વર્લ્ડકપ / પાક. મીડિયાએ કહ્યું, ટીમની હારનું કારણ ખેલાડીઓમાં જૂથબાજી અને સરફરાઝથી નારાજગી

Pak media said the reason behind defeat is the lack of unity in team and player's rift with Sarfaraz

  • રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝે ઇમાદ વસીમ અને ઇમામ ઉલ હક ઉપર જૂથબાજીનો આરોપ લગાવ્યો છે
  • ભારત સામે આઉટ થયા પછી સરફરાઝ ડ્રેસિંગરૂમમાં સાથી ખેલાડીઓ ઉપર ભડક્યો હતો
  • 16 જૂનના રોજ ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું, વર્લ્ડકપમાં પાક. સામે સતત સાતમી મેચ જીતી

Divyabhaskar.com

Jun 17, 2019, 09:01 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપમાં પાકિસ્તાન રવિવારે ભારત સામે બહુ ખરાબ રીતે હાર્યું હતું. આ હાર પછી પાક ટીમની ચારે બાજુથી ટીકા થઇ રહી છે. પાકિસ્તાન મીડિયા અનુસાર, આ હારનું કારણ પાકિસ્તાનની ટીમમાં ખેલાડીઓની જૂથબાજી અને સરફરાઝ સાથેની નારાજગી છે. માન્ચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનને 337 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વરસાદના લીધે પાક.ને 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જોકે તેઓ 212 રન જ કરી શક્યા હતા.

પાકિસ્તાનની સમા ન્યુઝ ચેનલે કહ્યું કે, આઉટ થયા પછી સરફરાઝ ડ્રેસિંગ રૂમમાં ભડક્યો હતો. જોકે જયારે ન્યુઝ એજેન્સીએ પાકિસ્તાનના ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો તો તેમણે જૂથબાજીની વાતથી ઇન્કાર કર્યો હતો. જોકે તેમણે એ વાત કંફર્મ કરી હતી કે સરફરાઝ અમુક ખેલાડીઓ ઉપર ભડક્યો હતો.

સરફરાઝે ઇમાદ અને ઇમામ ઉપર આરોપ લગાવ્યા
રિપોર્ટ્સ અનુસાર, સરફરાઝે ઇમાદ વસીમ અને ઇમામ ઉલ હક સહિત અમુક ખેલાડીઓ પર સમર્થન ન આપવા અને અલગ અલગ ગ્રુપ બનાવવાનો આરોપ લગાવ્યો છે. અન્ય રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ટીમમાં ઘણા ભાગ પડી ગયા છે. દુનિયા ન્યુઝ ચેનલે કહ્યું કે પાકિસ્તાનની ટીમમાં 2 ગ્રુપ છે. એક ગ્રુપ મોહમ્મદ આમિર ચલાવે છે તો એક ગ્રુપ ઇમાદ વસીમ ચલાવે છે. ઇમાદનું ગ્રુપ જ સરફરાઝની હારનું કારણ છે.

પાક. એક્ટરે સોશિયલ મીડિયા પર વોઇસ મેસેજ પોસ્ટ કર્યો
પાકિસ્તાનને વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે પણ હાર મળી હતી. તેના પછી પાકિસ્તાનના એક જાણીતા કલાકાર ણ એ ક્રિકેટ ફેને વોઇસ મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે શોએબ મલિક, ઇમાદ વસીમ અને બાબર આઝમ પર જૂથબાજીનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે આ ગ્રુપ્સ સરફરાઝ વિરુદ્ધ કામ કરી રહ્યું છે અને તેના માટે પ્રોબ્લમ ક્રિએટ કરી રહ્યા છે.

X
Pak media said the reason behind defeat is the lack of unity in team and player's rift with Sarfaraz
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી