વર્લ્ડ કપ / ભારત-પાકની મેચ પર વરસાદનું સંકટ, છતાં રિ-સેલમાં ટિકિટનો ભાવ 10 ગણો ઊંચકાયો

Rains are being sold on the India-Pak match, though the tickets are being sold in slices at more than four lakh rupees

  • લોટરી સિસ્ટમથી ટિકિટ મેળવનાર નસીબદારો હવે મેચ નજીક આવતાં ભારે ઊંચા ભાવે રિ-સેલ કરી રહ્યા છે
  • ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટ્સ સ્ટેડિયમના લે-આઉટ સાથે ચોઈસ મુજબ ટિકિટ વેચી રહી છે
  • સ્ટેડિયમની ક્ષમતાના લગભગ 70 ટકા ભારતીય દર્શકો હાઈ-વોલ્ટેજ મેચ માણવા ઉપસ્થિત રહેશે

Divyabhaskar.com

Jun 14, 2019, 10:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડકપમાં 16 જૂને ભારતનો મૂકાબલો પાકિસ્તાન સાથે થશે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ દરમિયાન વરસાદ થાય તેવી શકયતા છે. આમ છતાં દર્શકો ભારે કિંમત ચૂકવીને ટિકિટ ખરીદી રહ્યાં છે. આ મેચની ટિકિટ થોડી જ વારમાં વેચાઈ ગઈ હતી. જે લોકોએ ટિકિટ ખરીદી હતી, તે લોકો હવે વિયોગો વેબસાઈટ પર તેનું ફરી વેચાણ કરીને મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યાં છે. શુક્રવારે ગોલ્ડ લેવલની ટિકિટ લગભગ 4.20 લાખ રૂપિયા (4700 પાઉન્ડ)માં વેચાઈ છે.

ફૂટબોલની તર્જ પર ક્રિકેટ વર્લ્ડકપની ટિકિટો વેચાઈ છે

ICCએ ફિફા વર્લ્ડકપની તર્જ પર ક્રિકેટ વર્લ્ડકપની ટિકિટો વેચી છે. સ્ટેડિયમની કેપેસિટી અને મેચની રોમાંચકતા મુજબ રેટિંગ આપ્યા પછી ટિકિટોના દર જાહેર કરાયા હતા અને લગભગ સાત મહિના પહેલાં ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે તેમાં લોટરી સિસ્ટમ રાખવામાં આવી હતી. આથી ટિકિટ મેળવનાર નસીબદાર મેચ નજીક આવે તેમ ઊંચકાતા ભાવનો લાભ મેળવીને રિ-સેલ પણ કરી શકે. ભારત-પાકિસ્તાનની મેચમાં ભારે મોટા પ્રમાણમાં અને ભારે ઊંચા દરે રિ-સેલ થયું જોવા મળે છે. મેચની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરતી વેબસાઈટ્સ અલગ અલગ સ્ટેન્ડની રિ-સેલ ટિકિટના ભાવ જાહેર કરી રહી છે. એ મુજબ સૌથી મોંઘી પ્લેટિનમ ટિકિટ, જેની ખરી કિંમત 21000 રૂ. (235 પાઉન્ડ) હતી એ હવે 3થી 4 લાખ રૂપિયા (4-5 હજાર પાઉન્ડ)માં વેચાઈ રહી છે.

સ્ટેડિયમની ક્ષમતાના 70 ટકા દર્શકો ભારતીય હશે

માન્ચેસ્ટર ખાતેના ઐતિહાસિક ઓલ્ડટ્રેફર્ડ સ્ટેડિયમ ખાતે દર્શકોની સંખ્યા 24,500 જેટલી છે. વર્લ્ડકપની મેચને ધ્યાનમાં રાખીને દરેક સ્ટેડિયમે કેટલાંક નવા સ્ટેન્ડ્સ બનાવ્યા છે. એ જોતાં મહત્તમ ક્ષમતા 30,000 ધારી શકાય. તે પૈકી હાલ આ મેચમાં 20,000થી વધુ ભારતીયોએ ટિકિટ ખરીદી છે. એટલે જો વરસાદનું વિઘ્ન ન નડે અને મેચ રમાય તો ભારતીય ટીમને પાનો ચડાવનારા દર્શકોનું પ્રમાણ ખાસ્સું મોટું હશે. બ્રિટનમાં પાકિસ્તાની મૂળ ધરાવતા લોકો પણ મોટા પ્રમાણમાં છે. એટલે ગ્રાઉન્ડ ઉપર રમાતી મેચ જેટલી જ ઉત્તેજના સ્ટેડિયમમાં પણ જોવા મળશે.

લાખ રૂપિયાનો સવાલઃ મેચ રમાશે ખરી?

વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ વરસાદના કારણે રદ થઈ છે, જેમાંની એક મેચ ભારતની પણ હતી. રવિવારની મેચ માટે થયેલ વર્તારા મુજબ વરસાદ પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. વેધર રિપોર્ટ મુજબ, રવિવાર સવારે વરસાદના હળવા ઝાપટાં સાથે વેગીલા પવનની શક્યતા છે. બપોર પછી કૂણો તડકો નીકળશે પરંતુ વચ્ચે વચ્ચે ઝાપટાં પડી જાય તેમ બને. એ સંજોગોમાં મેચ રમાશે કે કેમ એ જ હાલ તો સૌથી મોટી ઉત્તેજના ગણાશે.

X
Rains are being sold on the India-Pak match, though the tickets are being sold in slices at more than four lakh rupees
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી