ભુજ / POK લેહમાં બતાવ્યું, છતાં સૌથી મોટો જિલ્લો કચ્છ !

POK showed up in Leh, yet the largest district, Kutch!

  • જમ્મુ-કશ્મીર અને લદાખના સરકારે નકશા જારી કર્યા પણ ક્ષેત્રફળ નહી ! 
  • લેહનો મોટાભાગનો વિસ્તાર પીઓકે અને ચીનના કબ્જામાં હોવાથી વાસ્તવિક રીતે કચ્છ પાસે વધુ જમીન છે

Divyabhaskar.com

Nov 07, 2019, 12:51 PM IST

ભુજઃ ગૃહ મંત્રાલયે કેન્દ્ર શાસિત પ્રદેશ બનેલા જમ્મુ-કશ્મીર અને લદ્દાખના નકશા જાહેર કર્યા છે. જેમાં લદાખ યુટીમાં બે જિલ્લા કારગિલ અને લેહનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અને ચીન કબ્જા હેઠળના વિસ્તારો પણ ભારતના જ હોવાથી તેને લેહ જિલ્લામાં ભારતે પોતાના હિસ્સા તરીકે બતાવ્યા છે. જોકે તેમ છતાં ભારતનો સૌથી મોટો જિલ્લો તો કચ્છ જ રહશે ! નકશા અને ક્ષેત્રફળના દસ્તાવેજો પરથી કચ્છ નહીં પરંતુ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. જોકે ભારતીય કબ્જા હેઠળની જમીનની રીતે કચ્છ જ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.

ભારતના કબ્જા હેઠળ લેહનો કેટલો વિસ્તાર છે તેના આંકડા સરકારે જાહેર કર્યા નથી. અગાઉ લેહ જિલ્લાનો વિસ્તાર 45,100 ચોરસ કિલોમીટર હતું. જ્યારે કચ્છનો વિસ્તાર 45,674 ચો.કિ.મી. છે. ભારત સરકારે જમ્મુ-કશ્મીરમાં 370ની કલમમાં ફેરફાર કરી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા છે. જેમાં હાલ વિધાનસભા નથી. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાની સાથે તેમાં લેહ અને કારગિલ જિલ્લા બનાવ્યા છે. લેહમાં સરકારે ગીલગીટ, ગીલગીલ વઝારત, ચીલહાસ અને ટ્રાયબલ ટેરિટરી 1947ના વિસ્તારોને સમાવેશ કરાયો છે. એવી રીતે લેહનો વિસ્તાર પશ્ચિમમાં પીઓકેથી લઇને પૂર્વમાં ચીન દ્વારા કબ્જા કરાયેલા અક્સાઇ ચીન સુધી થાય છે.

નવા નકશા પ્રમાણે લેહની સરહદ અફઘાનિસ્તાનને પણ અડે છે. જોકે આ વિસ્તાર પાકિસ્તાને પચાવી પાડ્યો હોવાથી હાલ અફધાનિસ્તાનની બોર્ડર ભારતને ટચ કરતી નથી. નવા નકશા પ્રમાણે વિસ્તારની દ્રષ્ટીએ કચ્છ નહીં પરંતુ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. પરંતુ લેહનો મોટાભાગનો વિસ્તાર પાકિસ્તાન અને ચીન દ્વારા કબ્જો કરી લેવાયો છે. ભારત સરકારે નવા નકશા તો જાહેર કર્યા છે પરંતુ રાજ્ય અને જિલ્લાઓના ક્ષેત્રફળ વિશે કોઇ ફોડ પાડ્યો નથી. જેના પગલે હાલ ભારતના કબ્જા હેઠળના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ સૌથી મોટો જિલ્લો છે. જ્યારે નકશા અને ભારતના દાવા પ્રમાણે જોઇએ તો લેહ દેશનો સૌથી મોટો જિલ્લો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા પહેલા લેહ જિલ્લાનું ક્ષેત્રફળ 45,100 ચોકિમી હતું. જ્યારે હવે લેહ જિલ્લામાં અન્ય પ્રદેશો પણ ઉમેરાયા છે. જ્યારે કારગિલ જિલ્લો અલગ થયો છે. આ નવા જિલ્લાઓના ક્ષેત્રફળના આંકડા જાહેર કર્યા નથી. જેના પગલે હાલ કચ્છ જ ભારતનો સૌથી મોટો જિલ્લો બની રહે તેવી સંભાવના છે.

લેહનું કુલ ક્ષેત્રફળ 82,665 ચોકિમી
ચોંકાવનારી વાત એ છે કે લેહ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ અધધ 82,665 ચો.કિમી છે. સર્વેઅર જનરલ ઓફ ઇન્ડિયાના આંકડા બતાવે છે કે આ 82,665 ચો.કિમી વિસ્તારમાંથી અધધ 37,555 ચો.કિમી વિસ્તાર ચીનના કબ્જામાં છે. જેના પગલે બાકીનો 45,110 ચો.કિમી વિસ્તાર હાલ ભારત પાસે છે. તેથી 45,674 ચો.કિમી વિસ્તાર ધરાવતો કચ્છ હાલ ભારતો વિસ્તારની દ્રષ્ટીએ પ્રથમ જિલ્લો છે.

નકશાની જેમ ક્ષેત્રફળ જાહેર કરે તો ફેરફાર થાય
ભારતના ગૃહ મંત્રાલય દ્વારા જે રીતે પીઓકે અને અક્સાઇ ચીનને લેહમાં બતાવ્યા છે. તેવી રીતે જ આ કબ્જે કરાયેલા વિસ્તારોને પણ લેહના ક્ષેત્રફળમાં મેળવી ચોકિમી જાહેર કરે તો કચ્છ ભારતનું વિસ્તારની દ્રષ્ટીએ બીજા નંબરનો જિલ્લો બની શકે છે.

X
POK showed up in Leh, yet the largest district, Kutch!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી