વર્લ્ડ કપ / સેમિફાઇનલમાં ધોનીને સાતમા ક્રમે મોકલવાનો નિર્ણય આખી ટીમનો હતો: રવિ શાસ્ત્રી

The entire team backed the decision of sending MS DHONI at number 7: Ravi Shastri

  • કિવિઝ વિરુદ્ધ ભારતની હાર પછી ધોનીના બેટિંગ ક્રમને લઈને ટીમ મેનેજમેન્ટની ટીકા થઇ થઇ હતી
  • આ મેચમાં ધોનીએ 50 રન કર્યા હતા, તેની પહેલાં કાર્તિક, પંત અને પંડ્યાને બેટિંગ માટે મોકલ્યા હતા

Divyabhaskar.com

Jul 13, 2019, 06:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીને સાતમા ક્રમે મોકલવામાં આવતા વિવાદ હજી ચાલુ છે. આ બાબતે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આ આખી ટીમનો નિર્ણય હતો. બધા આ નિર્ણય સાથે સહમત હતા. તેણે વધુ ઉમેરતાં કહ્યું કે તેને 7મા નંબરે બેટિંગમાં મોકલવો સાધારણ નિર્ણય હતો. તમે શું ઇચ્છો છો કે ધોની વહેલો બેટિંગ કરવા અને આઉટ થઈને પેવેલિયન ભેગો થઇ જાય? તેની હાજરીથી ટીમને છેલ્લે સુધી રનચેઝ કરવાની આશા હતી.

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે, અમને ધોનીના અનુભવની જરૂર હતી. તે ઓલટાઈમ ગ્રેટ ફિનિશર છે. તેને વહેલો મોકલવો એક અપરાધ હોત. પૂરી ટીમ આ નિર્ણયની સાથે હતી. શાસ્ત્રી પહેલાં કોહલીએ કહ્યું હતું કે 45 મિનિટની ખરાબ રમતના લીધે ટીમ બહાર થઇ હતી.

મિડલ ઓર્ડરમાં મજબૂત બેટ્સમેનની કમી પડી
શાસ્ત્રીએ મિડલ ઓર્ડરમાં એક જવાબદાર અને મજબૂતની ગેરહાજરી હતી તેનો સ્વીકાર કર્યો હતો. તેણે કહ્યું કે મિડલઓર્ડરમાં ટીમને એક સારા બેટ્સમેનની કમી પડી હતી. અમે તેનું કોઈ સોલ્યુશન લાવી શક્યા ન હતા. રાહુલ ચોથા ક્રમે બેટિંગ કરવાનો હતો, પરંતુ ધવનના ઈજાગ્રસ્ત થતાં તેને ઓપનિંગ કરવી પડી હતી. ત્યારબાદ વિજય શંકર પણ ઈજાગ્રસ્ત થતા અમે તે સ્થિતિમાંથી ઉભરી શક્યા ન હતા.

સેમિફાઇનલમાં ભારતની 24 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી
240 રનનો પીછો કરતાં ભારતીય ટીમે 10 ઓવરની અંદર 24 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ 1-1 રને પેવેલિયન ભેગા થયા હતા. તે પછી દિનેશ કાર્તિક પણ સસ્તામાં આઉટ થયો હતો. પાંચમા ક્રમે ઋષભ પંત અને છઠા ક્રમે હાર્દિક પંડ્યાને મોકલવામાં આવ્યા હતા, બંને 32-32 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા.

સચિન-ગાંગુલીએ કરી હતી ધોનીને સાતમા નંબરે મોકલવાના નિર્ણયની ટીકા
તે પછી ધોની-રવિન્દ્ર જાડેજાએ 116 રનની ભાગીદારી કરી હતી. જાડેજા 77 અને ધોની 50 રન બનાવીને આઉટ થયા હતા. 49મી ઓવરમાં ધોની આઉટ થતાં જ ટીમની જીતવાની આશા સમાપ્ત થઇ ગઈ હતી. ભારત 18 રને મેચ હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયું હતું. ધોનીને સાતમા નંબરે મોકલવાનો નિર્ણય પૂર્વ ક્રિકેટર્સના મતે ખોટો હતો. સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા કેપ્ટનોએ આની ટીકા કરી હતી. ગાંગુલીએ આને 'ટેક્ટિકલ બ્લન્ડર' કહ્યો હતો.

X
The entire team backed the decision of sending MS DHONI at number 7: Ravi Shastri
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી