વર્લ્ડકપ / ઈજાગ્રસ્ત સ્ટોઈનિસ પાકિસ્તાન સામેની મેચમાં રમશે નહીં, ટૂર્નામેન્ટની બહાર થઇ શકે છે

Strikes against injured Steynis can not be played against Pakistan, it can be played out of the tournament

Divyabhaskar.com

Jun 11, 2019, 05:17 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ ભારત સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને સાઈડ સ્ટ્રેન થતાં તે પાકિસ્તાન સામેની આગામી મેચ નહીં રમે અને આખી ટૂર્નામેન્ટની બહાર પણ થઇ શકે છે. મિચેલ માર્શ જે ઓસ્ટ્રેલિયા-Aની ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે હતો, તે કવર તરીકે ટીમ સાથે જોડાયો છે. શનિવારે ઓસ્ટ્રેલિયાની શ્રીલંકા સામેની મેચ પછી સ્ટોઈનિસના વર્લ્ડકપના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે.

જો ઓસ્ટ્રેલિયા સ્ટોઈનિસનું રિપ્લેસમેન્ટ જાહેર કરે તો તે ટૂર્નામેન્ટમાં વાપસી કરી શકશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને નક્કી કરવાનું છે કે જ્યાર સુધી સ્ટોઈનિસ ફિટ ન થાય ત્યાર સુધી તેઓ તેની સેવા વગર ચલાવી શકશે કે નહીં?

X
Strikes against injured Steynis can not be played against Pakistan, it can be played out of the tournament
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી