વર્લ્ડકપ / બાંગ્લાદેશે વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટે હરાવ્યું, આ સીઝનમાં પહેલી વાર 300થી વધુનો ટાર્ગેટ ચેઝ થયો

West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes

 • વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 321 રન બનાવ્યા, હોપ, હેટમાયર અને લુઈસે ફિફટી મારી 
 • જવાબમાં બાંગ્લાદેશ 41.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો, શાકિબે સદી ફટકારતા 99 બોલમાં 124* રન કર્યા
 • આ મેચ પહેલા ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ સામે સૌથી વધુ 245 રન ચેઝ કર્યા હતા
 • બાંગ્લાદેશ વેસ્ટ ઇન્ડિઝ સામે વર્લ્ડકપમાં પ્રથમ વાર મેચ જીત્યું

Divyabhaskar.com

Jun 17, 2019, 11:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 23મી મેચમાં સોમવારે બાંગ્લાદેશે 2 વાર વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. ટાઉનટન ખાતે 322 રનનો પીછો કરતા બાંગ્લાદેશે 51 બોલ રાખીને મેચ જીતી હતી. વર્લ્ડકપમાં આ બાંગ્લાદેશની વિન્ડીઝ વિરુદ્ધ પહેલી જીત છે. આ પહેલા તે ત્રણ મેચ હાર્યું હતું, જયારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બાંગ્લાદેશે આ જીત સાથે જવ આ વર્લ્ડકપમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ પહેલા કિવિઝે તેની સામે 245 રન ચેઝ કર્યા હતા.

બાંગ્લાદેશ માટે રનચેઝમાં શાકિબ અલ હસને 99 બોલમાં 16 ચોક્કાની મદદથી 124 રન કર્યા હતા. જયારે લિટન દાસે 69 બોલમાં 8 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 94 રન કર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. વિન્ડીઝ માટે આન્દ્રે રસેલ અને ઓશેન થોમસે 1-1 વિકેટ લીધી હતી.

એમ રહીમ 1 રને ઓશેન થોમસની બોલિંગમાં કીપર હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તમીમ ઇકબાલને શેલ્ડન કોટરેલ અદભુત રીતે રનઆઉટ કર્યો હતો. ઇકબાલે 53 બોલમાં 48 રન કર્યા હતા. તે પહેલા સૌમ્ય સરકાર 29 રને આન્દ્રે રસેલની બોલિંગમાં ક્રિસ ગેલના હાથે કેચ આઉટ થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 321 રન કર્યા

વર્લ્ડકપની 23મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશને મેચ જીતવા 322 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ માટે ઓપનર એવીન લુઈસ અને શાઈ હોપે શાનદાર બેટિંગ કરતા બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. બંનેએ અનુક્રમે 70 અને 96 રન કર્યા હતા. હોપની બાંગ્લાદેશ સામે આ 10મી ઇનિંગ્સ હતી અને તેણે 7મી વખત તેમની સામે 50 ઉપરનો સ્કોર રજીસ્ટર કર્યો હતો. તે બંને સિવાય શિમરોન હેટમાયરે પણ 26 બોલમાં 50 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદીને 3-3 વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડકપમાં હજી સુધી 300થી વધુનો ટાર્ગેટ ચેઝ થયો નથી.

શાઈ હોપ વિરુદ્ધ બાંગ્લાદેશ:

 • મેચ: 10
 • રન: 758
 • એવરેજ: 94.75
 • સ્ટ્રાઇક રેટ: 83.57
 • 100/50: 3 / 4

વેસ્ટ ઈન્ડિઝે 40 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 243 રન કર્યા છે

વેસ્ટ ઇન્ડિઝે 40 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 243 રન કર્યો છે. શાઈ હોપ 82 રને અને જેસન હોલ્ડર 0 રને રમી રહ્યા છે. મુસ્તફિઝુર રહેમાને એક જ ઓવરમાં શિમરોન હેટમાયર અને આન્દ્રે રસેલને આઉટ કર્યા હતા. બંને અનુક્રમે 50 અને 0 રન કર્યા હતા. નિકોલસ પૂરન શાકિબની બોલિંગમાં સૌમ્ય સરકારના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 30 બોલમાં 25 રન કર્યા હતા. તે પહેલા એવીન લુઈસ શાકિબ અલ હસનની બોલિંગમાં લોન્ગ-ઓન પર સિક્સ મારવાના પ્રયાસમાં સબ્બીર રહેમાનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 67 બોલમાં 6 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 70 રન કર્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 32 રન કર્યા

વેસ્ટ ઇન્ડિઝે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 32 રન કર્યો છે. શાઈ હોપ 12 રને અને એવીંન લુઈસ 17 રને રમી રહ્યા છે. ક્રિસ ગેલ શૂન્ય રને મોહમ્મદ શૈફુદીનની બોલિંગમાં કીપર રહીમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલ સુધી ક્રિઝ ઉપર સંઘર્ષ કર્યો હતો.

બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 23મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મોર્તઝાએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. બાંગ્લાદેશની ટીમમાં મોહમ્મદ મિથુનની જગ્યાએ લિટન દાસ રમી રહ્યો છે. જયારે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં કાર્લોસ બ્રેથવેટની જગ્યાએ ડેરેન બ્રાવો રમી રહ્યો છે.

બાંગ્લાદેશની ટીમ: મશરફે મુર્તજા(કેપ્ટન), તમીમ ઈકબાલ , સૌમ્ય સરકાર , શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), લિટન દાસ, મહમુદુલ્લાહ. મોસાદેક હુસૈન , મોહમ્મદ સૈફુદ્દીન, મેહદી હસન અને મુસ્તફિજુર રહમાન

વેસ્ટ ઇન્ડિઝની ટીમ: ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન(વિકેટકીપર), આન્દ્રે રસેલ, જેસન હોલ્ડર(કેપ્ટન), શેનોન ગેબ્રિયલ, શેલ્ડોન કોતરેલ અને ઓશેન થોમસ

X
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
West Indies vs Bangladesh live match upadtes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી