વર્લ્ડકપ / ફેવરિટ ઇંગ્લેન્ડ સામે ડાર્ક હોર્સ વિન્ડીઝ ટૂર્નામેન્ટમાં 32 વર્ષથી જીતનો સ્વાદ ચાખી શક્યું નથી

19th Match Of World cup 2019: England vs West Indies at South Hampton

  • 1979ના વર્લ્ડકપની ફાઇનલ પછી ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે ટૂર્નામેન્ટમાં હાર્યું નથી 
  • ક્રિસ ગેલે આ વર્ષે ઇંગ્લેન્ડ સામે 4 ઇનિંગ્સમાં 106ની એવરેજથી 424 રન કર્યા છે

Divyabhaskar.com

Jun 14, 2019, 08:52 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 19મી મેચમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ એકબીજા સામે ટકરાશે. મેચ પહેલા બંને ટીમ માટે સારા સમાચાર છે. ઇંગ્લેન્ડના જોસ બટલર અને વેસ્ટ ઇન્ડિઝના આન્દ્રે રસેલને ફિટ જાહેર કરવામાં આવ્યા છે. ઇંગ્લિશ ટીમે આ ટૂર્નામેન્ટની 3માંથી 2 મેચ જીતી છે. તે દક્ષિણ આફ્રિકા સામે 104 રને અને બાંગ્લાદેશ સામે 106 રને જીત્યું હતું, જયારે પાકિસ્તાન સામે 14 રને હાર્યું હતું. બીજી તરફ વેસ્ટઈન્ડિઝે પોતાના પ્રદર્શનથી બધાને ચોકાવ્યું છે. તે પાકિસ્તાન સામે 7 વિકેટે જીત્યું, કાંગારું સામે 15 રને હાર્યું, જ્યારે દક્ષિણ આફ્રિકાની મેચ વરસાદના લીધે રદ થઇ હતી.

વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની 5-1ની લીડ

વર્લ્ડકપમાં બંને ટીમ 6 વાર એકબીજાની સામે રમી છે. આ 6માંથી 5 મેચ ઇંગ્લેન્ડ જીત્યું છે, જયારે વેસ્ટ ઇન્ડિઝ માત્ર 1 મેચ જીતવામાં સફળ રહ્યું છે. 1979ના વર્લ્ડકપની ફાઇનલમાં માત ખાધા પછી ઇંગ્લેન્ડ વિન્ડીઝ સામે વર્લ્ડકપમાં ક્યારેય હાર્યું નથી. તે 1987માં 2 વાર, જયારે 1992, 2007 અને 2011માં 1-1 વાર જીત્યું હતું. વનડેમાં બંને ટીમ 101 મેચ રમ્યું છે, જેમાંથી વિન્ડીઝે 44 અને ઇંગ્લેન્ડે 51 મેચ પોતાના નામે કર્યા છે, જયારે 6 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. વર્લ્ડકપમાં વિન્ડીઝની ટીમ 32 વર્ષ પછી ઇંગ્લેન્ડ સામે જીતનો સ્વાદ ચાખવા આતુર હશે.

ઇંગ્લેન્ડની ટીમમાં મોઇન અલીને તક મળી શકે છે

વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં ડાબોડી બેટ્સમેનની સંખ્યા વધુ હોવાથી ઇંગ્લેન્ડની ટીમમાં રાઈટ આર્મ ઑફ સ્પિનર મોઇન અલીને સ્થાન મળી શકે છે. ડાબોડી બેટ્સમેન સામે તે સારી ફ્લાઇટ કરીને બોલિંગ કરે છે અને વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવે છે. તેની ઇંગ્લેન્ડની ટીમમાં કોઈ એક ફાસ્ટ બોલરની જગ્યાએ વાપસી થઇ શકે છે.

વિન્ડીઝની ટીમમાં આન્દ્રે રસેલ વાપસી કરી શકે છે

વિન્ડીઝના કપ્તાન જેસન હોલ્ડરે કહ્યું કે તે મેચની સવારે રસેલની ફિટનેસ જોઈને નક્કી કરશે કે ઓલરાઉન્ડરને વધુ આરામની જરૂર છે કે તે રમવા માટે તૈયાર છે. મોસ્ટલી તો એવું લાગી રહ્યું છે કે વિન્ડીઝ પોતાના હુકુમના એક્કાના ઇંગ્લિશ ટીમ સામે રમાડશે.

વેધર અને પીચ રિપોર્ટ: સાઉથહેમ્પટનમાં શુક્રવારે વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 15થી 17 ડિગ્રીની આસપાસ રહેશે. પીચથી ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ કરશે.

X
19th Match Of World cup 2019: England vs West Indies at South Hampton

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી