સેમિફાઇનલ / કાગળ પર ધુંઆધાર ટીમ ઈન્ડિયા ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ સામે ફસકી ગઈ, 18 રને હાર, વર્લ્ડકપ અભિયાનનો હતાશ અંત

 • કિવિઝ સતત બીજી વાર વર્લ્ડ કપની ફાઇનમાં પહોંચ્યું, ભારત ચોથી વાર સેમિફાઇનલમાં હાર્યું
 • કિવિઝે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા, જવાબમાં ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ
 • ઇન્ડિયન ટોપ ઓર્ડર ફેલ, રોહિત-રાહુલ-કોહલી 1-1 રન બનાવીને આઉટ થયા
 • ધોની-જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી, જાડેજાએ 77 અને ધોનીએ 50 રન કર્યા

Divyabhaskar.com

Jul 10, 2019, 08:39 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત કિવિઝ સામે 18 રને હાર્યું હતું. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની રનચેઝ દરમિયાન શરૂઆત નિરાશાજનક રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક (6 રન), હાર્દિક પંડ્યા (32 રન) અને ઋષભ પંત (32) સસ્તામાં આઉટ થતાં ભારતે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. લોવર ઓર્ડરે મેચમાં ભારતની વાપસી કરાવી હતી. પરંતુ નિર્ણાયક ઘડીએ જાડેજા અને ધોની આઉટ થતાં કિવિઝે બાજી મારી હતી.

જાડેજાએ 5 વર્ષ પછી ફિફટી ફટકારી

જાડેજાએ 5 વર્ષ પછી વનડેમાં ફિફટી ફટકારી હતી. તેણે 59 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. જાડેજાએ આ પહેલાં 2014માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લીડ્સ ખાતે ફિફટી મારી હતી.તે પછી એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. જયારે ધોનીએ 72 બોલમાં 50 રન કર્યા હતા. માર્ટિન ગુપ્ટિલે સીધો થ્રો મારીને ધોનીને રનઆઉટ કર્યો તે સાથે ભારતની મેચ જીતવાની તમામ આશા સમાપ્ત થઇ ગઈ હતી. કિવિઝ માટે મેટ હેનરીએ 3 વિકેટ લીધી હતી. મિચેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. તે સિવાય જેમ્સ નીશમ અને લોકી ફર્ગ્યુસને 1-1 વિકેટ લીધી હતી.

મેચના ટર્નિંગ પોઇન્ટ:
1) ટૂર્નામેન્ટમાં પહેલી વાર ભારતના ટોપ-3 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. બોલ્ટ અને હેનરીએ શાનદાર સ્પેલ નાખીને ભારતને પહેલેથી બેકફૂટ પર મૂક્યું હતું. ભારતે 19 બોલમાં રોહિત, રાહુલ અને કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા ભારતે જાન્યુઆરી 2010માં શ્રીલંકા વિરુદ્ધ 3.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હતી.

2) જાડેજાનું આઉટ થવું: ટીમનો સ્કોર 47.5 ઓવરમાં 208 રન હતો ત્યારે જાડેજા આઉટ થયો હતો. બોલ્ટની બોલિંગમાં મોટો શોટ મારવા જતાં તે વિલિયમ્સનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર પછી ભારત માટે 32 રન કરવા અઘરા જ સાબિત થવાનાં હતા.

3) ધોની રનઆઉટ: જાડેજા આઉટ થયો એની પછીની ઓવરમાં જ ધોની રનઆઉટ થયો હતો. ફર્ગ્યુસનની બોલિંગમાં 2 રન લેવાના પ્રયાસમાં ધોની ક્રિઝમાં પહોંચી શક્યો ન હતો. માર્ટિન ગુપ્ટિલે સીધો થ્રો ફટકારીને ભારતીય ફેન્સને હતાશ કર્યા હતા.

માન્ચેસ્ટર ખાતેની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન:
વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 1979: 9 રને હાર્યું
વિરુદ્ધ પાકિસ્તાન, 1999: 9 વિકેટે હાર્યું
વિરુદ્ધ ભારત, 2019: 18 રને જીત્યું

વર્લ્ડ કપ 2019માં પાવરપ્લે 1માં સૌથી ઓછો સ્કોર:

 • 24/4 ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માન્ચેસ્ટર
 • 27/1 કિવિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
 • 28/1 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ
 • 29/2 વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
 • 30/2 કિવિઝ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, માન્ચેસ્ટર
 • 31/1 કિવિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ

કોહલીએ રિવ્યુ લીધો છતાં પેવેલિયન ભેગો થયો: અમ્પાયરે આઉટ આપ્યા પછી કોહલીએ રિવ્યુ લીધો હતો. બોલ સ્ટમ્પને 5% કરતાં પણ ઓછો અડતો હોવા છતાં પણ અમ્પાયર્સ કોલ હોવાથી તેને પાછું જવું પડ્યું હતું.

ન્યુઝિલેન્ડે પ્રથમ દાવમાં 239 રન કર્યા

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે 50 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવી 239 રન કર્યા હતા. તેમના માટે રોઝ ટેલરે 90 બોલમાં 74 અને કેપ્ટન કેન વિલિયમ્સને 95 બોલમાં 67 રન કર્યા હતા. ભારત માટે ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી. જયારે રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપના નિયમો
1. રિઝર્વ દિવસો
સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ દિવસે મેચ નવેસરથી નહીં રમાય, અધૂરી મૅચ ત્યાંથી જ રમાશે

2. સુપર ઓવર
સેમિફાઈનલ કે ફાઈનલમાં ટાઈની સ્થિતિમાં રમાશે

3. જો સેમિફાઈનલ વરસાદને લીધે ધોવાઈ જાય તો...
લીગ સ્ટેજમાં આગળ રહેલી ટીમ ફાઈનલમાં જાય

4. જો ફાઈનલ ધોવાઈ જાય તો...
રિઝર્વ દિવસ પછી ફાઈનલમાં પહોંચેલી બંને ટીમો વર્લ્ડ કપ ટ્રોફી શૅર કરે.

નિયમમાં ફેરફાર આવ્યો: રિઝર્વ ડે દરમિયાન મેચ નવેસરથી શરૂ થતી હતી. આપણે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બીજા દિવસે મેચ ફરીથી શરૂ થાય તે જોયું હતું. જોકે આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે.

વરસાદ શરૂ થયો તે પહેલાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 211 રન કર્યા હતા. રોઝ ટેલર 67 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ટેલરે 73 બોલમાં વનડેની 50મી ફિફટી ફટકારી છે. કોલીન ડી ગ્રાન્ડહોમ 16 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો.

Ross Taylor brings up fifty with a brutal, flat six!

It's been a battling knock so far - is that the sign that he's about to kick on?#CWC19 | #INDvNZ pic.twitter.com/aJasUsN6TF

— Cricket World Cup (@cricketworldcup) July 9, 2019

જેમ્સ નીશમ 12 રને હાર્દિક પંડ્યાની બોલિંગમાં લોન્ગ-ઓન પર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. કેન વિલિયમ્સન 67 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે વનડેમાં પોતાની 39મી ફિફટી ફટકારી હતી.

BIG WICKET!

There will be no hundred from #KaneWilliamson today – Chahal strikes, Jadeja holds on to the catch. New Zealand 134/3 in 35.2 overs. #CWC19 | #INDvNZ pic.twitter.com/dWhKNAr0PY

— ICC (@ICC) July 9, 2019

તે પહેલાં હેનરી નિકોલ્સ 28 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જાડેજાનો બોલ ટર્ન થયો હતો અને નિકોલ્સના પેડને અડીને સ્ટમ્પ ઉડાવી ગયો હતો.

Injury concern!

Hardik Pandya has left the field with what appears to be a groin issue.

📺 Watch #INDvNZ LIVE on @kayosports | https://t.co/1jYSfcf7ww

📝 And join our blog: https://t.co/8D44uQGFYr #CWC19 pic.twitter.com/1ipzKlPFRq

— Fox Cricket (@FoxCricket) July 9, 2019

વર્લ્ડ કપ 2019માં પાવરપ્લે 1માં સૌથી ઓછો સ્કોર:

 • 27/1 કિવિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
 • 28/1 ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, બર્મિંઘમ
 • 29/2 વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર
 • 30/2 કિવિઝ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, માન્ચેસ્ટર
 • 31/1 કિવિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ

કિવિઝે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 27 રન કર્યા

ન્યૂઝીલેન્ડે 10 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 27 રન કર્યા છે. કેન વિલિયમ્સન 14 રને અને હેનરી નિકોલ્સ 10 રને રમી રહ્યા છે. માર્ટિન ગુપ્ટિલ 1 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં સ્લીપમાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો છે. ભુવનેશ્વર કુમારે મેચની પ્રથમ ઓવર મેડન નાખી હતી, જયારે જસપ્રીત બુમરાહે બીજી ઓવર મેડન નાખી હતી.

Wicket! Boom boom Bumrah! Perfect bowling! He's been absolutely on it right from the start.

New Zealand 1/1 after 3.4 overs pic.twitter.com/6HgJeZSVw6

— BCCI (@BCCI) July 9, 2019

ભારતે મેચના પહેલા બોલે રિવ્યુ ગુમાવ્યું: ભુવનેશ્વર કુમારે મેચના પહેલા જ બોલે શાનદાર ઇનસ્વિંગર નાખતા બોલ માર્ટિન ગુપ્ટિલના પેડને અડ્યો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતાં ભારતે રિવ્યુ લીધો હતો, જોકે બોલ ટ્રેકરમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી

વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બેટિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ટિમ સાઉથીની જગ્યાએ લોકી ફર્ગ્યુસન રમી રહ્યો છે. જયારે ભારતીય ટીમમાં યૂઝવેન્દ્ર ચહલ કુલદીપ યાદવની જગ્યાએ રમી રહ્યો છે.

👀 TEAM NEWS: Both teams make one change 🏏

🇳🇿 = Ferguson in for Southee
🇮🇳 = Chahal in for Yadav#INDvNZ #BACKTHEBLACKCAPS #cricket #CWC19 pic.twitter.com/AwRBSmVhoc

— BLACKCAPS (@BLACKCAPS) July 9, 2019

ભારતની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ

વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ-1 એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે. ટાઇટલ ફેવરિટ ભારત સારી લયમાં છે અને તેમના માટે વિરાટ કોહલીના કહ્યા અનુસાર આ અન્ય એક મુકાબલો જ છે. બીજી તરફ પોતાની છેલ્લી ત્રણેય મેચ હારનાર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે વરસાદી વાતાવરણ, તેનો ફાયદો ઉઠાવવા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલર્સ અને કેન વિલિયમ્સન જેવો લીડર છે.

વર્લ્ડ કપમાં સાતમાંથી 6 સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર કિવિઝને હળવાશથી લેવાની ભૂલ વિરાટ કોહલી કરે એમ નથી. જયારે 6 સેમિફાઇનલ રમીને 3 વાર ફાઇનલમાં પહોંચનાર ટીમ ઇન્ડિયાને ચોથી વાર ફાઇનલમાં જતા કેમ રોકવી તે પ્રશ્ન કેન અને કંપનીને સતાવતો હશે.

વેધર અને પિચ રિપોર્ટ: માન્ચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહિયાં ટૂર્નામેન્ટની 5 મેચ રમાઈ છે અને બધી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારત અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ બંને મેચ સરળતાથી જીતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું.

X
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી