વર્લ્ડકપ મેચ-17 / ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને સતત 9મી મેચમાં હરાવ્યું, 41 રને જીત મેળવી

Pakistan won the toss against Australia and took bowling

 • ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 307 રન કર્યા
 • વોર્નરે 107 રનની શાનદાર ઇનિંગ્સ રમી, પાકિસ્તાન માટે મોહમ્મદ આમિરે 5 વિકેટ ઝડપી
 • જવાબમાં પાકિસ્તાન 266 રનમાં ઓલઆઉટ, કમિન્સે 3 વિકેટ, જયારે સ્ટાર્ક અને રિચાર્ડસને 2-2 વિકેટ ઝડપી
 • આ મેચ સહિત ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપમાં 19 વાર 300થી વધુનો સ્કોર કર્યો છે અને બધી મેચ જીત્યું છે

Divyabhaskar.com

Jun 13, 2019, 11:54 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને હરાવ્યું હતું. આ તેની પાકિસ્તાન સામે સતત 9મી જીત હતી. પાકિસ્તાન છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે 15 જાન્યુઆરી 2017ના રોજ જીત્યું હતું. 308 રનનો પીછો કરતા પાકિસ્તાને 45.4 ઓવરમાં 266 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે ઓપનર ઇમામ ઉલ હકે 53 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે 46 રન કર્યા હતા. જોકે તે બંને સારી શરૂઆતનો લાભ ન ઉઠાવી શકતા વિકેટ ફેંકીને પેવેલિયન ભેગા થયા હતા. ત્યાર પછી પાકિસ્તાને 200 રનમાં 7 વિકેટ ગુમાવી હતી અને મેચની બહાર જણાતું હતું, ત્યારે વહાબ રિયાઝ અને સરફરાઝ અહેમદે 8મી વિકેટ માટે 64 રન ઉમેરતા મેચમાં જીવ રેડ્યો હતો. જોકે સ્ટાર્કે રિયાઝને 45 રને આઉટ કરીને પાકિસ્તાનને મેચમાંથી બહાર કરી દીધું હતું.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 307 રન કર્યા

વર્લ્ડ કપની 17મી મેચમાં બુધવારે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને જીતવા 308 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 307 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કાંગારુ તરફથી ડેવિડ વોર્નરે 107 અને કેપ્ટન એરોન ફિંચે 82 રન બનાવ્યાં. પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 5 વિકેટ અને શાહીન અફરીદીએ 2 વિકેટ ઝડપી.

ડેવિડ વોર્નર સેન્ચુરી લગાવ્યાં બાદ આઉટ થયો. તેઓ ટીમમાં પરત ફર્યા બાદ પહેલી સેન્ચુરી ફટકારી. ગત વર્ષે માર્ચમાં બોલ ટેમ્પરિંગના વિવાદ બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. જે બાદ તે વર્લ્ડ કપમાં જ સામેલ થયા હતા. વોર્નરે 36મી ઓવરમાં શાહીન અફરીદીના બોલમાં ચોગ્ગો લગાવીને સેન્ચુરી પૂરી કરી હતી.

પાકિસ્તાન વિરૂદ્ધ વોર્નરની સતત ત્રીજી સેન્ચુરીઃ વોર્નરે પાકિસ્તાન વિરૂદ્ધ સતત ત્રીજી સેન્ચુરી ફટકારી છે. તેને 2017માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 130 અને એડિલેડમાં 179 રન બનાવ્યાં હતા. કેપ્ટન એરોન ફિંચે 84 બોલમાં 82 રન બનાવ્યા હતા. તેને વોર્નરની સાથે પહેલી વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી હતી. ફિંચને મોહમ્મદ આમિરે આઉટ કર્યો. વોર્નરને શાહીન અફરીદીએ આઉટ કર્યો

પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં 100 રનની ઓપનિંગ ભાગીદારી:

 • 132 ગોર્ડન ગ્રીનીજ - ડેવિડ હેયન્સ, ઓવલl, 1979
 • 115 ગ્રાન્ટ ફ્લેવર - સી તવરે, માન્ચેસ્ટર, 1983
 • 175* ડેવિડ હેયન્સ - બ્રાયન લારા, મેલબોર્ન, 1992
 • 147 આર સ્મિથ - માઈકલ એથર્ન્ટન, કરાચી, 1996
 • 100* ડેવિડ વોર્નર - આરોન ફિન્ચ, ટાઉન્ટન, 2019 *

પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 17મી મેચમાં ટાઉન્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પાકિસ્તાનની ટીમમાં શાદાબ ખાનની જગ્યાએ શાહિન આફ્રિદી રમી રહ્યો છે, જયારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં શોન માર્શ અને કેન રિચાર્ડસન માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝાંપાની જગ્યાએ રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, નેથન કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને કેન રિચાર્ડસન

પાકિસ્તાન: ઇમામ ઉલ હક, ફકર ઝમાન, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ(કેપ્ટન/વિકેટકીપર), આસિફ અલી, શાહિન આફ્રિદી, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર

X
Pakistan won the toss against Australia and took bowling

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી