વર્લ્ડકપ / 5 વખત બેસ્ટ અમ્પાયર રહેલા ટોફેલે 6 રનના વિવાદ પર કહ્યું, 'ત્યાં 5 રન હતા'

Overthrow in England vs England, Extra Run and Match Reversal

  • નિયમ પ્રમાણે થ્રો થાય ત્યારે જો બેટ્સમેન ક્રોસ ન કરે તો એ રન ગણાય નહીં
  • ગપ્ટિલે થ્રો કર્યો ત્યારે સ્ટોક્સ અને રાશિદ ક્રોસ થયા ન હતા
  • ખરાબ અમ્પાયરિંગના લીધે ઇંગ્લેન્ડને એક રન વધુ મળ્યો

Divyabhaskar.com

Jul 15, 2019, 05:50 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક:ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં રોમાંચ ચરમસીમાએ હતો. ન્યૂઝીલેન્ડે છેલ્લે છેલ્લે હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડને પરસેવો લાવી દીધો પરંતુ એક ઓવરથ્રોના લીધે બાજી પલટાઇ ગઇ. હવે જોકે ક્રિકેટના નિયમો બહાર આવતા એવું લાગે છે કે આ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની જીત પાછળ ખરાબ અમ્પાયરિંગ જવાબદાર છે. આ ટુર્નામેન્ટમાં ખરાબ અમ્પાયરિંગ એક મોટો મુદ્દો રહ્યો છે અને ફાઇનલમાં પણ એક નિર્ણાયક તબક્કા પર ઇંગ્લેન્ડના પક્ષમાં તે વાત ગઇ. સૌથી મોટા અમ્પાયર સાઇમન ટોફેલે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.

ટોફેલે કહ્યું નિયમ પ્રમાણે પાંચ રન મળવા જોઇતા હતા

પાંચ વખત આઇસીસી અમ્પાયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂકેલા સાઇમન ટોફેલે આ નિર્ણયનો ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું, ''મેચની બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં ઓવરથ્રોથી ઇંગ્લન્ડને મળેલા 6 રન ખોટા હતા. આઇસીસી નિયમ અનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇતા હતા. કારણ કે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતા કર્યા. ઓવરથ્રોથી ઇંગ્લેન્ડને મળેલા 6 રન ખોટા હતા. આઇસીસી નિયમાનુસાર ઇંગ્લેન્ડને 6ની જગ્યાએ 5 રન મળવા જોઇએ કારણકે ઓવરથ્રો દરમિયાન બન્ને બેટ્સમેન એકબીજાને ક્રોસ નહોતુ કર્યું.

શું છે ઓવરથ્રોના રન મળવાનો નિયમ?

ક્રિકેટના 19.8 નિયમ પ્રમાણે જો બોલ ઓવરથ્રો પર બાઉન્ડ્રીની બહાર જાય (પછી ભલે તે અજાણતા બેટને કેમ લાગી ન હોય) તો ઓવરથ્રોથી પહેલા લેવાયેલા રનોમાં બાઉન્ડ્રીના ચાર રન જોડાઇ જશે. જો ઓવરથ્રો અથવા ફિલ્ડરના જાણીજોઇને કરેલી ક્રિયાથી બોલ બાઉન્ડ્રીની બહાર જાય તો તેનો ફાયદો હરીફ ટીમને મળે છે. રન લેતી સમયે રનનો ફાયદો ત્યારે જ મળે જ્યારે બેટ્સમેને થ્રો પહેલા રન પૂરો કરી લીધો હોય અથવા તો થ્રો પહેલા બન્ને બેટ્સમેન ક્રોસ કરી ગયા હોય. આ ફાયદો ત્યારેજ મળશે. પરંતુ જ્યારે માર્ટિન ગપ્ટિલે થ્રો ફેંક્યો ત્યારે બેન સ્ટોક્સ અને આદિલ રાશીદે એકબીજાને ક્રોસ નહોતા કર્યા. આ રીતે ઇંગ્લેન્ડને જ્યાં બે રન મળ્યા ત્યાં એકજ રન હોવો જોઇતો હતો.

આ મામલો ઇંગ્લેન્ડની બેટીંગ સમયે 50મી ઓવરનો છે. 3 બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે ચોથા બોલ પર બેન સ્ટોક્સે મિડ વિકેટ તરફ એક શોટ રમ્યો અને એક રનદોડ્યા બાદ બીજો રન દોડીને પૂરો કરવા સ્ટ્રાઇક એન્ડ તરફ ડાઇવ લગાવી દીધી. આ દરમિયાને ગપ્ટિલે કરેલો થ્રો તેના બેટ પર લાગ્યો અને બોલ બાઉન્ડ્રી પાર જતો રહ્યો. આ રીતે તેમણે દોડેલા બે રન અને સાથે બાઉન્ડ્રીના ચાર એમ કુલ છ રન મળ્યા અને મેચમાં જબરદસ્ત ટર્નિંગ પોઇન્ટ આવી ગયો. પરંતુ હકીકતમાં છ રનની જગ્યાએ પાંચ રન મળવા જોઇતા હતા.

સ્ટોક્સે માફી માંગી અને કહ્યું જીવનભર અફસોસ રહેશે

ઘટના બાદ તરતજ બેન સ્ટોક્સે હાથ ઉંચા કરીને અપરાધી પોતાને સરેન્ડર કરતો હોય તેમ જણાવ્યુ કે તેણે કંઇ નથી કર્યું. આ મામલે સ્ટોક્સે બાદમાં માફી માગી અને કહ્યું કે તેને જીવનભર અફસોસ રહેશે. સ્ટોક્સે કહ્યું, - મેચ એટલો રોમાંચક રહ્યો કે મારી પાસે શબ્દ નથી. છેલ્લી ઓવરમાં જ્યારે બોલ બેટને લાગીને ચાર રન માટે ગઇ તો મેં વિલિયમસન્સ પાસે તેની માફી પણ માગી. મેં એમને કહ્યું કે હું આવુ કરવા નહોતો ઇચ્છતો અને તેના માટે જીવનભર માફી માગતો રહીશ.ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને કહ્યું કે મેચના એ સમયે જે વધારાના રન ગયા તે ખરાબ હતું. મારી ઇચ્છા છે કે અન્ય મહત્વપૂર્ણ મેચમાં આવુ ન થાય.

X
Overthrow in England vs England, Extra Run and Match Reversal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી