પ્રિવ્યુ / દક્ષિણ આફ્રિકાને વેસ્ટ ઇન્ડિઝ સામે વર્લ્ડકપ 2019ની પહેલી જીતની તલાશ

World Cup 2019 head to head South Africa vs West Indies preview match

  • ટૂર્નામેન્ટમાં આફ્રિકાએ હજી સુધી જીતનો સ્વાદ ચાખ્યો નથી, ભારત, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર્યું છે
  • 2003 પછી વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકા સામે જીત્યું નથી
  • દ.આફ્રિકા પહેલી વાર વર્લ્ડકપમાં સતત 3 મેચ હાર્યું છે, છેલ્લે તેઓ સતત 4 વનડે ઑગસ્ટ 2008માં હાર્યા હતા

Divyabhaskar.com

Jun 10, 2019, 09:31 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 2019ના વર્લ્ડકપની 15મી મેચમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સાઉથહેમ્પટન ખાતે એકબીજા સામે ટકરાશે. ટૂર્નામેન્ટમાં બંને ટીમ અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, દક્ષિણ આફ્રિકાએ તેમાંથી 4માં જીતનો સ્વાદ ચાખ્યો છે, જયારે 2 વાર હાર્યું છે. તાજેતરના ફોર્મને જોતા 2003 પછી પહેલી વાર દ. આફ્રિકાની ટીમને ફેવરિટ કહેવામાં પંડિતોને તકલીફ પડી રહી છે. 3માંથી 3 મેચ હાર્યા પછી ફાફ ડુ પ્લેસીસને આગામી 6માંથી 5 મેચ જીતવી જરૂરી છે, જયારે ઓસ્ટ્રેલિયા સામે જીતેલી બાજી ગુમાવ્યા છતાં વિન્ડીઝ પ્રમાણમાં વધુ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે.

પીચ રિપોર્ટ: દિવસની શરૂઆતમાં વરસાદ પડી શકે છે, પરંતુ તેની મેચના રિઝલ્ટ પર કોઈ અસર નહીં થાય. આ મેચ માટે ગયા મહિને ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમનાર મેચવાળી પીચનો ઉપયોગ થશે. તેમાં ઇંગ્લેન્ડના 373 રનના જવાબમાં પાકિસ્તાને 361 રન કર્યા હતા. હાઈસ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય છે, તે સાથે જ સ્પિનર્સને ફાયદો થઇ શકે તેમ છે.

મેચની પૂર્વ સંધ્યાએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાએ કહ્યું હતું કે, તેની ટીમને ભરોસો છે કે તેઓ હજી પણ ટૂર્નામેન્ટમાં કમબેક કરી શકે છે. તેણે કહ્યું કે અમે હાર નથી માની અને આ મેચમાં જોરદાર વાપસી કરવા તૈયાર છીએ. જયારે વેસ્ટ ઇન્ડિઝના આસિસ્ટન્ટ કોચ રોદિક એસ્ત્વિકે કહ્યું કે અમારા બોલર્સના પ્રદર્શનથી અમે ખુશ છીએ અને આ મેચ માટે ક્રિસ ગેલ અને આન્દ્રે રસેલ બંને ફિટ છે.

દક્ષિણ આફ્રિકા પોતાની ટીમમાં હાશિમ આમલાની જગ્યાએ એડન માર્કર્મ અને ટાબરેઝ શમ્સીની જગ્યાએ બ્યુરોન હેન્ડ્રિક્સને રમાડી શકે છે. જયારે વિન્ડીઝ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કરે તેમ જણાતું નથી.

નંબર ગેમ:

  • 2003ના વર્લ્ડકપ પછી વેસ્ટ ઇન્ડિઝ દક્ષિણ આફ્રિકા સામે ટૂર્નામેન્ટમાં જીત્યું નથી.
  • ગેલને દ. આફ્રિકા વિરુદ્ધ 1 હજાર રન પૂરા કરવા 15 રનની જરૂર છે,
  • દ.આફ્રિકા પહેલી વાર વર્લ્ડકપમાં સતત 3 મેચ હાર્યું છે, છેલ્લે તેઓ સતત 4 વનડે ઑગસ્ટ 2008માં હાર્યા હતા
X
World Cup 2019 head to head South Africa vs West Indies preview match
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી