• Home
  • Sports
  • Cricket1
  • Yuvraj's doctor said, It was understood in the first interview that he would return to the ground

ઇન્ટરવ્યૂ / યુવરાજની સારવાર કરનાર ડોકટરે કહ્યું, પહેલી મુલાકાતમાં જ સમજી ગયો હતો, તે મેદાનમાં વાપસી કરશે

Yuvraj's doctor said, It was understood in the first interview that he would return to the ground

  • 2011ના વર્લ્ડકપ પછી યુવીને કેન્સરની ખબર પડી હતી, તેની સારવાર અમુક દિવસ ભારતમાં અને અમુક દિવસ અમેરિકામાં થઇ હતી
  • યુવરાજની સારવાર કરનાર ડો. નિતેશ રોહતગીએ કહ્યું, તે તકલીફમાં હતો પરંતુ ક્યારેય રોયો નહીં

Divyabhaskar.com

Jun 11, 2019, 04:37 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડકપ 2011ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજસિંહે સોમવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્લ્ડકપમાં યુવીએ 362 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી હતી. તે માટે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ મળ્યો હતો. આ વર્લ્ડકપ પછી યુવરાજને તેના કેન્સર વિશે ખબર પડી હતી. તેને 'મીડિયાસ્ટિનલ સેમિનોમા' નામનું દુર્લભ કેન્સર થયું હતું. દિલ્હીના મેક્સ કેયર સેન્ટરના ડોક્ટર નિતેશ રોહતગીએ યુવરાજની સારવાર કરી હતી. દિવ્ય ભાસ્કર એપે ડો. નિતેશ સાથે વાત કરી અને જાણ્યું કે કઈ રીતે યુવરાજે કેન્સર સામે લડાઈ કરી હતી.

તેનો ટાર્ગેટ હતો- કેન્સરને હરાવીને વાપસી કરવી
ડો. રોહતગી કહે છે કે જયારે મને ખબર પડી કે યુવરાજને આ પ્રકારનું કેન્સર છે, તો મને લાગ્યું કે આ પછી તે ક્રિકેટમાં વાપસી કરી શકશે નહીં. જો કે તેની સાથેની પહેલી મુલાકાતમાં જ મને ખબર પડી ગઈ કે તે વાપસી કરશે. તે બહુ સામાન્ય રીતે કેન્સર અંગે પૂછી રહ્યો હતો. તેના મોઢાના હાવ-ભાવમાં કોઈ ફર્ક ન હતો અને તેને કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી. અમારી પહેલી મીટિંગ 2થી 3 કલાક ચાલી હતી. આ મીટિંગમાં તે ડિટરમિનેશન સાથે બેઠો હતો કે તેને જલ્દીથી ક્રિકેટમાં વાપસી કરવી છે. આ જોઈને જ મને લાગ્યું કે તે બહુ જલ્દી ક્રિકેટમાં વાપસી કરશે. જેમ અર્જુનનું નિશાન માછલીની આંખ હતી, તેમ જ યુવીનો ટાર્ગેટ ક્રિકેટમાં વાપસી હતી.

'મિત્રતાભર્યા સ્વભાવે કેન્સરમાં લડવાની મદદ કરી'
ડો. રોહતગી અનુસાર, કેન્સરની સારવાર દરમિયાન એક વસ્તુ જેણે સૌથી વધુ મદદ કરી હોય તો તે યુવરાજનો મિત્રતાભર્યો સ્વભાવ છે. તે જ્યાં પણ હોય, પોતાનું એક ગ્રુપ બનાવી લેતો હતો અને વાર્તાઓ કહેવાનું શરૂ કરી દેતો હતો. હંમેશા મસ્તી-મજાક કરવી તેનો સ્વભાવ હતો. તેના બહુ મિત્રો હતા, તેના ચાહકવર્ગની કમી ન હતી. આ જ વાત તેને કેન્સરમાંથી બહાર આવામાં મદદગાર સાબિત થઇ હતી. બીજી એક મહત્વની વાત યુવીનું એક્સેપટન્સ છે. વાસ્તવમાં તે કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરતો હતો અને પછી તેનો સામનો કરવા તૈયાર થઇ જતો હતો.

યુવીને તકલીફમાં જોયો, પરંતુ નિરાશ નહીં
રોહતગી કહે છે કે સારવાર દરમિયાન યુવીને તકલીફમાં ઘણી વાર જોયો છે, પરંતુ નિરાશ થતા ક્યારેય જોયો નથી. તેનું મોટું કારણ એ કે છે કેન્સરને હરાવવા માટે તેની પાસે સકારાત્મક વિચાર શક્તિ હતી. તેને ખબર હતી કે તે રોગમાંથી સ્વસ્થ થશે અને ફરી ક્રિકેટ રમશે. સારવાર દરમિયાન તેનો સમય મિત્રો સાથે વાતચીત કરવામાં, ટેબલ ટેનિસ રમવામાં અને ટીવી પર કોમેડી શો જોવામાં જતો હતો. જોકે ત્યાં પણ તે સૌથી વધુ સમય ક્રિકેટને આપતો હતો. તેનો સૌથી વધુ ટાઈમ ટીવી પર ક્રિકેટ જોવામાં જતો હતો.

કેમેરો લગાવીને ભાઈબંધની મસ્તી કરતો હતો
એક કિસ્સો યાદ કરતા ડો. રોહતગી કહે છે કે, મારો એક મિત્ર છે, પારુલ ચડ્ડા. તે બહુ સારો ટેબલ ટેનિસ પ્લેયર છે. યુવી પણ સારું ટેબલ ટેનિસ રમે છે. પારુલ પોતાને ટેબલ ટેનિસમાં ચેમ્પિયન સમજે છે. એક દિવસ બંને વચ્ચે મેચ થઇ અને યુવરાજે તેને ઘણી વાર હરાવ્યો હતો. પારુલે કહ્યું કે અત્યારે તું બીમાર છો એટલે હું હારી ગયો, જે દિવસે તું સાજો થઇ જઈશ ત્યારે આપણે મેચ રમીશું. તે પછી યુવરાજે એક દિવસ પારુલને ફોન કર્યોને કહ્યું કે હું આજે સ્વસ્થ અનુભવ કરી રહ્યો છું, આવીજા મેચ રમ્યે. તે દિવસે પણ યુવીએ પારુલને અનેક મેચમાં હરાવ્યો. તે દિવસે પારુલે કહ્યું કે લોકોને યુવરાજથી પ્રેમ છે એટલે તે તેને હરાવવા માગતો નથી. યુવરાજને એક આઈડિયા આવ્યો, તેણે કહ્યું અહિયાં કેમેરા લગાઓ અને પારુલને બોલાવો, આપણે તેને મસ્તી કરીશું. તેણે તે દિવસે પારુલની બહુ મસ્તી કરી અને કેમેરામાં રેકોર્ડ પણ કર્યું.

કેન્સર થયો તો લાગ્યું કે આસમાનથી જમીન પર આવી ગયો
યુવરાજે પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, 2011નો વર્લ્ડકપ જીતવો, મેન ઓફ ધ સિરીઝ બનવું અને 4 વાર મેન ઓફ ધ મેચ જીતવો સપના જેવું હતું. તે પછી મને કેન્સર થયું હતું. તે આસમાન પરથી જમીનમાં આવવા જેવું હતું. તે વખતે હું મારી કરિયરના પીક પર હતો. ત્યારે મારો પરિવાર, મારા ફેન્સ મારી સાથે હતા. મારા પરિવારે મને ઘણી હિમ્મત આપી હતી. કેન્સરથી જંગ જીતવા માટે ડો. રોહતગી અને અમેરિકાના ડોક્ટર લોરેન્સનો આભાર માનું છું. કેન્સરની લડાઈ જીત્યા પછી બીજી વસ્તુઓ પર ફોક્સ કરવાનો ચાન્સ મળ્યો હતો. મેં કેન્સર પીડિતોની મદદ માટે યુવી કેન નામના એક ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી.

X
Yuvraj's doctor said, It was understood in the first interview that he would return to the ground

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી