વર્લ્ડકપ / ઓસ્ટ્રેલિયાને પડકાર આપવા પ્રયત્ન કરશે પાકિસ્તાન, સ્ટોઈનિસની ઇજાએ કાંગારુંની પરેશાનીમાં વધારો કર્યો

World Cup 2019: Today 17th match Australia vs Pakistan at County ground

  • માર્કસ સ્ટોઈનિસ ઇજાના લીધે મેચની બહાર, કાંગારુંના ટીમ કોમ્બિનેશન ઉપર સીધી અસર
  • પાકિસ્તાન વિરુદ્ધ ગ્લેન મેક્સવેલ 55ની એવરેજથી બેટિંગ કરે છે, 15માંથી 7 ઇનિંગ્સમાં 50 કરતા વધુનો સ્કોર કર્યો

Divyabhaskar.com

Jun 12, 2019, 09:02 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 17મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે એકબીજા સામે ટકરાશે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન 9 વાર એકબીજા સામે રમ્યા છે. ઓસ્ટ્રેલિયા 5 વાર જીત્યું છે, જયારે પાકિસ્તાન 4 વાર જીત્યું છે. ઓસ્ટ્રેલિયાનો હાથ વર્લ્ડકપમાં ઉપર રહ્યો છે, તેણે પાકિસ્તાનને 1999ના વર્લ્ડકપની ફાઇનલમાં પણ હરાવ્યું હતું. જોકે ઇંગ્લેન્ડને હરાવ્યા પછી પાકિસ્તાને સાબિત કરી દીધું છે કે પોતાના દિવસે તે કોઈને પણ હંફાવી શકે છે. વરસાદની સંભાવના હોવાથી ફાસ્ટ બોલર્સને પીચ પરથી ફાયદો થાય તેવી શક્યતા વધારે છે.

સ્ટોઈનિસની ઇજાએ ઓસ્ટ્રેલિયાનું કોમ્બિનેશન બગાડ્યું
માર્કસ સ્ટોઈનિસ ઇજાના લીધે આ મેચની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ શૌન માર્શને રમાડવો કે ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનને તે પ્રશ્નનો જવાબ કેપ્ટ્ન ફિન્ચ અને કોચ લેંગર જરૂર શોધતા હશે. જો તે ફાસ્ટ બોલરને રમાડે તો ટીમની બેટિંગ લાઈન-અપ ટૂંકી થઇ જાય અને માર્શને રમાડે તો મેક્સવેલ ટીમમાં પાંચમો બોલર બની જાય છે.

પાકિસ્તાન શાહિન આફ્રિદીને તક આપી શકે છે
વરસાદના લીધે ફાસ્ટ બોલર્સને મદદ મળતી હોવાના લીધે પાકિસ્તાન ડાબોડી ફાસ્ટ બોલર શાહિન આફ્રિદીને તક આપી શકે છે. તે નવા બોલને સ્વિંગ કરાવવામાં મહારત છે. જોકે તેને ટીમમાં સ્થાન આપવા કદાચ વહાબ રિયાઝને બહારનો રસ્તો બતાવવો પડે, જે પાકિસ્તાન માટે સરળ રહેશે નહીં. બંને ટીમ જયારે 2015ના વર્લ્ડકપમાં ટકરાઈ હતી ત્યારે વહાબનો વોટ્સન સામેનો સ્પેલ વર્લ્ડકપની ટૂર્નામેન્ટનો સૌથી યાદગાર સ્પેલમાંથી એક બની રહ્યો હતો.

વેધર અને પીચ રિપોર્ટ: હવામાન વિભાગે બુધવારે ધીમા વરસાદની આગાહી કરી છે. આ મેદાન ઉપર રમાયેલી પહેલી મેચ વરસાદના લીધે 41 ઓવરની કરવામાં આવી હતી. બીજી મેચમાં ન્યુઝિલેન્ડે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. તાપમાન 12થી 21 ડિગ્રી સુધી રહી શકે છે. ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ કરી શકે છે.

નંબર ગેમ:

  • નેથન કુલ્ટર નાઇલ અને શાદાબ ખાન બંને 50 વનડે વિકટથી 1 વિકેટ દૂર છે
  • પાકિસ્તાન સામે ગ્લેન મેક્સવેલ 55ની એવરેજથી બેટિંગ કરે છે જે એના કરિયરની કોઈ પણ ટીમ સામેની શ્રેષ્ઠ એવરેજ છે. તેણે 15માંથી 7 ઇનિંગ્સમાં 50થી વધુનો સ્કોર રજીસ્ટર કર્યો છે.
  • પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લે 8 વર્ષ પહેલા જીતી હતી
X
World Cup 2019: Today 17th match Australia vs Pakistan at County ground

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી