લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, લંડન

નિર્માણ 1814
દર્શક ક્ષમતા 30000
પહેલી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (26 ઓગસ્ટ, 1972)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ભારત (14 જુલાઈ, 2018)
મેક્સિમમ સ્કોર 334/4 (ENG vs IND, 7 જૂન 1975)
મિનિમમ સ્કોર 107 (SA vs ENG, 12 જુલાઈ 2003)

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડનના સેન્ટ જોન્સ વુડમાં છે. તેનું નામ તેના સંસ્થાપક થોમસ લોર્ડના નામ પર રખાયું છે. તેની માલિકી મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) પાસે છે. ગ્રાઉન્ડનો મોટા ભાગનો હિસ્સો 20મી સદીના અંત ભાગમાં તૈયાર થયો હતો. લોર્ડ્સમાં દુનિયાનું સૌથી જૂનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ પણ છે, જ્યાં ધ એશિઝ સહિત ક્રિકેટ સાથે જોડાયેલી દુનિયાની સૌથી યાદગાર વસ્તુઓને સંભાળીને રાખવામાં આવી છે. અહીંયા વિઝ્ડનની ક્ષતિગ્રસ્ત નકલ પણ છે. શરૂઆતમાં લોર્ડ્સ પર ટેનિસ, તીરંદાજી જેવી રમતો પણ રમાતી હતી. પહેલા વિશ્વ યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોની વિધવા પત્નીઓ અને અનાથ બાળકો માટે ફંડ એકત્ર કરવા માટે અહીં બેઝબોલ ટુર્નામેન્ટ પણ થઇ ચૂકી છે.

એજબેસ્ટન, બર્મિંઘમ

નિર્માણ 1882
દર્શક ક્ષમતા 24,803
પહેલી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (28 ઓગસ્ટ, 1972)
છેલ્લી વનડે બાંગ્લાદેશ v ભારત (16 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 408/9 (ENG vs NZ, 9 જૂન 2015)
મિનિમમ સ્કોર 230 (ENG vs SA, 18 ઓગસ્ટ 1998)

બર્મિંઘમના આ મેદાન પર હાલના વર્લ્ડ કપની સેમિફાઇનલ સહિતની 5 મેચ રમાવાની છે. અહીંના દર્શકો જોશીલા અને ઉત્સાહી છે, અને આ જ કારણ છે કે આ સ્ટેડિયમને ઇંગ્લેન્ડનું ઈડન ગાર્ડન પણ કહેવાય છે. બર્મિંઘમ યુરોપનું સૌથી યંગ શહેર છે. તેની 40% પોપ્યુલેશનની ઉંમર 25 વર્ષથી ઓછી છે. ભારતે અહીંયા અત્યાર સુધી 10 મેચ રમી છે જેમાં 7 મેચમાં વિજેતા રહ્યું હતું.

ધ ઓવલ, લંડન

નિર્માણ 1845
દર્શક ક્ષમતા 23500
પહેલી વનડે ઈંગ્લેન્ડ v વેસ્ટ ઇન્ડિઝ (7 સપ્ટેમ્બર, 1973)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (13 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 398/5 (NZ vs ENG, 12 જૂન 2015)
મિનિમમ સ્કોર 83/1 (AUS vs BAN, 5 જૂન 2017)

ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ દક્ષિણ લંડનમાં આવેલું છે. આ મેદાન સરે કન્ટ્રી ક્રિકેટ ક્લબનું હોમગ્રાઉન્ડ છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટની યજમાની સપ્ટેમ્બર 1880માં આ મેદાન પર કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલે માટે આ મેદાન ઘણું લકી છે. તેમણે વર્ષ 2007માં આ જ મેદાન પર પ્રથમ ટેસ્ટ સેન્ચ્યુરી મારી હતી. જો કે, સચિન તેંડુલકર તેમના કરિયર દરમિયાન ક્યારેય આ મેદાન પર સેન્ચ્યુરી મારવામાં સફળ રહ્યા નહોતા. ધ ઓવલ મેદાન પર ફૂટબોલ મેચ પણ રમાય છે. આ મેદાન વોક્સહોલ સ્ટેશનથી આશરે 800 ગજ દૂર છે.

સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ

નિર્માણ 1967
દર્શક ક્ષમતા 15600
પહેલી વનડે ઓસ્ટ્રેલિયા v ન્યૂઝીલેન્ડ (20 મે, 1999)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (16 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 342/8 (ENG vs AUS, 16 જૂન 2018)
મિનિમમ સ્કોર 138 (SL vs NZ, 9 જૂન 2013)

સોફિયા ગાર્ડન્સ ગ્લેમોર્ગનનું હોમગ્રાઉન્ડ છે. આ વર્લ્ડ કપનું બીજું સૌથી નાનું સ્ટેડિયમ છે. સૌથી નવું ઇન્ટનેશનલ વેન્યૂ પણ છે. આ સ્ટેડિયમ પર પ્રથમ વનડે વર્ષ 1999માં રમાઈ હતી. નેશનલ જિયોગ્રાફિકના રિપોર્ટ પ્રમાણે, કાર્ડિફ છઠ્ઠા નંબરનું સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંની 18.8 ટકા વસ્તી કોઈ પણ ધર્મને માનતી નથી. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી અહીં 4 મેચ રમી છે, જેમાંથી 3 મેચમાં સફળતા મળી છે.

ટ્રેન્ટ બ્રિજ, નૉટિંઘમ

નિર્માણ 1841
દર્શક ક્ષમતા 23500
પહેલી વનડે ઈંગ્લેન્ડ v વેસ્ટ ઇન્ડિઝ (7 સપ્ટેમ્બર, 1973)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (13 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 398/5 (NZ vs ENG, 12 જૂન 2015)
મિનિમમ સ્કોર 83/1 (AUS vs BAN, 5 જૂન 2017)

આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ઈ.સ. 1899માં રમાઈ હતી. આ નોટિંઘમ કાઉન્ટી ક્રિકેટ ક્લબનું હોમગ્રાઉન્ડ છે. લોર્ડ્સ પછીનું દુનિયાનું સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ છે. નોટિંઘમને યૂનેસ્કોએ 2015માં 'સિટી ઑફ લિટરેચર'નો દરજ્જો આપ્યો હતો. અહીં દુનિયાની સૌથી જૂની પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ નૉટ્સ કાઉન્ટી પણ છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યારસુધી 6 મેચ રમી ચૂકી છે, જેમાંથી 3 મેચમાં વિજેતા રહી અને 3 મેચમાં હાર મળી હતી.

કાઉન્ટી ગ્રાઉન્ડ, બ્રિસ્ટલ

નિર્માણ 1889
દર્શક ક્ષમતા 15000
પહેલી વનડે ન્યૂઝીલેન્ડ v શ્રીલંકા (13 જૂન, 1983)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v પાકિસ્તાન (14 મે, 2019)
મેક્સિમમ સ્કોર 369/9 (ENG vs WI, 24 સપ્ટેમ્બર 2017)
મિનિમમ સ્કોર 92 (ZIM vs ENG, 6 જુલાઈ 2003)

ઈંગ્લેન્ડના સૌથી સફળ ફર્સ્ટક્લાસ ક્રિકેટર ડૉ. વિલિયમ ગિલ્બર્ટ ગ્રેસે ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઈ.સ. 1889માં આ સ્ટેડિયમ ખરીદ્યું હતું. એવોન નદીના કિનારે વસેલા આ શહેરને 2015માં યૂરોપિયન ગ્રીન કેપિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ બ્રિટનના પહેલા ‘સાયકલ સિટી’ તરીકે પણ ઓળખાય છે. અહીં ટીમ ઈન્ડિયા 3 મેચ રમી છે અને ત્રણેયમાં વિજેતા રહી છે.

હેડિંગ્લે, લીડ્સ

નિર્માણ 1890
દર્શક ક્ષમતા 17000
પહેલી વનડે ઈંગ્લેન્ડ v વેસ્ટ ઇન્ડિઝ (5 સપ્ટેમ્બર, 1973)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v પાકિસ્તાન (19 મે, 2019)
મેક્સિમમ સ્કોર 351/9 (ENG vs PAK, 19 મે 2019)
મિનિમમ સ્કોર 193 (IND vs ENG, 2 જૂન 1982)

આ મેદાન પર 1899માં ટેસ્ટ અને 1973માં પહેલી વાર વનડે મેચ રમાઈ હતી. જોકે, અત્યાર સુધી અહીંયા કોઈ પણ ટી-20 રમાઈ નથી. અહીં રગ્બી મેચની સાથે કોન્સર્ટ પણ થાય છે. લીડ્સ બ્રિટનમાં રોજગારનું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં 77 ટકા લોકો પ્રાઈવેટ સેક્ટરમાં છે. આ વખતે લીડ્સ વર્લ્ડકપની 4 મેચની યજમાની કરશે. ભારતનો રેકોર્ડ આ ગ્રાઉન્ડ ઉપર સારો રહ્યો નથી. ભારત 9 મેચ રમ્યું છે, જેમાંથી માત્ર 3 મેચ જીતી છે, જયારે 6માં હારનો સામનો કર્યો છે.

રોઝ બાઉલ, સાઉધમ્પટન

નિર્માણ 2001
દર્શક ક્ષમતા 20000
પહેલી વનડે દક્ષિણ આફ્રિકા v ઝિમ્બાબ્વે (10 જુલાઈ, 2003)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v પાકિસ્તાન (11 મે, 2019)
મેક્સિમમ સ્કોર 373/3 (ENG vs PAK, 11 મે 2019)
મિનિમમ સ્કોર 65 (USA vs AUS, 13 સપ્ટેમ્બર 2004)

આ સ્ટેડિયમમાં પ્રથમવાર વર્લ્ડ કપ મેચ રમાશે. આ સ્ટેડિયમના બહારના ભાગમાં 18 હોલનું ગોલ્ફ કોર્સ પણ છે. આ સ્ટેડિયમમાં દર વર્ષે નવેમ્બરમાં આતશબાજીનું પ્રદર્શન થાય છે. ભારત અત્યાર સુધી અહીંયા 3 મેચ રમ્યું છે. તેમાંથી ભારતે 1 મેચ જીતી છે, જયારે 2માં હારનો સામનો કર્યો છે. આ વર્લ્ડકપમાં સાઉધમ્પટન 5 મેચની યજમાની કરશે. અહીં ભારત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે અને 22 જૂને અફઘાનિસ્તાન સામે રમશે.

કાઉન્ટી ગ્રાઉન્ડ, ટોન્ટન

નિર્માણ 1882
દર્શક ક્ષમતા 6500
પહેલી વનડે ઈંગ્લેન્ડ v શ્રીલંકા (11 જૂન, 1983)
છેલ્લી વનડે ભારત v શ્રીલંકા (26 મે, 1999)
મેક્સિમમ સ્કોર 373/6 (IND vs SL, 26 મે 1999)
મિનિમમ સ્કોર 216 (SL vs IND, 26 મે 1999)

આ મેદાનનું નિર્માણ તો ઈ.સ. 1882માં જ થઈ ગયું હતું, પરંતુ અહીં પહેલી ઈન્ટરનેશનલ મેચ 1983માં રમાઇ હતી, એટલે કે પહેલી ઈન્ટરનેશનલ મેચની યજમાની કરવા માટે મેદાને 101 વર્ષની રાહ જોવી પડી હતી. અહીં 1983ના વર્લ્ડકપની એક મેચ શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. હાલના વર્લ્ડ કપનું આ સૌથી નાનું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં બેઝબૉલની મેચ તેમજ કૉન્સર્ટનું આયોજન પણ થઇ ચૂક્યું છે. આ વર્લ્ડકપમાં અહીં 3 મેચ રમાશે. ભારતે અત્યાર સુધીમાં અહીં એક મેચ રમ્યું છે અને તેમાં વિજય મેળવ્યો છે.

ઓલ્ડ ટ્ર્રેફર્ડ, માન્ચેસ્ટર

નિર્માણ 1857
દર્શક ક્ષમતા 19000
પહેલી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (24 ઓગસ્ટ, 1972)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (24 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 318/7 (SL vs ENG, 28 જૂન 2006)
મિનિમમ સ્કોર 213 (ENG vs IND, 22 જૂન 1983)

વર્ષ 1857માં આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં પહેલી ઈન્ટરનેશનલ મેચ (ટેસ્ટ) 1884માં રમાઇ હતી. ઈંગ્લેન્ડની ફૂટબૉલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડનાં સ્ટેડિયમનું નામ પણ ઓલ્ડ ટ્ર્રેફર્ડ છે. અહીં મ્યૂઝિક કૉન્સર્ટ પણ યોજાય છે. મેનચેસ્ટર દુનિયાનું પહેલું ઔદ્યોગિક શહેર છે. આ વર્લ્ડકપમાં અહીં સેમિફાઈનલ સહિત 6 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા પણ અહીં 2 મેચ રમશે. તેની પેહલી મેચ 16 જૂને પાકિસ્તાન અને બીજી મેચ 27 જૂન વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ભારતે અત્યાર સુધી અહીં 8 મેચ રમી છે, જેમાંથી ત્રણ જીતી છે અને પાંચમાં હાર થઈ છે.

રિવરસાઈડ, ચેસ્ટર લી સ્ટ્રીટ

નિર્માણ 1995
દર્શક ક્ષમતા 17000
પહેલી વનડે પાકિસ્તાન v સ્કોટલેન્ટ (20 મે, 1999)
છેલ્લી વનડે ઈંગ્લેન્ડ v ઓસ્ટ્રેલિયા (21 જૂન, 2018)
મેક્સિમમ સ્કોર 314/4 (ENG vs AUS, 21 જૂન 2018)
મિનિમમ સ્કોર 99 (ENG vs SL, 25 મે 2014)

આ મેદાન બ્રિટનનાં સૌથી નવાં મેદાનોમાંનું એક છે. પહેલી સદીમાં રોમન લોકોએ સ્ટ્રીટ શહેરમાં ચેસ્ટર નામનો એક કિલ્લો બનાવ્યો હતો. તે જ નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે. આ શહેરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ 'ડરહમ કેસલ-ડરહમ કેથેડ્રલ' આવેલું છે. આ વર્લ્ડ કપમાં અહીંયા ત્રણ મેચ રમાશે. જોકે, ભારતની એક પણ મેચ રમાશે નહીં. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી આ મેદાન પર 2 મેચ રમી છે. જોકે, બંને મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

विज्ञापन