તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • When Cricketers Can't Do Something, They Try To Justify By Giving Strange Logic: Andrew Strauss

ક્રિકેટર જે કામ નથી કરી શકતા, તેને તેઓ વિચિત્ર પ્રકારના તર્ક આપીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતા હોય છે : એન્ડ્ર્યુ સ્ટ્રૉસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૉયલ મેલ પોસ્ટબૉક્સ સર્વિસ ઈંગ્લેન્ડની સૌથી જુની ટપાલ સેવા છે. દેશના ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાની ખુશીમાં રૉયલ મેલ સર્વિસે પોતાના તમામ પોસ્ટબોક્સ પર સ્ટમ્પ અને બેટ-બોલની પેન્ટિંગ કરી છે.
  • 2015ની હાર બાદ સ્ટ્રૉસે જ ઈયાન મોર્ગન સાથે મળી 2019ની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી
  • પૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ સ્ટ્રૉસ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ડિરેક્ટર રહી ચૂક્યો છે

એન્ડ્રુ સ્ટ્રૉસ, લંડન: આપણા સારા અને ખરાબ તમામ પ્રકારના સત્યનો સ્વિકાર કરવો શાનદાર ભવિષ્ય અને આગળ વધવાનું પ્રથમ ડગલું હોય છે. આ જ વિચાર ઈંગ્લેન્ડ ટીમના વર્લ્ડ કપ વિજય તરફ આગળ વધવાનું મોટું ડગલું રહ્યું. મને યાદ છે કે ટીમનું 2015 વર્લ્ડ કપમાં પ્રદર્શન જોઈ હું નિરાશ હતો, નારાજ હતો. જે પછી શાંત મગજ સાથે વિચાર્યું તો સમજમાં આવ્યું કે અમારી રમવાની સ્ટાઈલ તો છોડો, વિચારવાની પદ્ધતિ પણ ખોટી હતી. આ ખોટ 2015 જ નહીં, 2011 અને 2007ના વર્લ્ડ કપમાં પણ જોવા મળી હતી, જ્યારે હું ટીમમાં હતો. ત્યારે અમે ખામીઓની અવગણના કરી અને તેનું પરિણામ ભોગવ્યું હતું. 

ક્રિકેટર્સની એક ખરાબ ટેવ હોય છે કે તેઓ જે કામ નથી કરી શકતા તેને ખોટા તર્ક આપીને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. મને હજુપણ 2007 વર્લ્ડ કપની એક વાત યાદ છે. 'ફોર-સિક્સ ના ફટકારી શકવાના કારણે નિરાશ થવાની જરૂર નથી. 2-3 રન પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે.' હવે એ‌વું લાગે છે કે અમે પોતાની ઓલ્ડ ફેશન બેટિંગની પ્રશંસા કરી રહ્યાં હતા. ટેસ્ટ ખેલાડીઓથી ભરપુર ટીમ લઈ અમે વન-ડે વર્લ્ડ કપ જીતવા ઉતર્યા હતા. એ પણ ત્યારે જ્યારે વન-ડે પર ટી-20ની અસર થઈ ચૂકી હતી. 

2015 વર્લ્ડ કપ પૂર્ણ થવા પર હું ટીમ ડિરેક્ટર હતો. ઈયાન મોર્ગન કેપ્ટન હતો અને અમને તેની પર ભરોસો હતો. અમે બંને મળીને ટીમમાં એવા ખેલાડીઓ લાવવાનું નક્કી કર્યું જે મોર્ડન ડે ક્રિકેટની જરૂરિયાતો પૂર્ણ કરી શકે. એવા બોલર, જે પેસ અન સ્વિંગથી બેટ્સમેનને ડરાવવા સક્ષમ હોય. એવા બેટ્સમેન, જે આક્રમક સ્ટાઈલમાં મેચ પલટી શકવાની ક્ષમતા ધરાવતા હોય. હવે કહી શકાય છે કે, અમે સફળ થયા. એક બીજી વાત- જ્યારે અમે 2005માં એશિઝ જીત્યા હતા, ત્યારે પણ દેશમાં ક્રિકેટ અંગે આવો જ માહોલ હતો, જેવો આજે છે. આજે ફરી તક છે અને અમારે પ્રયાસ કરવો જોઈએ કે દેશમાં રમત અંગે એક કલ્ચર પેદા કરી શકીએ. જેથી આ જીત આવનારા સમયમાં ઘણા ઐતિહાસિક વિજયનો પાયો બની શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો