પ્રિવ્યુ / ફોર્મ માટે ઝઝૂમી રહેલી શ્રીલંકા સામે બાંગ્લાદેશ વર્લ્ડકપમાં જીતનું ખાતું ખોલાવવા તૈયાર, મેચમાં વરસાદની સંભાવના

World Cup 2019 head to head Bangladesh vs Sri Lanka preview

  • બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણેય મેચ શ્રીલંકાએ જીતી છે
  • બ્રિસ્ટોલ ખાતે શ્રીલંકા- પાકિસ્તાનની મેચ વરસાદના લીધે રદ થઇ હતી, આજે ફરી વરસાદ વિલન બની શકે છે
  • શાકિબ અલ હસનની ઇજા બાંગ્લાદેશ માટે ચિંતાનો વિષય, રમશે કે નહીં તે નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે

Divyabhaskar.com

Jun 11, 2019, 09:13 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 16મી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ એકબીજા સામે બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ટકરાશે. વર્લ્ડકપમાં બંને ટીમ 3 વખત એકબીજા સામે રમી છે અને ત્રણેય વખત લંકાએ બાંગ્લા વિરુદ્ધ જીત મેળવી છે. જોકે તાજેતરના ફોર્મને જોતા બાંગ્લાદેશ બાજી મારી શકે છે. શ્રીલંકાએ આ ટૂર્નામેન્ટમાં 3 મેચ રમી છે, 1 જીતી, 1 હારી અને 1 રદ થઇ હતી. તેમણે અફઘાનિસ્તાન સામે મેચ જીતી, જ્યારે કિવિઝ સામે હારનો સામનો કર્યો હતો. બીજી તરફ બાંગ્લાદેશ કિવિઝ અને ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામે જીત્યું હતું. બાંગ્લાદેશ માટે શાકિબ અલ હસનની ઇજા ચિંતાનો વિષય છે. તે ગઈ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ગઈ કાલે પ્રેકિટસ સેશનમાં ભાગ લીધો ન હતો. તે રમશે કે નહીં તે નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.

બાંગ્લાદેશની બેટિંગ પ્રમાણમાં વધુ મજબૂત દેખાઈ રહી છે: બંને ટીમની સરખામણીએ બાંગ્લાદેશની બેટિંગ પ્રમાણમાં વધુ મજબૂત દેખાઈ રહી છે. છેલ્લા 1 વર્ષમાં રમેલી 22 મેચમાંથી શ્રીલંકા 13 વાર ઓલઆઉટ થઇ ચૂક્યું છે. અફઘાનિસ્તાન સામે સારી શરૂઆત મળ્યા છતાં તેઓ માત્ર 205 રન જ કરી શક્યા હતા. તેમની બેટિંગ લાઈન-અપમાં અનુભવની કમી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. છેલ્લી 22માંથી માત્ર 4 મેચમાં તેઓ 300નો આંક વટાવી શક્યા છે.

છેલ્લા 1 વર્ષમાં બંને ટીમ 2-2 મેચ જીતી: છેલ્લા 1 વર્ષમાં બંને ટીમ 4 મેચ રમી છે અને 2-2 મેચ જીતી છે. એશિયા કપમાં મુશફિકર રહીમની સદીની મદદથી બાંગ્લાએ લંકાએ હરાવ્યું હતું. તે પહેલા 2018ની શરૂઆતમાં લંકાએ 3 મેચની સિરીઝમાં બાંગ્લાને 2-1થી માત આપી હતી.

પીચ અને વેધર રિપોર્ટ: બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે આજે વરસાદની સંભાવના છે. આખા મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આ ગ્રાઉન્ડ ખાતે અંતિમ મેચ વરસાદના લીધે રદ થઇ હતી. છેલ્લી 17માંથી 10 મેચ બીજી બેટિંગ કરનાર ટીમ જીતી છે. શરૂઆતમાં પીચ ફાસ્ટ બોલર્સને મદદ કરી શકે છે.

નંબર ગેમ:

  • બ્રિસ્ટોલ ખાતે લંકા ત્રણ મેચ રમ્યું અને બધી હાર્યું છે, બાંગ્લાદેશ એક જ વનડે રમ્યું અને જીત્યું છે
  • બાંગ્લાદેશના કપ્તાન મશરફે મોર્તઝાએ છેલ્લી 5 વનડેમાં માત્ર 1 વિકેટ ઝડપી છે
  • શાકિબ અલ હસન 6 હજાર વનડે રનથી 23 રન દૂર છે
  • લસિથ મલિંગા વર્લ્ડકપમાં 50 વિકેટના માઈલસ્ટોનથી 4 વિકેટ દૂર છે
X
World Cup 2019 head to head Bangladesh vs Sri Lanka preview
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી