ફાઇનલ / ઇંગ્લેન્ડની બેટિંગ વિરુદ્ધ કિવિઝની બોલિંગનો મુકાબલો નક્કી કરશે કે કઈ ટીમ પહેલી વાર ચેમ્પિયન બને છે

England's batting against quiz bowling will determine which team becomes the first champion

  • ઇંગ્લેન્ડ પોતાના બેટિંગના જોરે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે, બીજી તરફ કિવિઝ બોલ્ટ, ફર્ગ્યુસન અને હેનરીની ત્રિપુટી થકી ફાઇનલમાં આવ્યું
  • ટૂર્નામેન્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 22માંથી 17 મેચ જીતી છે, લોર્ડ્સ ખાતેની ચારેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી 

Divyabhaskar.com

Jul 14, 2019, 09:24 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની શરૂઆતમાં તેની સરખામણી 1992ના વર્લ્ડ કપ સાથે કરવામાં આવી હતી. રાઉન્ડ રોબિન ફોર્મેટ ઉપરાંત બંને કપમાં પાકિસ્તાનના દેખાવની સમાનતાએ ક્રિકેટરસિકોને જલસો કરાવી દીધો હતો. તેમાં વધુ એક સમાનતા સામે આવી છે જેની બહુ ઓછા લોકોને ખબર હશે. 1992 અને 2019 એવા 2 વર્લ્ડકપ છે, જેમાં ચેમ્પિયન બનનાર ટીમ ટૂર્નામેન્ટમાં 3 મેચ હાર્યું હશે. 1992માં પાકિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ, ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું. આ વખતે ઇંગ્લેન્ડ પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું, જયારે કિવિઝ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે હાર્યું હતું. આજની ફાઇનલમાં ટીમો મુકાબલો ક્યાં જીતે અને હારી શકે છે, તેના પર એક નજર:

ટોસ જીતો મેચ જીતો?: આ વર્લ્ડ કપમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 22માંથી 17 મેચ જીતી છે. લોર્ડ્સ ખાતેની ચારેય મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે. ટૂર્નામેન્ટના અંતિમ ફેઝમાં રનચેઝ ન થવાનું મુખ્ય કારણ પિચો ધીમી થઇ જાય તે છે. જોકે ઇંગ્લેન્ડે એજબેસ્ટન ખાતેની સેમિફાઇનલમાં સાબિત કર્યું છે કે તેઓ ટોસ હાર્યા છતાં સરળતાથી મેચ જીતી શકીએ છે.

બેસ્ટ બોલિંગ વિરુદ્ધ બેસ્ટ બેટિંગનો મુકાબલો: ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ વધુ રસપ્રદ એટલે છે કે કારણકે બંને ટીમની તાકત અલગ-અલગ છે. ઇંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં બેટ વડે સૌથી આક્રમક રમત રમ્યું છે. તેમણે સ્પર્ધામાં 6.43ની રનરેટે બેટિંગ કરી છે અને દર વિકેટ માટે સરેરાશ 43.26 રન જોડે છે. બીજી તરફ કિવિઝે 5.01ની ઈકોનોમી રેટથી જ રન આપ્યા છે અને દર 27.12 બોલે વિકેટ ઝડપે છે. તેમણે 24.81ની એવરેજથી 66 વિકેટ ઝડપી છે. તો ઇંગ્લેન્ડે 26.53ની એવરેજથી 64 વિકેટ લીધી છે.

ઓપનિંગ પાર્ટનરશીપ બંને ટીમ વચ્ચેનો તફાવત: જેસન રોય અને જોની બેરસ્ટોએ 4 વાર સાથે ઓપનિંગ કરી છે અને 128, 160, 123 અને 124 રનની ભાગીદારી કરી છે. એવી ચર્ચા થવી સ્વાભાવિક છે કે ' લો ઓફ એવ્રેજીસ' તેમની વિરુદ્ધમાં રમી શકે છે. બીજી તરફ કિવિઝ માટે માર્ટિન ગુપ્ટિલ અને કોલીન મુનરો/ હેનરી નિકોલ્સે 7 ઇનિંગ્સમાં 7ની એવરેજથી માત્ર 49 રન કર્યા છે. બીજી તરફ જે 3 મેચ ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં હાર્યું છે, એ ત્રણેય મેચમાં તેમણે પાવરપ્લેમાં 1થી વધુ વિકેટ ગુમાવી છે. તેમાંથી 2 મેચમાં જેસન રોયની જગ્યાએ જેમ્સ વિન્સે ઓપનિંગ કરી હતી. ટ્રેન્ટ બોલ્ટ ઇંગ્લિશ ટીમ માટે ખતરો સાબિત થઇ શકે છે. તેણે 14 ઇનિંગ્સમાં રોય અને બેરસ્ટો બંનેને ભેગા મળીને 5 વાર આઉટ કર્યા છે. તે બંને સામે 18ની એવરેજથી બોલિંગ કરે છે. શું આજે બોલ્ટ પ્રથમ ઝટકો આપીને ઇંગ્લેન્ડને બેકફૂટ પર મૂકી દેશે?

કિવિઝ વિલિયમ્સન પર નિર્ભર છે, ઇંગ્લેન્ડનો જો રૂટ ચાવીરૂપ ભૂમિકા ભજવવા સક્ષમ: જો રૂટ અને કેન વિલિયમ્સન વચ્ચે ટૂર્નામેન્ટમાં માત્ર 1 રનનો તફાવત છે. તેમ છતાં તેમની ટીમ પણ તેમના રનનો ઈમ્પૅક્ટ અલગ છે. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ કરતાં 1029 રન વધારે કર્યા છે. ઇંગ્લેન્ડે કિવિઝના 1913 રનની સરખામણીએ 2942 રન કર્યા છે. વિલિયમ્સને પોતાની ટીમના 30% રન કર્યા છે, જયારે રૂટે 20% રન કર્યા છે. કિવિઝ માટે વિલિયમ્સન રન કરે તે જરૂરી છે, બીજી તરફ રૂટ ક્રિઝ પર ઉભો રહે તે ઇંગ્લેન્ડ માટે બહુ જરૂરી છે. રૂટ વિરુદ્ધ વિલિયમ્સનના શૉમાં જે જીતે તેની ટીમ ટૂર્નામેન્ટ જીતે તેવું કહી શકાય છે.

X
England's batting against quiz bowling will determine which team becomes the first champion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી