વર્લ્ડકપ / ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું, રૂટ ઇંગ્લિશ ટીમ માટે વર્લ્ડકપમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates

 • વેસ્ટઈન્ડિઝની ટીમ 44.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ, નિકોલસ પૂરને 63 રન કર્યા
 • ઈંગ્લેન્ડ માટે જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ લીધી
 • જવાબમાં ઇંગ્લેન્ડે 16.5 ઓવર બાકી રાખીને મેચ જીતી, રૂટે 100* રન કર્યા
 • ઇંગ્લેન્ડની વિન્ડીઝ વિરુદ્ધ વર્લ્ડકપમાં સતત છઠી જીત

Divyabhaskar.com

Jun 21, 2019, 08:07 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 19મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટે હરાવ્યું હતું. આ ઇંગ્લેન્ડની વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સતત છઠી જીત હતી. 213 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડે 33.1 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે જો રૂટે વનડેમાં પોતાની 16મી અને વર્લ્ડકપમાં ત્રીજી સદી ફટકારી હતી. તેણે 94 બોલમાં 11 ચોક્કાની મદદથી 100* રન કર્યા હતા. તે કેવિન પીટરસનને પાછળ છોડીને ઇંગ્લેન્ડ માટે વર્લ્ડકપમાં સૌથી વધુ 3 સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. વેસ્ટ ઇન્ડિઝ માટે શેનોન ગેબ્રિયલ બંને વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ હવે 8 પોઇન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. કિવિઝ 7 પોઇન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 6 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયા 5 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે.

વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ દાવમાં 212 રન કર્યા

વર્લ્ડ કપની 19મી મેચમાં શુક્રવારે વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ઈંગ્લેન્ડને 213 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગનો નિર્ણય કર્યો હતો. વિન્ડિઝની ટીમ 44.4 ઓવરમાં 212 રનમાં જ સમેટાઈ ગઈ. વિન્ડિઝમાંથી સૌથી વધુ રન નિકોલસ પૂરને બનાવ્યાં, તેને 63 રનની ઈનિંગ રમી. આ વનડેમાં તેનો હાઈએસ્ટ સ્કોર છે. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચર અને માર્ક વુડે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી

જો રૂટે બે વિકેટ લીધીઃ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રુટ વિશ્વના ટોપ બેટ્સમેનમાંથી એક છે પરંતુ આ મેચમાં તેને બોલિંગમાં પણ યોગદાન આપ્યું. તેને શિમરોન હેટમાયર અને કેપ્ટન જેસન હોલ્ડરને આઉટ કર્યા. હેટમાયર 39 રન બનાવીને આઉટ થયો. તેને ચોથી વિકેટ માટે પૂરનની સાથે 89 રનની ભાગીદારી કરી. તો હોલ્ડર માત્ર 9 જ રન બનાવી શક્યો હતો.

બેટિંગમાં ફેઈલ રસેલઃ આંદ્રે રસેલે 16 બોલમાં 21 રન બનાવ્યાં. માર્ક વુડની ઓવરમાં ક્રિસ વોક્સે રસેલનો કેચ કર્યો. રસેલે પોતાની ઈનિંગમાં બે છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યો. રસેલને જીવનદાન પણ મળ્યું હતું પરંતુ તે તેનો ફાયદો ન ઉઠાવી શક્યા.

ત્રીજી જ ઓવરમાં વિન્ડિઝને પહેલો ઝટકો લાગ્યો હતોઃ આ પહેલાં વેસ્ટઈન્ડિઝને પહેલો ઝટકો ત્રીજી ઓવરમાં જ લાગ્યો હતો. ક્રિસ વોક્સે ઈવિન લેવિસને 2 રને જ બોલ્ડ કરી દીધો હતો. જે બાદ ક્રિસ ગેલ અને હોપે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી. ગેલ 41 બોલમાં 36 રન બનાવીને લિયમ પ્લંકેટની ઓવરમાં આઉટ થયો. હોપે 30 બોલમાં 11 રન કર્યા, તે માર્ક વુડની બોલિંગમાં એલબીડબલ્યૂ આઉટ થયો.

રસેલ-લેવિસ વેસ્ટઈન્ડિઝ ટીમમાં પરતઃ ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી. વેસ્ટઈન્ડિઝની ટીમમાં ત્રણ ફેરફાર કરાયાં છે. ઈવિન લેવિસ, શેનોન ગ્રેબ્રિઅલ અને આંદ્રે રસેલ ટીમમાં પરત ફર્યા છે. તેને ડેરેન બ્રાવો, કેમાર રોચ અને એશ્લે નર્સને ટીમમાંથી બહાર કર્યા છે.

ક્રિસ ગેલ લિયમ પ્લન્કેટની બોલિંગમાં ડીપમાં જોની બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 36 રન કર્યા હતા. તે પહેલા એવીંન લુઈસ 8 બોલમાં 2 રન કરીને ક્રિસ વોક્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

વનડેમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ સૌથી વધુ રન કરનાર બેટ્સમેન:

 • ક્રિસ ગેલ 1627 (34 ઇનિંગ્સ)
 • કુમાર સંગાકારા 1625 (41 ઇનિંગ્સ)
 • વિવિયન રિચાર્ડસ 1619 (34 ઇનિંગ્સ)
 • રિકી પોન્ટિંગ 1598 (38 ઇનિંગ્સ)
 • મહેલ જયવર્દને 1562 (43 ઇનિંગ્સ)

ચાન્સ મિસ્ડ: ક્રિસ ગેલને 15 રનના વ્યક્તિગત સ્કોરે જીવનદાન મળ્યું હતું. ક્રિસ વોક્સની બોલિંગમાં માર્ક વુડે તેનો કેચ છોડ્યો હતો.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 19મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ટોસ જીતીને બોલિંગ લીધી છે. ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જયારે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. એવીંન લુઈસ, આન્દ્રે રસેલ અને શેનોન ગેબ્રિયલ આજે ડેરેન બ્રાવો અને એશ્લે નર્સની જગ્યાએ રમી રહ્યા છે.

ઇંગ્લેન્ડની ટીમ: જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, લિયમ પ્લન્કેટ, જોફરા આર્ચર, માર્ક વુડ અને આદિલ રાશિદ

વેસ્ટ ઇન્ડિઝની ટીમ: ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન(વિકેટકીપર), આન્દ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જેસન હોલ્ડર(કેપ્ટન), શેનોન ગેબ્રિયલ, શેલ્ડોન કોતરેલ અને ઓશેન થોમસ

X
England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates
England vs West Indies live match updates

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી