વર્લ્ડ કપ / મોર્ગનની સદી સૌથી શ્રેષ્ઠ ઈનિંગ્સ જ્યારે સ્ટાર્કનો યોર્કર બેસ્ટ ડિલિવરી

Morgan's century is the best innings while Stark's Yorker Best Delivery
Morgan's century is the best innings while Stark's Yorker Best Delivery

  • વર્લ્ડ કપના 38 દિવસમાં 45 લીગ મેચ પૂર્ણ
  • વરસાદના કારણે 4 મેચનું પરિણામ ના આવ્યું જ્યારે પૉપ સિંગર રિહાનાની હાજરી સરપ્રાઈઝિંગ રહી

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતી

Jul 11, 2019, 12:08 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ કપમાં 38 દિવસમાં 45 લીગ મેચ પૂર્ણ થઈ છે. 10 માંથી 6 ટીમ બહાર થઈ ચૂકી છે અને ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચી ચૂક્યા છે. હવે માત્ર 3 મેચ (2 સેમિફાઈનલ અને ફાઈનલ) જ બાકી છે. આવનારા 7 દિવસમાં વિશ્વને નવો ચેમ્પિયન મળી જશે. આ પહેલા જાણીએ લીગ મેચમાં કોણ વિનર રહ્યાં તો કોણ લૂઝર રહ્યાં, કોની ઈનિંગ્સના કારણે ટીમને જીત મળી જ્યારે કોની ઈનિંગ્સ ટીમને મદદરૂપ થઈ નહીં?

બેસ્ટ પ્લેયર: શાકિબ અલ હસન
બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી રહ્યો. તેણે 8 ઈનિંગ્સમાં 2 સદી અને 5 અડધી સદી ફટકારી હતી. શાકિબે 606 રન કરવાની સાથે 11 વિકેટ ઝડપી હતી.

બેસ્ટ ઈનિંગ્સ: મોર્ગનની ઈનિંગ્સ

ઇંગ્લેન્ડના ઓઇન મોર્ગને અફઘાન વિરુદ્ધ 148 રનની ઈનિંગ્સ રમી જે બેસ્ટ ઈનિંગ્સ રહી. તેની આ ઈનિંગ્સના કારણે ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં સૌથી મોટો સ્કોર 397/6 કર્યો હતો. મોર્ગને 17 સિક્સ ફટકારી હતી.

બેસ્ટ કેચ: સ્ટોક્સનો વનહેન્ડેડ
બેસ્ટ કેચને મુશ્કેલ હોવાના કારણે નહીં પરંતુ મૂમેન્ટના કારણે જાહેર કરાયો. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે પ્રથમ મેચમાં દ.આફ્રિકાના એન્ડિલે ફેહલુકવાયોનો કેચ પકડ્યો હતો.

બેસ્ટ ડિલિવરી: મિચેલ સ્ટાર્કનો યોર્કર, જેણે ઈંગ્લેન્ડને હરાવ્યું
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનો યોર્કર બોલ, જેની પર તેણે બેન સ્ટોક્સને આઉટ કર્યો હતો. આ ટૂર્નામેન્ટની બેસ્ટ ડિલિવરી રહી હતી. 25 જૂનના લોર્ડ્સ પર સ્ટાર્કનો યોર્કર ઓફ સ્ટમ્પ પર વાગ્યો અને સ્ટોક્સ 89 રને આઉટ થયો હતો.

સૌથી મોટો વિલન: વરસાદ
વર્તમાન વર્લ્ડ કપનો સૌથી મોટો વિલન વરસાદ રહ્યો. જેના કારણે 4 મેચનું પરિણામ ના આવ્યું. શ્રીલંકાની 2 મેચ વરસાદના કારણે ધોવાઈ હતી. જેના કારણે પછીની મેચના પરિણામ પર અસર થઈ. ​​​​​​

સરપ્રાઈઝ: રિહાનાની હાજરી
પોપ સિંગર રિહાના 1 જૂનના વિન્ડીઝ અને શ્રીલંકાની મેચ જોવા આવી સૌને ચોંકાવ્યા હતા. વાસ્તવમાં રિહાના એ સ્કૂલમાં ભણી છે જેમાં વિન્ડીઝનો કેપ્ટન કાર્લોસ બ્રેથવેટ ભણતો હતો.

બેસ્ટ મોમેન્ટ: બેસ્ટ ફેન ચારુલતા
2 જુલાઈના એજબેસ્ટનમાં ભારત-બાંગ્લાદેશની મેચમાં 87 વર્ષીય ભારતીય ફેન ચારુલતા પટેલ પણ પહોંચ્યા હતા. કોહલી સહિત ઘણા ખેલાડીઓએ મેચ બાદ તેમની સાથે મુલાકાત કરી હતી.

બેસ્ટ મેચ: અંતિમ બોલે હાર્યા, છતાં વિરોધી ટીમનો સપોર્ટ મળ્યો
ન્યૂઝીલેન્ડ અને વિન્ડીઝ વચ્ચે 22 જૂને રમાયેલી મેચ. 292 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વિન્ડીઝની ટીમે 9 વિકેટના ભોગે 286 રન કરી લીધા હતા. જીત માટે 7 બોલમાં 6 રનની જરૂર હતી. સદી ફટકારી ચૂકેલા બ્રેથવેટે 49મી ઓવરમાં મોટો શૉટ રમવાનો પ્રયાસ કર્યો પણ બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો. નિરાશ બ્રેથવેટ ત્યાં જ મેદાન પર બેસી ગયો. જોકે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ તેનો ઉત્સાહ વધાર્યો હતો.

(દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)

X
Morgan's century is the best innings while Stark's Yorker Best Delivery
Morgan's century is the best innings while Stark's Yorker Best Delivery
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી