંદન.
હે કુશાગ્ર બુદ્ધિ,સર્વ કૌશલ્ય સુપાત્ર છાત્રો! કુશળ હશો.
આપ સૌનું શિષ્ટ અને ઇષ્ટ ઈચ્છતો હું ઈશ અનુગ્રહથી તન-મનથી રુષ્ટ - પુષ્ટ અને સંતુષ્ટ છું.
હે સંસ્કાર સંવાહક શાલીન શાર્ગીદો!
યાદ છેને? 5, સપ્ટેમ્બર, સ્વયમ્ શિક્ષક દિન નિમિત્તે આપ સૌના પ્રતિ, પ્રતિ વર્ષ , સહર્ષ હું નેહનું નેતરું બાંધી, હૈયાંનો રવૈયો વલોવી, શબ્દોનું નવનીત તારવી , એમાં સંવેદના છાંટી આપ સૌને સંબોધી સુગંધી ઈત્રનો પત્ર મોકલું છું. અને આપ સૌ વહાલથી વળતી ટપાલ મોકલો છો એની તો વાત જવા દો!
અરે! ગત્ વર્ષની તો શું વાત કરું? એ પ્રત્યુત્તરના પત્રો વાંચું છું ને તો હજુ પણ ગળે ડૂમો બાઝી પડે છે, હૈયું ભરાઈ આવે છે . કાગળમાં કાળજું ઠાલવીને આંસુડાંનો શ્રાવણ ભાદરવો વરસાવીને મારા અંતરને અને સપ્ટેમ્બરના અંબરને ભીંજવી મૂકો છો અને સાચા અર્થમાં જાણે કે શ્રાવકો બની જાવ છો આ પર્યુષણ પર્વમાં આપ સૌ! આવા નિર્વ્યાજ પ્રેમનું ફકત વ્યાજ પણ ન ચૂકવી શકાય મારાથી, સંપૂર્ણ ઋણ તો ક્યાંથી ચૂકવું? આનાથી મોટી ગુરુ દક્ષિણા કઈ હોય મારા માટે ? ધન્ય છે મારું શિક્ષકત્વ! આ બધા અનુભવનું ભાથું લઈને જ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ સાહેબે પોતાને શિક્ષક તરીકેની ઓળખ આપવાનું વધારે પસંદ કર્યું અને પોતાનો જન્મદિવસ સ્વયમ્ શિક્ષક દિન તરીકે ભારતની પ્રત્યેક વ્યક્તિ વિદ્યાર્થી અવસ્થામાં જ શિક્ષકની ભૂમિકા ભજવીને ઉજવે એનાથી મોટું મહત્વ શિક્ષકનું શું હોય શકે.
હે ઉત્તમ, ઉત્કૃષ્ટ, અજેય અધ્યેતાઓ!
શિક્ષકના આ મહત્વમાં જ વિદ્યાર્થીઓનું મહત્વ સમાયેલું છે એ મારે આપ સૌને આજે આ વર્ષના પત્રમાં જણાવવાનું છે.વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર પ્રત્યેનું અને વિશ્વ પ્રત્યેનું વિશેષ ઉત્તરદાયિત્વ શું છે એ બાબતે આ પત્રમાં હૈયું ઠાલવીને હળવા બનવાનું નક્કી કર્યું છે મેં.

Suresh virani

પ્રિય વિદ્યાર્થી,

First of all, when i compare schooling and teachers now and one decade before, i see a drastic change. I never had pressure of study much and coaching was just a support for me, because i had a trust on school teachers.
But nowadays i hear that techers don't teach in school much. I would say in the hurry of finishing the syllabus in unnecessarily created dead line, a compromise is done by teacher which eventually is degrading trust of students on teacher.
Everyone needs good teacher but nobody wants to become teacher by profession. The most underrated profession in india. May be our education system has not given that environment to understand real importance of teachers, not only subject teacher but also for social things. I studied under those teachers who always punished us for our wrong things and that is why i am happy today for what i am.
Now a days we are not allowed to all these and then everybody expect teachers to improve society. May be this restrictions and low profile job is not making students interested in becoming teacher. I have chosen this profession by choice and accepted challange. May be one day will by improve my self day by day will improve society and wish all students do well in education.

Hitesh Aswani

પ્રિય વિદ્યાર્થી,

કૉલેજમાં હું તને દરરોજ ભાષણ આપું છું, પણ આજે આ પત્ર લખી અનુભવથી લાદેલું શાણપણ આપી રહ્યો છું. અફસોસ એ વાતનો છે આમાંથી કશુયે તારી પરીક્ષામાં નહીં પૂછાય! કૉલેજકાળ એ માત્ર પરીક્ષાઓ પાસ કરવાનો કાળ નથી પણ જીવનની પરીક્ષાઓમાં પાસ થવા માટેની તૈયારી કરવાનો સુવર્ણકાળ છે. તેથી નકલ કરીને અકલ બુઠ્ઠી કરવા કરતાં સર્જનાત્મકતાની શાહીથી કલ્પનાની કલમની ઘસતો રહેજે. શિક્ષણ તો ગાંડપણ તરફથી ડહાપણ તરફ દોરી જતી આપણી આનંદયાત્રા છે; તેથી જાતને ઓળખીને જીવનની દશા મઠારવાનું અને દિશા ઉઘાડવાનું શીખે તે ખરો વિદ્યાર્થી એમ જાણજે. તું ફેસબુક પાછળ જેટલો સમય આપે તેટલો જ સમય બુક ને ફેસ કરવા માટે પણ આપજે. તું ઓનલાઈન રહે તેનો વાંધો નથી, પણ આઉટલાઈન ન થઈ જતો. મોબાઈલ મચડીને ખવાઈ જવા કરતા પુસ્તક પકડીને ખોવાઈ જવાનું પસંદ કરજે. મનોમંથન વગરના મનોરંજનને ધિક્કારજે. કાર નહીં હોય તોયે જીંદગી દોડશે, પણ સંસ્કાર નહીં હોય તો જીવનભર અકસ્માત થતા રહેશે તે યાદ રાખજે. યુવાનીના જોશમાં હોશ ગુમાવીને જીવનને પાનની પીચકારીમાં થૂકીશ નહીં; સિગારેટના ધૂમાડામાં ફૂંકીશ નહીં અને શરાબની પ્યાલીમાં ડૂબાડીશ નહીં. મારી તો ઈચ્છા છે કે તું વાચનનું વ્યસન કરે અને ચિંતનની ફેશનમાં ગળાડૂબ રહે. લક્ષ્ય પ્રાપ્તિ માટે ઈરાદો લઈને નીકળજે, ફરિયાદો લઈને નહીં. નિસરણી નહીં, પણ વિચારસરણી જ આપણને ઉપર લઈ જતી હોય છે તે સત્ય વિસરતો નહીં. બ્રાન્ડેડ ક્લોથ્સ કરતા બ્રાન્ડેડ થોટ્સને પહેરશે તો તું મોડર્ન ગણાઈશ તેવું મારા જૂનવાણી વિચારો કહે છે.
વર્ષને અંતે તને ઉપાધિ મળે ત્યારે તારામાં કશુંક એવું હોય જેનાથી ઘર, સમાજ કે રાષ્ટ્રની કોઈ ઉપાદિ ટળે તેવી અપેક્ષાઓ સાથે શિક્ષકદિનની શુભેચ્છાઓ !

Dr. Nitin kumar Dhadhokara

Dear Students,

On this Teachers’ day I have got an opportunity to communicate with you through this letter. My desire is to convey you some message.

Children, now- a-days thanks to mobile and internet; you have an ocean of information in which you can dip anytime and get all kind of information. But 'Anything in excess is poison’. So, use them wisely for your betterment. Along with your excellent education, focus to be 'a good human being.' For this you must have to develop qualities like to help everyone, be industrious, be authentic and humble which will lead you a peaceful
life in future.

Children, apart from this, develop the habit of reading
good books, write good thoughts of book in your diary, do ponder whenever you get time and definitely you will become a different person. This process will improve representation of your ideas. ‘Great change comes by power of word, power of book’.

Children, it is truly said that Time and Tide wait for none. So , do excellent time management which will increase your efficiency as well as completion of all important
works in time, so that you will get time for relaxation, entertainment, exercise or out-door games which will enhance your physical and mental health.

Last but not the least-I want to suggest to all students to be environment friendly person by growing trees, using petroleum products judiciously and avoiding use of plastic.

Smita Ashok Shah

પ્રિય વિદ્યાર્થી,

ભારતમાં, 5 સપ્ટેમ્બર, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, પ્રખ્યાત શિક્ષક અને વીસમી સદીના વિશિષ્ટ વિદ્વાન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષકો જ્ઞાન,માર્ગદર્શન અને પ્રેરણાનો અનંત જીવંત સ્ત્રોત છે ,જે આપણને આપણી તમામ પરિસ્થિતિઓને સાનુકૂળ બનાવવા માટે તૈયાર કરે છે ,સશક્તિકરણ કરે છે અને શૈક્ષણિક તેમજ એકંદર સામાજિક વૃદ્ધિની યોગ્ય યોગ્યતા હાંસલ કરવા માટે મદદ કરે છે. મલાલા યુસુફઝાઇ - સ્ત્રી શિક્ષણ માટે સૌથી નાની ઉંમરના નોબેલ પુરસ્કાર વિજેતાએ સાચું કહ્યું છે કે "એક બાળક, એક શિક્ષક, એક પેન અને એક પુસ્તક વિશ્વને બદલી શકે છે."
શિક્ષકો સ્કૂલ અથવા કોલેજની ચાર દિવાલ પૂરતા સીમિત નથી, તેઓ માતાપિતા, કુટુંબ, અથવા મિત્રો જેવા સાથીના રૂપમાં પણ હોઇ શકે છે. વિશ્વગુરુ દત્તાત્રેયજી ના 52 ગુરુઓ હતા અને તેમણે કહ્યું છે કે મનુષ્ય દરેક વ્યક્તિઓ તેમજ પ્રકૃતિથી કંઈક નવું શીખી શકે છે. એક દિવસ, તમે સંભવત તમારા જીવન, સિદ્ધિઓ, તમે સાકાર કરેલા સપના અને તમારા સંઘર્ષ પર એક નજર નાખશો તો જીવનના તમામ પાસાઓમાં શ્રેષ્ઠ રીતે પ્રદર્શન કરવા બદલ તમે તમારા શિક્ષકના શબ્દોને ચોક્કસપણે પ્રેરણાદાયક માનશો.
શિક્ષક દિન, આપણા સમાજમાં શિક્ષકોના અસાધારણ યોગદાન બદલ તેમનો આભાર વ્યક્ત કરીને તેમના ઋણ ચૂકવવા માટેની ઉત્તમ તક છે. હંમેશાં તમારા ગુરુઓનુ અતુલ્ય માર્ગદર્શન આપ સૌ સાથે આશીર્વાદ બનીને રહે અને ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરો તેવી અભ્યર્થના.શિક્ષક દિવસની બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા.

Dr. Ajay N. Upadhyay

આ કેટેગરીમાં હજી સુધી કોઈ સંદેશા પ્રાપ્ત થયા નથી.

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી