એનાલિસિસ / વર્લ્ડકપમાં ત્રીજા નંબરના બેટ્સમેનોએ 49% રન બનાવ્યા, 32 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

Number three batsmen scored 49% of runs, broke 32 years old record in world cup

  • કેપ્ટનોની એવરેજ 42.94 રહી, 1975ના વર્લ્ડકપ પછી સૌથી વધારે
  • નંબર 4ના બેટ્સમેનોની એવરેજ 34.97 રહી, છેલ્લા 4 વર્લ્ડકપમાં સૌથી ઓછી

Divyabhaskar.com

Jul 18, 2019, 12:54 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: આ વર્લ્ડકપમાં ટોપ ઓર્ડરે (1થી 3 નંબરના બેટ્સમેને) 51% રન બનાવ્યા છે. આ વર્લ્ડકપના ઇતિહાસનો નવો રેકોર્ડ છે. 2015માં 43%, 2011માં 48% અને 2007માં 44.5% રન ટોપ ઓર્ડરે બનાવ્યા હતા. 400થી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં એકમાત્ર બેન સ્ટોક્સ જ ટોપ ઓર્ડરનો બેટ્સમેન ન હતો. ઓપનર્સે આ વખતે 31%, ત્રીજા ક્રમના બેટ્સમેનોએ 49% અને અન્ય ક્રમના બેટ્સમેનોએ માત્ર 20% રન કર્યા હતા. નંબર 3ના બેટ્સમેન સૌથી વધુ સફળ રહ્યા હતા. તેમણે 52.47ની એવરેજથી બેટિંગ કરી હતી. આ કોઈ પણ વર્લ્ડકપમાં સૌથી વધુ એવરેજ છે. છેલ્લે 1987ના વર્લ્ડકપમાં ત્રીજા નંબરના બેટ્સમેનોની એવરેજ 43.40 હતી. તે રેકોર્ડ આ વખતે તૂટી ગયો છે.

બીજી તરફ નંબર 4ના બેટ્સમેનો માટે આ વર્લ્ડકપ સારો રહ્યો ન હતો. તેમની એવરેજ 34.97ની રહી હતી. છેલ્લા 4 વર્લ્ડકપમાં આ સૌથી ઓછી એવરેજ છે. નોંધ લેવા જેવી વધુ એક બાબત એ છે કે 4 કેપ્ટનોએ આ વખતે 50થી વધુની એવરેજે બેટિંગ કરી હતી. કેપ્ટનોનો એવરેજ સ્કોર 42.94 રહ્યો હતો. 1975ના વર્લ્ડકપમાં કેપ્ટનોની એવરેજ 49.14ની હતી.

ગયા વર્લ્ડકપની સરખામણીએ આ વખતે રનરેટ ઘટી
ટૂર્નામેન્ટમાં આ વખતે 5.59ની રનરેટથી સ્કોર થયો હતો. આ ગયા વર્લ્ડકપની સરખામણીએ ઓછો છે. 2015માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડે યજમાની કરી હતી, ત્યારે 5.65ની રનરેટે રન બન્યા હતા. છેલ્લા 12 વર્ષમાં દર વખતે વર્લ્ડકપમાં રનરેટમાં વધારો થયો હતો, પરંતુ આ વખતે તે સિલસિલો તૂટી ગયો હતો. 2003માં 4.76, 2007માં 4.95 અને 2011માં 5.03ની રનરેટથી રન બન્યા હતા.

ડાબા હાથના બોલર્સે 136 વિકેટ ઝડપી, કોઈ પણ વર્લ્ડકપમાં સૌથી વધારે
મિચેલ સ્ટાર્કે 27 વિકેટ લીધી હતી. તેણે એક વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેવાનો ગ્લેન મેક્ગ્રાથનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેકગ્રાથે 2007માં 26 વિકેટ લીધી હતી. ટોપ-10 બોલર્સમાં સ્ટાર્કની સિવાય અન્ય 4 ડાબા હાથના બોલર્સ સમાવેશ થાય છે. ડાબા હાથના બોલર્સે કુલ 136 વિકેટ લીધી હતી. આ પણ એક નવો રેકોર્ડ છે. 2015માં ડાબોડી બોલર્સે 134 વિકેટ લીધી હતી.

X
Number three batsmen scored 49% of runs, broke 32 years old record in world cup
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી