તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને બોલિંગ લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઈજાગ્રસ્ત કુલ્ટર નાઇલની જગ્યાએ જેસન બેહરેનડોર્ફ રમી રહ્યો છે
  • શ્રીલંકાની ટીમમાં સુરંગા લકમલની જગ્યાએ મિલિંદા સિરિવર્દને રમી રહ્યો છે

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 20મી મેચમાં લંડનના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 87 રને હરાવ્યું હતું. વર્લ્ડકપમાં આ કાંગારુંની લંકા સામે સતત છઠી જીત હતી. ઓસ્ટ્રેલિયા છેલ્લે 1996માં લંકા સામે હાર્યું હતું.  335 રનનો પીછો કરતા શ્રીલંકાની ટીમ 247 રનમાં ઓલઆઉટ થઇ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાના 5 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ થઇ ગયા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન છે. શ્રીલંકા માટે કપ્તાન દિમૂઠ કરુણારત્નેએ 97 રન કર્યા હતા, જયારે ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે 4 વિકેટ ઝડપી હતી.

કરુણારત્ને-પરેરાની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારી
શરૂઆતમાં કુશલ પરેરા 52 રન બનાવીને આઉટ થયો હતો. તેને મિચેલ સ્ટાર્કે બોલ્ડ કર્યો હતો. તેણે કરુણારત્ને સાથે પ્રથમ વિકેટ માટે 115 રન ઉમેર્યા હતા. તે પછી થિરિમાને 16 રને બેહરેનડોર્ફની બોલિંગમાં કેચ આઉટ થયો હતો. તો પૂર્વ કપ્તાની એન્જલો મેથ્યુઝ 9 રન બનાવીને કમિન્સનો શિકાર થયો હતો. તે પછી મેન્ડિસના 30 રનના યોગદાન સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું ન હતું.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 334 રન કર્યા

વર્લ્ડકપની 20મી મેચમાં લંડનના ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને મેચ જીતવા 335 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કાંગારું માટે કપ્તાન આરોન ફિન્ચે શાનદાર ઇનિંગ્સ રમતાં 132 બોલમાં 15 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 153 રન કર્યા હતા. આજે તેણે વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં 14મી સદી ફટકારી હતી. તેનો સાથ આપતા પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે 59 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 73 રન કર્યા હતા. જયારે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા ગ્લેન મેક્સવેલે 25 બોલમાં 46 રન કર્યા હતા. શ્રીલંકા માટે ડી સિલ્વા અને ઈસરૂ ઉદાનાએ 2-2 વિકેટ લીધી હતી, જયારે લસિથ મલિંગાએ 1 વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 20મી મેચમાં લંડનના ઓવલ ખાતે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ ટોસ જીતીને બોલિંગ લીધી છે. શ્રીલંકાની ટીમમાં સિરિવર્દનેનો સુરંગા લકમલની જગ્યાએ સમાવેશ થયો છે. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં કુલ્ટર નાઇલની જગ્યાએ જેસન બેહરેનડોર્ફ રમી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, જેસન બેહરેનડોર્ફ, મિચેલ સ્ટાર્ક અને કેન રિચાર્ડસન

શ્રીલંકા: દિમુથ કરુણારત્ને (કેપ્ટન), કુશલ મેંડિસ, ધનંજય ડિસિલ્વા, નુઆન પ્રદીપ, લસિથ મલિંગા, એન્જલો મેથ્યૂઝ, કુશલ પરેરા, થિસારા પરેરા, મિલિંડા સિરિવર્દને, લાહિરુ થિરિમાને અને ઈસરૂ ઉડાના

અન્ય સમાચારો પણ છે...