વર્લ્ડકપ / ગૂગલના સીઇઓ પિચાઈનું અનુમાન- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ રમાશે

Google CEO Pichai predicts India and England in the CWC final
X
Google CEO Pichai predicts India and England in the CWC final

  • એક એવોર્ડ શોમાં પિચાઈને પૂછવામાં આવ્યું હતું કે- વર્લ્ડ કપની ફાઈનલ કયા બે દેશ વચ્ચે રમાશે
  • પિચાઇએ કહ્યું- ક્રિકેટની તુલનાએ તેને બેસબોલ થોડું અઘરું લાગે છે

Divyabhaskar.com

Jun 13, 2019, 06:08 PM IST

વોશિંગ્ટનઃ ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ કહ્યું કે વર્લ્ડ કપ ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે થવી જોઈએ. પિચાઇના જણાવ્યા મુજબ, તેઓ ક્રિકેટના મોટા ફેન છે. બુધવારે તેમને યુએસઆઈબીસીની ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ અપાયો હતો. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે જ્યારે હું અમેરિકા આવ્યો તો મેં બેઝબોલ સાથે યોગ્ય સમતુલા જાળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને આ ક્રિકેટની તુલનાએ ઘણું જ કઠિન લાગ્યું.

કાર્યક્રમમાં અમેરિકી નાગરિકો ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સહિત ભારત અને અમેરિકાના મોટા કોર્પોરેટ એક્ઝીકયૂટિવ્સ પણ હાજર હતા.

મેં નક્કી કરી લીધું કે ક્રિકેટ સાથે જ રહીશ: પિચાઈ

વર્લ્ડકપ ફાઇનલના સવાલ પર પિચાઈએ કહ્યું કે, તમે જાણો જ છો કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ઘણી સારી ટીમ છે. જોકે આઈસીસી વર્લ્ડકપની ફાઇનલ ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે થવી જોઈએ.

ખરેખરમાં પિચાઈને યૂએસ આઈબીસીના અધ્યક્ષ નિશા દેસાઈએ પૂછ્યું હતું કે, તમારે હિસાબે વર્લ્ડકપની ફાઇનલ ક્યાં બે દેશ વચ્ચે રમાશે? આ અવસર પર પિચાઈએ અમેરિકામાં ક્રિકેટ અને બેઝબોલથી જોડાયેલો અનુભવ પણ શેર કર્યો હતા.

તેણે કહ્યું કે, જયારે હું પહેલી વાર અહીંયા આવ્યો તો મેં બેઝબોલને અપનાવાની કોશિશ કરી હતી. જોકે હું સ્વીકાર કરું છું કે તે થોડું અઘરું હતું. પહેલી વાર હું આ રમત રમ્યો તો બોલને બહાર મારી દીધો હતો. ક્રિકેટના હિસાબે આ સારો શોટ હતો, તે વિચારીને હું ખુશ થયો હતો. જોકે ત્યાં હાજર લોકોને તે પસંદ આવ્યો ન હતો.

પિચાઈએ કહ્યું કે, ક્રિકેટમાં તમે દોડો તો પોતાનું બેટ સાથે લઈને દોડતા હોવ છો, તેથી જ હું બેઝબોલમાં પણ બેટ હાથમાં લઈને દોડ્યો હતો. પછી લાગ્યું આ થોડું ચેલેંજિંગ કામ છે. મેં નક્કી કર્યું કે બીજી બધી વસ્તુઓ સાથે એડજસ્ટ કરીશ, પરંતુ ક્રિકેટનો સાથ ક્યારેય છોડીશ નહીં.

પિચાઈએ કહ્યું કે, તાજેતરમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે. આ એક શાનદાર ટૂર્નામેન્ટ છે. હું શરૂઆતથી ભારતના સારા પ્રદર્શનને લઈને આશાવાદ છું. જોકે ત્યાં અન્ય સારી વસ્તુઓ પણ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી