એવોર્ડ્સ / વર્લ્ડ કપ વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા મળશે, રોહિત સહિત 6 ખેલાડીઓ મેન ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં

World Cup winning team will get 28 million rupees, including Rohit, 6 men, in the men's team race

  • સેમીફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા હાર્યા, બંને ટીમ વચ્ચે 11 કરોડની રકમ વ્હેંચાશે
  • વર્લ્ડ કપની પ્રાઈઝ મની 70 કરોડ રૂપિયા, જે આઈપીએલથી 15 કરોડ વધુ

Divyabhaskar.com

Jul 14, 2019, 03:28 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડ કપની ફાઈનલ રવિવારે લંડનના લોર્ડ્સના મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમની નજર પહેલી વખત ચેમ્પિયન બનવા પર છે. વિજેતા ટીમને ઈનામ તરીકે 28 કરોડ રૂપિયા મળશે. તો ફાઈનલ હારનારી ટીમને 14 કરોડ રૂપિયા મળશે. ચેમ્પિયન બનનારી ટીમને સોના-ચાંદીથી બનેલી 11 કિલોની ટ્રોફી આપવામાં આવશે.

બીજી બાજુ બધાંની નજર મેન ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડની રેસમાં રોહિત શર્મા, શાકિબ અલ હસન, મિશેલ સ્ટાર્ક, જો રુટ, કેન વિલિયમ્સન અને જોફ્રા આર્ચર પર છે. ગોલ્ડન બેટની દોડમાં રોહિત સૌથી આગળ છે. તેને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 648 રન બનાવ્યાં છે. આ મામલે બીજા સ્થાને જો રુટ અને ત્રીજા સ્થાને વિલિયમ્સન છે. રુટે 549 અને વિલિયમ્સને 548 રન બનાવ્યાં છે. બંનેએ રોહિતથી આગળ નીકળવા માટે સેન્ચુરી ઈનિંગ રમવી જરૂરી છે.

સ્ટાર્ક સતત બીજા વર્લ્ડ કપ નંબર વન બોલરઃ બોલિંગમાં સ્ટાર્કને ગોલ્ડન બોલ મળશે તે નિશ્ચિત છે, તેને 27 વિકેટ છે. બીજા સ્થાને રહેલાં મુસ્તફિઝુર રહમાનની 20 વિકેટ છે પરંતુ તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ત્રીજા સ્થાને રહેલાં આર્ચરે 19 વિકેટ છે. સ્ટાર્કને પાછળ રાખવા માટે તેને ફાઈનલમાં 9 વિકેટ લેવી પડશે. સ્ટાર્કે ગત વર્લ્ડ કપમાં સૌથી વધુ 22 વિકેટ લીધી હતી.

કોણે મળશે ઈનામની રકમ કેટલી?
વર્લ્ડ ચેમ્પિયન 40 લાખ ડોલર (28 કરોડ રૂપિયા)
રનર અપ 20 લાખ ડોલર (14 કરોડ રૂપિયા)
સેમીફાઈનલ હારનારી બંને ટીમને 8-8 લાખ ડોલર (5.6 કરોડ રૂપિયા)
લીગ મેચ જીતનારી ટીમને 40-40 હજાર ડોલર (28 લાખ રૂપિયા)
નોકઆઉટમાં પહોંચનારી દરેક ટીમને 1-1 લાખ ડોલર (70 લાખ રૂપિયા)
કુલ પુરસ્કારની રકમ એક કરોડ ડોલર (70 કરોડ રૂપિયા)

11 કિલો વજનની હોય છે વર્લ્ડ કપની ટ્રોફીઃ વર્લ્ડ કપની ટ્રોફી 11 કિલો વજનની હોય છે. જે સોના અને ચાંદીની બનેલી હોય છે. તેની ઊંચાઈ 60 સેન્ટીમીટર હોય છે. આ ટ્રોફી બનાવવા માટે લગભગ 2 મહિના જેટલો સમય લાગે છે. તેમાં એક ગ્લોબ હોય છે જે સોનાથી બનેલો હોય છે. આ ગ્લોબ 3 વળેલા સ્તંભના સહારે ટકેલો હોય છે. આ 3 સ્તંભનો આકાર સ્ટંપ્સ અને બેલ્સ જેવો હોય છે. આ ટ્રોફી પહેલી વખત 1999માં બનાવવામાં આવી હતી. આ ટ્રોફીની વાસ્તવિક પ્રતિ આઈસીસી પોતાની પાસે રાખે છે, વિજેતાને રેપ્લિકા આપવામાં આવે છે.

વર્લ્ડ કપની પ્રાઈઝ મની આઈપીએલથી 15 કરોડ રૂપિયાઃ વર્લ્ડ કપની કુલ પ્રાઈઝ મની એક કરોડ ડોલર (લગભગ 70 કરોડ રૂપિયા) છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કુલ પ્રાઈઝ મનીથી લગભગ 15 કરોડ રૂપિયા વધુ છે. આઈપીએલ-12ની કુલ પ્રાઈઝ મની 55 કરોડ રૂપિયા હતી. આ વખતે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને 20 કરોડ રૂપિયા મળ્યાં હતા.

ચેમ્પિયન્સ લીગની તુલનાએ વર્લ્ડ કપ ચેમ્પિયનને 122 કરોડ રૂપિયા ઓછા મળશેઃ ચેમ્પિયન્સ લીગ વિશ્વની સૌથી મોટી ફુટબોલ લીગ છે. તેમાં વિજેતા ટીમને ઈનામ તરીકે 150 કરોડ રૂપિયા આપવામાં આવે છે. અમેરિકામાં થનારી બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએના ચેમ્પિયનને 129 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ બંનેની તુલનાએ વનડે વર્લ્ડ કપ ચેમ્પિયનને ઘણાં જ ઓછા રૂપિયા મળે છે.

X
World Cup winning team will get 28 million rupees, including Rohit, 6 men, in the men's team race
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી