વર્લ્ડકપ ફાઇનલ / ક્રિકેટનું જન્મદાતા ઇંગ્લેન્ડ આખરે 43 વર્ષે 12મા વર્લ્ડકપમાં સુપર ઓવરમાં ટાઈ પછી ચેમ્પિયન

Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield

 • વનડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર સુપર ઓવરમાં પણ ટાઈ, છેવટે બાઉન્દ્રીના આધારે કોઈ ટીમ ચેમ્પિયન બની
 • ઇંગ્લેન્ડે ઇનિંગ્સ દરમિયાન (26 બાઉન્ડરી) કિવિઝ કરતા 9 બાઉન્દ્રી વધુ ફટકારતાં ચેમ્પિયન બન્યું 
 • ટૂર્નામેન્ટમાં 578 રન અને શાનદાર સ્પોર્ટ્સમેનશીપ બદલ કેન વિલિયમ્સન મેન ઓફ ધ સિરીઝ બન્યો 
 • કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 241 રન કર્યા, જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ

Divyabhaskar.com

Jul 15, 2019, 12:33 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે સુપરઓવરમાં ટાઈ પડતા ઇંગ્લેન્ડ પહેલી વાર ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટની શોધ કરનાર ઇંગ્લેન્ડે વનડે વર્લ્ડકપના 43માં વર્ષે અને ટૂર્નામેન્ટની 12મી આવૃત્તિમાં વિજેતા બન્યું છે. બીજી તરફ કિવિઝ સતત બીજા વર્લ્ડ કપમાં રનરઅપ બન્યું છે. મેચમાં ટાઈ પડી હતી અને તે પછી સુપરઓવરમાં પણ ટાઈ પડતા બાઉન્દ્રીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 24 જયારે કિવિઝે 15 બાઉન્દ્રી ફટકારી હતી. 242 રનનો પીછો કરતાં 86 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી બેન સ્ટોક્સ અને જોસ બટલરની 110 રનની ભાગીદારીએ ઇંગ્લિશ ટીમને ટાઇટલ જીતાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

મેચ ટાઈ અને સુપર ઓવર બંનેમાં ટાઈ: 242 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થયું હતું. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 1 ઓવરમાં વિના વિકેટ ગુમાવી 15 રન કર્યા હતા. જવાબમાં કિવિઝે પણ 15 રન જ કર્યા હતા. તે પછી બાઉન્દ્રીના આધારે ઇંગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું. ઇંગ્લેન્ડે મેચમાં 26 જયારે કિવિઝે 17 બાઉન્દ્રી ફટકારી હતી.

સુપરઓવરમાં ઇંગ્લેન્ડની બેટિંગ:

પહેલો બોલ સ્ટોક્સે 3 રન લીધા
બીજો બોલ બટલરે 1 રન લીધો
ત્રીજો બોલ સ્ટોક્સે ચોક્કો માર્યો
ચોથો બોલ સ્ટોક્સે 1 રન લીધો
પાંચમો બોલ બટલરે 2 રન લીધા
છઠો બોલ બટલરે ચોક્કો માર્યો

સુપરઓવરમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ:

પહેલો બોલ વાઈડ
પહેલો બોલ નીશમે 2 રન લીધા
બીજો બોલ નીશમે છગ્ગો માર્યો
ત્રીજો બોલ નીશમે 2 રન લીધા
ચોથો બોલ નીશમે 2 રન લીધા
પાંચમો બોલ નીશમે 1 રન લીધો
છઠો બોલ ગુપ્ટિલે 1 રન લીધો

વનડે વર્લ્ડકપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ:

 • 1992 - માર્ટિન ક્રોવ
 • 1996 - સનથ જયસૂર્યા
 • 1999 - લાન્સ ક્લુઝનર
 • 2003 - સચિન તેંડુલકર
 • 2007 - ગ્લેન મેક્ગ્રાથ
 • 2011 - યુવરાજ સિંહ
 • 2015 - મિચેલ સ્ટાર્ક
 • 2019 - કેન વિલિયમ્સન

જો રૂટ કોલીન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં કીપર લેથમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 30 બોલમાં માત્ર 7 રન કર્યા હતા. ડોટ બોલનું દબાણ અનુભવતાં તે રનરેટ સુધારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. કિવિઝે 10મી, 11મી અને 12મી ઓવર મેડન નાખી હતી. તેમાંથીએ હેનરીએ 2 અને ગ્રાન્ડહોમે 1 ઓવર નાખી હતી. જેસન રોય 17 રને મેટ હેનરીની બોલિંગમાં કીપર લેથમના હાથે કેચ આઉટ થયો હતો.

જીવનદાન: કોલીન ગ્રાન્ડહોમે પોતાની બોલિંગમાં જોની બેરસ્ટોનો કેચ છોડ્યો હતો.

રોય અમ્પાયર્સ કોલના લીધે પહેલા બોલે બચ્યો: ટ્રેન્ટ બોલ્ટના પહેલા બોલમાં ઇનસ્વિંગરમાં રોય બેટ અને બોલનું સંગમ કરાવી શક્યો ન હતો. કિવિઝે એલબીડબ્લ્યુ માટે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયર્સ કોલ આવતા રોય બચી ગયો હતો. જો અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત તો તે આઉટ થઇ ગયો હોત.

કિવિઝે પ્રથમ દાવમાં 241 રન કર્યા

વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં લોર્ડ્સ ખાતે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને 242 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કિવિઝ માટે ઓપનર હેનરી નિકોલ્સે સર્વાધિક 55 રન કર્યા હતા. તેણે પોતાના વનડે કરિયરની 9મી ફિફટી ફટકારતાં 77 બોલની ઇનિંગ્સ દરમિયાન 4 ચોક્કા ફટકાર્યા હતા. તે સિવાય મિડલ ઓર્ડરમાં વિકેટકીપર ટોમ લેથમે 56 બોલમાં 2 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 47 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે ક્રિસ વોક્સ અને લિયમ પ્લન્કેટે 3-3 વિકેટ લીધી હતી.

જયારે વર્લ્ડ કપની ફાઇનલમાં 2 બોલર્સે 3-3 વિકેટ લીધી હોય:

 • ગાર્નર અને ક્રોફ્ટ, 1979 - જીત્યા
 • અમરનાથ અને મદનલાલ, 1983- જીત્યા
 • વસીમ અને મુસ્તાક, 1992- જીત્યા
 • ફોકનર અને જોન્સન, 2015 - જીત્યા
 • પ્લન્કેટ અને વોક્સ, 2019- જીત્યા

ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ:

 • 20 જોફ્રા આર્ચર (2019)
 • 18 માર્ક વુડ (2019)
 • 16 ક્રિસ વોક્સ (2019)
 • 16 ઇયાન બોથમ (1992)
 • 14 એન્ડ્રુ ફ્લિન્ટોફ (2007)

ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતાં પૂરી 50 ઓવર્સ રમ્યા પછી સૌથી ઓછા રનની સૂચિમાં કિવિઝ ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્તપણે પ્રથમ સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 7 વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા અને મેચ હાર્યું હતું.

વિલિયમ્સન અને ગુપ્ટિલ નિષ્ફ્ળ રહ્યા

કેપ્ટન કેન વિલિયમ્સન ફાઇનલમાં અપેક્ષા મુજબ દેખાવ ન કરી શક્યો હતો. તેણે સંઘર્ષ કરતાં 53 બોલમાં 30 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યું ન હતું. જયારે ઓપનર માર્ટિન ગુપ્ટિલે 18 બોલમાં 19 રન કર્યા હતા. તે બંને નિષ્ફ્ળ જતાં કિવિઝ ધાર્યા મુજબ રન નોંધાવી શક્યા ન હતા.

રોઝ ટેલર માર્ક વુડની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે 31 બોલમાં 15 રન કર્યા હતા.કિવિઝ પાસે રિવ્યુ બાકી ન હતાં, રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પની ઉપરથી જઈ રહ્યો હતો અને ટેલર નોટઆઉટ હતો. ઓપનર હેનરી નિકોલ્સે વનડેમાં 9મી ફિફટી ફિફટી ફટકારી હતી. તે લિયમ પ્લન્કેટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલાં કેન વિલિયમ્સન લિયમ પ્લન્કેટની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 53 બોલમાં 30 રન કર્યા હતા. તે કેપ્ટન તરીકે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો છે. ઇંગ્લેન્ડે રિવ્યુ લઈને કેનને આઉટ કર્યો હતો.

માર્ટિન ગુપ્ટિલ ક્રિસ વોક્સની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. બોલ પીચ થઈને અંદર આવ્યો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. તેણે 18 બોલમાં 19 રન કર્યા હતા.

નિકોલ્સ રિવ્યુ દ્વારા બચ્યો: અમ્પાયર કુમાર ધર્મસેનાએ ક્રિસ વોક્સની બોલિંગમાં હેનરી નિકોલ્સને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો હતો. જોકે નિકોલ્સે રિવ્યુ લીધો હતો. બોલ ટ્રેકરમાં સ્પષ્ટ હતું બોલ સ્ટમ્પને અડતો ન હતો, તેથી અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી

વર્લ્ડકપ 2019ની ન્યૂઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચેની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ ખાતે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બેટિંગ લીધી છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. અત્યાર સુધીની 11 વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ 4 વાર ચેમ્પિયન બની અને ટોસ હારનાર 7 વાર ચેમ્પિયન બની છે. છેલ્લી 5માંથી 4 ફાઇનલમાં ટોસ હારનાર ટીમ ચેમ્પિયન બની હતી.

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની શરૂઆતમાં તેની સરખામણી 1992ના વર્લ્ડ કપ સાથે કરવામાં આવી હતી. રાઉન્ડ રોબિન ફોર્મેટ ઉપરાંત બંને કપમાં પાકિસ્તાનના દેખાવની સમાનતાએ ક્રિકેટરસિકોને જલસો કરાવી દીધો હતો. તેમાં વધુ એક સમાનતા સામે આવી છે જેની બહુ ઓછા લોકોને ખબર હશે. 1992 અને 2019 એવા 2 વર્લ્ડકપ છે, જેમાં ચેમ્પિયન બનનાર ટીમ ટૂર્નામેન્ટમાં 3 મેચ હાર્યું હશે. 1992માં પાકિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ, ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું. આ વખતે ઇંગ્લેન્ડ પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, જયારે કિવિઝ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું.

લોર્ડ્સ ખાતેની છેલ્લી ચારેય મેચ પ્રથમ બેટિંગ જીત્યું અને દરેક મેચમાં જીતનો માર્જિન વધતો ગયો છે

 • પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49 રને હરાવ્યું
 • ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 64 રને હરાવ્યું
 • ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 86 રને હરાવ્યું
 • પાકિસ્તાને બાંગ્લાદેશને 94 રને હરાવ્યું

કિવિઝ વિલિયમ્સન પર નિર્ભર છે, ઇંગ્લેન્ડનો જો રૂટ ચાવીરૂપ ભૂમિકા ભજવવા સક્ષમ: જો રૂટ અને કેન વિલિયમ્સન વચ્ચે ટૂર્નામેન્ટમાં માત્ર 1 રનનો તફાવત છે. તેમ છતાં તેમની ટીમ પણ તેમના રનનો ઈમ્પૅક્ટ અલગ છે. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ કરતાં 1029 રન વધારે કર્યા છે. ઇંગ્લેન્ડે કિવિઝના 1913 રનની સરખામણીએ 2942 રન કર્યા છે. વિલિયમ્સને પોતાની ટીમના 30% રન કર્યા છે, જયારે રૂટે 20% રન કર્યા છે. કિવિઝ માટે વિલિયમ્સન રન કરે તે જરૂરી છે, બીજી તરફ રૂટ ક્રિઝ પર ઉભો રહે તે ઇંગ્લેન્ડ માટે બહુ જરૂરી છે. રૂટ વિરુદ્ધ વિલિયમ્સનના શૉમાં જે જીતે તેની ટીમ ટૂર્નામેન્ટ જીતે તેવું કહી શકાય છે.

X
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
Toss delayed due to wet outfield
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી