વર્લ્ડકપ / ક્રિકેટમાં જોવા મળી જૂજ ઘટના: બાંગ્લાદેશના ખેલાડીઓએ હિટ વિકેટ માટે રિવ્યુ લીધો, થર્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો

Rare: Bangladesh reviewed for hit-wicket against West Indies

  • વર્લ્ડકપની 22મી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની બેટિંગની 49મી ઓવર દરમિયાન બાંગ્લાદેશે હિટ વિકેટ માટે રિવ્યુ લીધો હતો
  • રહેમાનના યોર્કરમાં શોટ મારવાં જતા થોમસના બેટ વડે બેલ્સ પડી ગઈ હતી
  • બેલ્સ શોટ સમાપ્ત થયો તે પછી પડી હોવાથી અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો

Divyabhaskar.com

Jun 17, 2019, 08:27 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટમાં આપણે ઘણી વિચિત્ર ઘટના બનતા જોઈ છે. પછી તે ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ હોય હોય, હેન્ડલિંગ ધ બોલ હોય કે બેટ્સમેન ટાઈમ આઉટ થયો હોય તે હોય. તાજેતરમાં તો આપણે ફિલ્ડરને પણ બાઉન્દ્રીની બહાર જઈને કેચ કરતા પણ અસંખ્ય વખત જોયા છે. પરંતુ વર્લ્ડકપની 23મી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે બાંગ્લાદેશે ઇનિંગ્સની 49મી ઓવરમાં હિટ-વિકેટ માટે રિવ્યુ લીધું હતું. જનરલી જયારે બેટ્સમેન પોતે જ પોતાના સ્ટમ્પ પર બેટ મારે છે તો તેને હિટ-વિકેટ આપવામાં આવે છે. પરંતુ કોઈ ટીમ હિટ-વિકેટ માટે રીવ્યુ લે તે સાંભળ્યું છે પહેલાં?

બોલ સમાપ્ત થયો હોવાથી અમ્પાયરે નોટઆઉટ આપ્યો
મુસ્તફિઝુર રહેમાને 49મી ઓવરના ચોથા બોલે નાખેલા યોર્કરમાં ઓશેન થોમસે સ્લોગ શોટ માર્યો હતો. તે બોલ ચૂકી ગયો હતો, પરંતુ શોટ પતે તે સમયે બેટ વડે બેલ્સ પડી ગઈ હતી. બાંગ્લાદેશના ઉત્સાહિત ખેલાડીઓએ આના માટે રિવ્યુ લીધો હતો. સોફ્ટ સિગ્નલ નોટઆઉટ હતો, થર્ડ અમ્પાયરનું પણ માનવું હતું કે બેલ્સ થોમસે શોટ પતાવ્યો તેના પછી પડી હતી, તેનો મતલબ બોલ સમાપ્ત થઇ ગયો હતો. તેથી તેને નોટઆઉટ આપવામાં આવ્યો હતો.

X
Rare: Bangladesh reviewed for hit-wicket against West Indies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી