વર્લ્ડકપ / સ્ટમ્પ્સ પર 'જીંગ બેલ્સ' લાગી, જેમાં ફ્લેશ લાઈટિંગથી બેલ્સ ભારે થઈ

બુમરાહની બોલિંગમાં સ્ટમ્પ પર બોલ વાગ્યો પરંતુ બેલ્સ પડી નહીં.
બુમરાહની બોલિંગમાં સ્ટમ્પ પર બોલ વાગ્યો પરંતુ બેલ્સ પડી નહીં.
The arrival of zing bails means the weight of bails has increased because of flash ligting

  • અત્યાર સુધી વર્લ્ડ કપમાં 5 વાર બોલ અડ્યા બાદ પણ બેલ્સ પડી નહીં 
  • ભારત વિરુદ્ધ ડેવિડ વોર્નરની બેલ્સ પડી નહોતી
  • બેલ્સ પડવા પર જ ખેલાડીને આઉટ આપવામાં આવે છે

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી

Jun 11, 2019, 05:01 PM IST

એજન્સી, નવી દિલ્હી: રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની બીજી ઓવરમાં જસપ્રિત બુમરાહની સામે ડેવિડ વોર્નર હતો. બુમરાહની બોલિંગમાં બોલ વોર્નરના બેટને અડ્યા બાદ સ્ટમ્પ્સને અડીને નીકળી ગયો હતો. બેલ્સ હલી તો ખરી પણ પડી નહીં અને નિયમ અનુસાર આઉટ થવા માટે બેલ્સનું પડવું જરૂરી છે. ઉત્સાહિત ટીમ ઈન્ડિયા આ ઘટનાના કારણે નિરાશ થઈ. વર્લ્ડ કપમાં અત્યારસુધી રમાયેલી 14 મેચમાં આ પાંચમી ઘટના છે, જ્યારે કોઈ બોલરનો બોલ વિકેટને વાગ્યો છતાં બેલ્સ પડી નહીં, જેથી બેટ્સમેનો આઉટ થયા નહીં. અગાઉથી બેટ્સમેનોની તરફેણમાં જતી રમતમાં આ ઘટનાઓએ ચિંતા વધારી છે. આની પાછળ કારણ શું છે, આઈસીસીનો નિયમ શું કહે છે, જાણો તમામ વાતો.... આ ઘટનાઓનું કારણ શું? : ફ્લેશ લાઈટ્સના કારણે બેલ્સનું વજન વધ્યું

વર્લ્ડ કપમાં ખાસ જીંગ બેલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર ફ્લેશ લાઈટ્સ લાગેલી છે. જેનાથી બેલ્સનું વજન વધી ગયું છે. ફિન્ચે કહ્યું હતું કે,'મને લાગે છે કે નવી લાઈટવાળા સ્ટમ્પ્સની બેલ્સ કંઈક વધુ જ ભારે થઈ છે. તેથી તેને પાડવામાં તાકાત લગાવવી પડે છે.' સ્ટમ્પ્સની ઉપર બેલ્સ જે હોલ્સમાં મુકવામાં આવે છે તે આ વખતે થોડા વધુ ઊંડા બનાવવામાં આવ્યા છે. તેના કારણે બેલ્સ તેમાં જ ફસાઈ રહે છે.

પહેલા વિકેટ પર ન કોટિંગ હતું, ના તો બેલ્સમાં લાઈટ
હવે સ્ટમ્પ્સ પર ટૂર્નામેન્ટ અને સ્પોન્સરના લોગોની કોટિંગ લગાવાય છે. વર્ષ 2000 સુધી તો ના કોટિંગ કે લોગો લગાવવામાં આવતા હતા, ના તો બેલ્સમાં લાઈટ્સનો ઉપયોગ થતો હતો.

આઈસીસીએ કહ્યું: વજન તો સામાન્ય જ છે
જોકે આઈસીસી બેલ્સની આ સમસ્યાને માનવા તૈયાર નથી. તેનું કહેવું છે કે, આ બેલ્સનું વજન સામાન્ય બેલ્સ અને ઝડપી પવન ફૂંકાતા હોય ત્યારના દિવસે રખાતી વજનદાર બેલ્સ જેટલું જ છે.

જ્યારે બેલ્સ નથી પડી, ત્યારે બોલિંગ ટીમ જ જીતી છે
બેલ્સ ના પડવું એક રીતે બોલિંગ ટીમ માટે ગુડલક સાબિત થઈ રહ્યું છે. જ્યારે-જ્યારે બેલ્સ નથી પડી ત્યારે દર વખતે બોલિંગ ટીમ જ જીતી છે.

  • 1 બોલર: આદિલ રશિદ, બેટ્સમેન: ક્વિન્ટન ડી કોક | ઈંગ્લેન્ડ જીત્યું
  • 2 બોલર: ટ્રેન્ટ બોલ્ટ, બેટ્સમેન: દિમુથ કરુણારત્ને | ન્યુઝીલેન્ડ જીત્યું
  • 3 બોલર: મિચેલ સ્ટાર્ક, બેટ્સમેન: ક્રિસ ગેલ | ઓસ્ટ્રેલિયા જીત્યું
  • 4 બોલર: બેન સ્ટોક્સ, બેટ્સમેન: સૈફુદ્દીન | ઈંગ્લેન્ડ જીત્યું
  • 5 બોલર: જસપ્રિત બુમરાહ, બેટ્સમેન: ડેવિડ વોર્નર | ભારત જીત્યું

આમ તો સારા બોલ પર પણ વિકેટ નહીં મળે: કોહલી

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બેલ્સ ના પડવા મુદ્દે કહ્યું હતું કે,'જસપ્રિત બુમરાહ જેવી સ્પીડવાળા બોલર્સના બોલ પર પણ બેલ્સ નથી પડી રહી. એમ.એસ.એ તો સ્ટમ્પ પણ ચેક કર્યા કે ક્યાંક તે ઊંડે તો નથી નાંખવામાં આવ્યા, પણ આમ નહોતું. સ્ટમ્પ્સની કોટિંગમાં પણ સમસ્યા હોઈ શકે છે.'

(દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)

X
બુમરાહની બોલિંગમાં સ્ટમ્પ પર બોલ વાગ્યો પરંતુ બેલ્સ પડી નહીં.બુમરાહની બોલિંગમાં સ્ટમ્પ પર બોલ વાગ્યો પરંતુ બેલ્સ પડી નહીં.
The arrival of zing bails means the weight of bails has increased because of flash ligting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી