લોર્ડ્સ / કિવિઝના ઓલરાઉન્ડર જેમ્સ નીશમે ભારતીય ફેન્સને ફાઇનલની ટિકિટ રી-સેલ કરવા વિનંતિ કરી

Kiwis all-rounder James Neesham urges Indian fans to re-sell the final ticket

  • નીશમે ટ્વિટમાં કહ્યું કે જે ફેન્સ મેચમાં ગેરહાજર રહેવાના હોય, તેઓ ઓફિશિયલ પ્લેટફોર્મ પર ટિકિટ ફરીથી વેચે જેથી બીજા જેન્યુઈન ફેન્સને તક મળે
  • રવિવારે લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ટકરાશે, ક્રિકેટને નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળશે

Divyabhaskar.com

Jul 13, 2019, 05:09 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમે ભારતીય ક્રિકેટ ફેન્સને વર્લ્ડ કપ 2019ના ફાઇનલની ટિકિટ ઓફિશિયલ પ્લેટફોર્મ પર રી-સેલ (ફરીથી વેચવા) માટે રિકવેસ્ટ કરી હતી. ઇન્ડિયન ફેન્સે ફાઇનલની બહુ બધી ટિકિટ એડવાન્સમાં લઇને રાખી છે. કોહલી એન્ડ કંપની ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હોવાથી નીશમે કહ્યું હતું કે, જે ભારતીય ફેન્સ મેચ જોવા ન જવાના હોય તેઓએ બીજા ફેન્સના પેશનને માન આપીને પોતાની ટિકિટ આપી દે. તેણે પોતાની ટ્વિટમાં કહ્યું કે, "પ્રિય ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ, જો તમે ફાઇનલ જોવા ન આવવાના હોવ તો કૃપા કરીને તમારી ટિકિટ રી-સેલ માટે ઓફિશિયલ પ્લેટફોર્મમાં આપી દેજો. મને ખબર છે કે ઊંચા ભાવે ટિકિટ વહેંચીને નફો કમાવવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે. પરંતુ હું તમને રિકવેસ્ટ કરું છું કે અન્ય જેન્યુઈન ફેન્સને પણ મેચ જોવાની એક તક આપો!"

નીશમનો કિવિઝ માટે ટૂર્નામેન્ટમાં દેખાવ સારો રહ્યો છે. તેણે બેટ અને બોલ વડે દરેક મેચમાં યોગદાન આપ્યું છે. જોકે ભારત સામેની સેમિફાઇનલમાં તે માત્ર 12 રન જ કરી શક્યો હતો. તેણે એક વિકેટ પણ ઝડપી હતી. 2015માં રનરઅપ રહેલી કિવિઝનો ફાઇનલમાં મુકાબલો ટાઇટલ ફેવરિટ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સ ખાતે થશે. લોર્ડ્સ ખાતે ક્રિકેટને નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે.

X
Kiwis all-rounder James Neesham urges Indian fans to re-sell the final ticket
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી