ભારત ઓસ્ટ્રેલિયા મેચ / ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા પહોંચેલા માલ્યાને લોકોએ ઘેર્યા, ચોર-ચોરના નારા લગાવ્યા

  • માલ્યા ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો
  • માલ્યા પર ફ્રોડ, મની લોન્ડ્રિંગનો કેસ છે, તે સપ્ટેમ્બર 2016માં દેશ છોડીને લંડન ચાલ્યો ગયો હતો

Divyabhaskar.com

Jun 10, 2019, 09:15 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેને કહ્યું કે હું અહીં મેચ જોવા આવ્યો છું. માલ્યા આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાંક સમર્થકોએ તેને જોઈને 'ચોર ચોર'ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
માલ્યા ઈંગ્લેન્ડ ગયેલી ભારતીય ટીમને મળવા પણ માગતો હતો, પરંતુ ત્યારે સરકારે તેની મંજૂરી આપી ન હતી. 2017માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માલ્યા ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો હતો, ત્યારે પણ તેને હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો.

માલ્યા પર ભારતીય બેંકના 9 હજાર કરોડ બાકીઃ IPLમાં માલ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો માલિક હતો. હવે તેનો દીકરો સિદ્ધાર્થ માલ્યા આ જવાબદારી સંભાળે છે. માલ્યા વિરૂદ્ધ ફ્રોડ, મની લોન્ડ્રિંગ, ફેમાનું ઉલ્લંઘન સહિતના આરોપ છે. માલ્યા પર ભારતીય બેંકના 9000 કરોડ રૂપિયા ચૂકવવાના પણ બાકી છે. તેની કિંગફિશર એરલાયન્સે બેંક પાસેથી લોન લીધી હતી. માલ્યા 2016માં લંડન ભાગી ગયો હતો. મુંબઈની વિશેષ અદાલતે (PMLA) તેને ભાગેડું જાહેર કર્યો છે. EDએ દેશ-વિદેશમાં તેની સંપત્તિ એટેચ કરી છે. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી