વર્લ્ડકપ / જાડેજાને ઓલરાઉન્ડર ન માનતા માંજરેકરે અંતે સેમીફાઈનલ બાદ પ્રશંસા કરી, કહ્યું- તેઓ ખુબ સરસ રમ્યા

Manjrekar praised Jadeja as an incomplete player, saying he played very well

  • મેચ બાદ સંજય માંજરેકરે કહ્યું હતું કે, તેમણે કહ્યું કે, પોતાના સારા પ્રદર્શનથી મને દરેક મોર્ચા પર તોડી નાખ્યો છે
  • વર્લ્ડકપના પહેલા સેમીફાઈનલમાં રવીન્દ્ર જાડેજાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 77 રનની ઈનિંગ રમી હતી 

Divyabhaskar.com

Jul 11, 2019, 06:48 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડકપ પહેલી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવી દીધું છે. ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 77 રનની ઈનિંગ રમી હતી. લોકો આ ઈનિંગ માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ ક્રમમાં જાડેજાને અપૂર્ણ ખેલાડી કહીને ટીકા કરનારા પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરનું નામ પણ છે.

માંજરેકરે પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે, 'તમે ખુબ સરસ રમ્યા જાડેજા' મેચ પછી માંજરેકરે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, તેમના આટલા સરસ પ્રદર્શને મને ટુકડા ટુકડાઓમાં દરેક મોર્ચા પર તોડી નાંખ્યો હતો. આ પહેલા મેં તેમના વિશે જે પણ કહ્યું હતું તેના માટે હું માફી માંગું છું. મેં એ તમામ શબ્દો મજાકમાં કહ્યાં હતા.

માંજરેકરે કહ્યું હતું કે, જાડેજાને વનડે ન રમવી જોઈએઃ માંજરેકરે થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યૂમાં જાડેજાનું નામ લેતા કહ્યું હતું કે તેઓ અડધા બોલર અને અડધા બેટ્સમેનને ટીમમાં સામેલ કરવાના વિરોધમાં છે. આની જગ્યાએ કોઈ સ્પેશિયલિસ્ટ બોલર અથવા બેટ્સમેનને રમાડવો જોઈએ. સંજયે આ ટિપ્પણી ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ કરી હતી. તેમને કહ્યું હતું કે, જાડેજાને કારકિર્દીના આ તબક્કે 50 ઓવરની ક્રિકેટ ન રમવી જોઈએ.

જાડેજાએ ખેલાડીઓનું સન્માન કરવાની વાત કહી હતીઃ જાડેજાએ જવાબ આપતા લખ્યું હતું કે, માંજરેકરે ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. જાડેજાએ લખ્યું હતું કે, હું અત્યાર સુધી ઘણી મેચો રમી ચુક્યો છું અને રમી રહ્યો છું. બીજા લોકોએ જે મેળવ્યું છે તેનું સન્માન કરતા શીખો.

X
Manjrekar praised Jadeja as an incomplete player, saying he played very well
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી