વર્લ્ડ કપ / પાકિસ્તાનના બોલર્સ ભારતની સામે ટકી નથી શકતા, કેરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન કરે છે

Pakistan's bowlers can not stand against India. The carrier's worst performance is gone

  • 16 જૂને ભારત-પાકિસ્તાન મેચ, પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીની એવરેજ અને કોહલીની સ્ટ્રાઈક રેટ વધી જાય છે
  • પાકિસ્તાનની હાલની ટીમના 14 ખેલાડીઓને ભારત વિરૂદ્ધ રમવાનો અનુભવ, ભારતના 12 ખેલાડીઓ તેમના વિરૂદ્ધ રમ્યા છે
  • ધોની પાકિસ્તાન વિરુદ્ધ 35 અને શોએબ મલિક ભારત સામે 41 મેચ રમ્યાં 

Divyabhaskar.com

Jun 14, 2019, 01:07 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 16 જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર મેચ ખેલાશે. 7મી વખત વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટીમ સામસામે રમશે. વર્લ્ડ કપના મુકાબલામાં પાકિસ્તાન ભારત સામે હજુ સુધી એક પણ મેચ જીતી નથી શક્યું. ભાસ્કર પ્લસ એપે વર્લ્ડ કપ ટીમમાં સામેલ ભારત અને પાકિસ્તાનના તમામ 15-15 ખેલાડીઓનું એનાલિસિસ કર્યુ અને જાણ્યું કે પાકિસ્તાનના બોલર્સ ભારતની સામે એટલું સારું પ્રદર્શન નથી કરી શકતા જેટલું તેઓ અન્ય ટીમો વિરૂદ્ધ કરે છે. ભારત વિરૂદ્ધ પાકિસ્તાનના બોલર્સની બોલિંગ સરેરાશ અને ઈકોનોમી રેટ બગડી જાય છે. તેનાથી ઊંધુ ભારતીય બોલર્સ પાકિસ્તાન વિરૂદ્ધ વધુ સારું રમે છે.

પાકિસ્તાનની બોલિંગ- દર 30 રને એક વિકેટ લેનાર આમિરનો ભારત વિરૂદ્ધ ખરાબ રેકોર્ડઃ પાકિસ્તાનના તમામ પ્રમુખ બોલર્સનો ભારત વિરૂદ્ધ સરેરાશ તેમના કેરિયર એવરેજથી પણ ખરાબ હોય છે. મોહમ્મદ આમિરની કેરિયર સરેરાશ 29.91 છે, જ્યારે ભારત વિરૂદ્ધ તેમની સરેરાશ 42.8 છે. એટલે કે ભારત વિરૂદ્ધ રમતા સમયે 42 રન આપ્યાં બાદ એક વિકેટ લઈ શકે છે. આમિરની ઓવરઓલ ઈકોનોમી 4.78 છે, જે ભારત વિરૂદ્ધ 4.98 થઈ જાય છે.

પાકિસ્તાનના બોલર્સનું ભારત વિરૂદ્ધ પ્રદર્શનઃ

બોલર્સ (મેચ, વિકેટ)

ભારત વિરુદ્ધ ઈકોનોમી રેટ

કેરિયર ઈકોનોમી રેટ

ભારત વિરુદ્ધ બોલિંગ એવરેજ

કેરિયર બોલિંગ એવરેજ

હસન અલી

(4 મેચ, 4 વિકેટ)

5.9

5.53

43.5

28.35

મોહમ્મદ હાફીઝ

(11 મેચ, 9 વિકેટ)

4.48

4.18

38.66

38.23

શાદાબ ખાન

(4 મેચ, 4 વિકેટ)

6.49

4.86

43.0

27.89

શોએબ મલિક

(41 મેચ, 22 વિકેટ)

5.37

4.66

44.27

39.12

ઈમાદ વસીમ

(2 મેચ, 0 વિકેટ)

7.14

4.83

-

42.02

મોહમ્મદ આમિર

(6 મેચ, 5 વિકેટ)

4.98

4.78

42.8

29.91

શાહીન અફરીદિ

(1 મેચ, 0 વિકેટ)

5.85

6

-

26.26

વહાબ રિયાઝ

(6 મેચ, 9 વિકેટ)

7.35

5.76

37.55

34.61

પાકિસ્તાનની બેટિંગ- હાફીઝ અને મલિક જની સરેરાશ ભારત વિરૂદ્ધ સારીઃ પાકિસ્તાનના બેટ્સમેનમાં મોહમ્મદ હફીઝ અને શોએબ મલિક જ એવાં છે, જેમનું ભારત વિરૂદ્ધ સરેરાશ તેમના કેરિયર એવરેજથી સારી છે. એટલે કે બે ખેલાડીઓ પોતાના ઓવરઓલ કેરિયરની તુલનાએ ભારત વિરૂદ્ધ સારું પ્રદર્શન કરે છે. હાફીઝ ભારત વિરૂદ્ધ 11 મેચ રમ્યાં છે, જેમાં 48.6ની સરેરાશની સાથે 486 રન બનાવ્યાં છે. તેમની કેરિયર સરેરાશ 33.19ની છે. મલિકની કેરિયર સરેરાશ 34.71 છે, પરંતુ તેઓ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ રમેલા 41 મેચ 48.16ની સરેરાશથી 1782 રન બનાવ્યાં છે. ટીમ ઈન્ડિયા વિરુદ્ધ સૌથી વધુ 4 સેન્ચુરી લગાડનાર ખેલાડી પણ મલિક જ છે. મલિક અને હફીઝની ટીમ ઈન્ડિયા વિરુદ્ધ સ્ટ્રાઈક રેટ પણ ઓવરઓલ સ્ટ્રાઈક રેટથી વધુ છે.

પાકિસ્તાનના બોલર્સની ભારત વિરૂદ્ધ એવરેજ અને સ્ટ્રાઈક રેટ

બેટ્સમેન (મેચ, રન)

ભારત વિરુદ્ધ એવરેજ

કેરિયર એવરેજ

ભારત વિરુદ્ધ સ્ટ્રાઈક રેટ

કેરિયર સ્ટ્રાઈક રેટ

સરફરાઝ અહેમદ

(7 મેચ, 65 રન)

21.66

34.85

69.15

88.64

શોએબ મલિક

(41 મેચ, 1782 રન)

48.16

34.71

88.48

81.92

આસિફ અલી

(2 મેચ, 39 રન)

19.50

27.76

125.81

128.93

ફખ્ર જમાં

(3 મેચ, 145 રન)

48.33

48.57

91.19

98.15

ઇમામ ઉલ હક

(2 મેચ, 12 રન)

6

57.15

44.44

80.59

મોહમ્મદ હાફિઝ

(11 મેચ, 486 રન)

48.6

33.19

82.65

76.71

બાબર આઝમ

(4 મેચ, 110 રન)

27.5

50.96

72.85

86.15

હરિસ સૌહેલ

(1 મેચ, 36 રન)

36

45.79

75.00

83.05

ભારતની બોલિંગ- પાકિસ્તાન વિરુદ્ધ ભુવી, શમી અને જાધવ ઉત્કૃષ્ટઃ ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ પાકિસ્તાન વિરૂદ્ધ પ્રતિ ઓવર ઓછા રન આપે છે. શમી 3.82, ભુવનેશ્વર 4.18 અને કુલદીપ 4.33 ઈકોનોમી રેટથી રન આપે છે. જે તેમનો ઓવરઓલ ઈકોનોમી રેટથી ઓછો છે. બોલિંગ એવરેજમાં પણ ભારતના ત્રણ બોલર્સ અને બે ઓલરાઉન્ડરનું પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન પોતાના કેરિયર સરેરાશથી સારું છે. કેદાર જાધવનું સૌથી સારું પ્રદર્શન છે. પાકિસ્તાન વિરુદ્ધ એક વિકેટ લેવામાં સરેરાશ 17.5 રન આપે છે, જ્યારે અન્ય ટીમ વિરુદ્ધ તેમની સરેરાશ 35.81 હોય છે. શમીની ઓવરઓલ બોલિંગ એવરેજ 26.11 છે, પરંતુ પાકિસ્તાન વિરૂદ્ધ 21.4 રનના અંતરાયે વિકેટ મેળવે છે. ભુવનેશ્વર કુમાર પાકિસ્તાન વિરુદ્ધ 23 રનની બોલિંગ સરેરાશથી વિકેટ લે છે, જ્યારે અન્ય ટીમ વિરુદ્ધ તેમની સરેરાશ 34.98 છે.

ભારતના બોલર્સનું પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન

બોલર્સ (મેચ, વિકેટ)

પાકિસ્તાન વિરુદ્ધ ઈકોનોમી રેટ

કેરિયર ઈકોનોમી રેટ

પાકિસ્તાન વિરુદ્ધ બોલિંગ એવરેજ

કેરિયર બોલિંગ એવરેજ

જસપ્રીત બુમરાહ

(4 મેચ, 4 વિકેટ)

4.59

4.52

21.98

35.75

ભુવનેશ્વર કુમાર

(9 મેચ, 14 વિકેટ)

4.18

5

23

34.98

મોહમ્મદ શમી

(3 મેચ, 5 વિકેટ)

3.82

5.48

21.4

26.11

યુજવેન્દ્ર ચહલ

(2 મેચ, 2 વિકેટ)

5

4.93

40

24.16

કુલદીપ યાદવ

(2 મેચ, 3 વિકેટ)

4.33

4.96

26

22.64

હાર્દિક પંડયા

(3 મેચ, 3 વિકેટ)

5.26

5.57

40

41.97

કેદાર જાધવ

(4 મેચ, 4 વિકેટ)

4.67

5.18

17.5

35.81

રવીન્દ્ર જાડેજા

(9 મેચ, 10 વિકેટ)

4.94

4.89

41

35.89

ભારતની બેટિંગ- પાકિસ્તાન સામે વધુ સારી રીતે રમે છે ધોનીઃ મહેન્દ્ર સિંહ ધોની પાકિસ્તાન વિરૂદ્ધ સરેરાશ રનરેટ પોતાની એવરેજ કેરિયરથી સારી છે. ધોનીએ પાકિસ્તાન વિરુદ્ધ 35 મેચમાં 55.9ની સરેરાશથી 1,230 રન બનાવ્યાં છે. જ્યારે પોતાની કેરિયર એવરેજ 50.53 છે. ધોનીએ કુલ 10માંથી 2 સેન્ચુરી પાકિસ્તાન વિરુદ્ધ છે. દિનેશ કાર્તિક અને હાર્દિક પંડયા પણ પાકિસ્તાન વિરૂદ્ધ રનરેટ પોતાની કેરિયર એવરેજથી ઘણી સારી છે. વર્તમાન ભારતીય ટીમમાં ધોની ઉપરાંત વિરાટ (2) અને રોહિત (1) જ છે જેઓએ પાકિસ્તાન વિરુદ્ધ સેન્ચુરી ફટકારી છે. જો કે પાકિસ્તાન વિરૂદ્ધ કોહલીની રનરેટ તેમના કેરિયર એવરેજથી ઓછી થઈ જાય છે. વિરાટ અને ધોની પાકિસ્તાન વિરૂદ્ધ સ્ટ્રાઈક રેટ પણ પોતાના કેરિયર રેટથી વધુ છે.

ભારતના બેટ્સમેનની પાકિસ્તાન વિરૂદ્ધ એવરેજ અને સ્ટ્રાઈક રેટ

બેટ્સમેન (મેચ, રન)

પાકિસ્તાન વિરુદ્ધ એવરેજ

કેરિયર એવરેજ

પાકિસ્તાન વિરુદ્ધ સ્ટ્રાઈક રેટ

કેરિયર સ્ટ્રાઈક રેટ

વિરેટા કોહલી

(12 મેચ, 459 રન)

45.9

59.47

93.29

92.93

રોહિત શર્મા

(15 મેચ, 580 રન)

44.61

48.17

83.09

87.86

મહેન્દ્રસિંહ ધોની

(35 મેચ, 1230 રન)

55.9

50.53

90.51

87.63

રવિન્દ્ર જાડેજા

(9 મેચ, 116 રન)

23.2

29.92

76.82

84.23

કેદાર જાધવ

(4 મેચ, 9 રન)

9

43.48

69.23

102.53

દિનેશ કાર્તિક

(4 મેચ, 65 રન)

65

31.03

66.23

73.71

હાર્દિક પંડયા

(3 મેચ, 96 રન)

96

30.53

195.92

120.12

X
Pakistan's bowlers can not stand against India. The carrier's worst performance is gone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી