વર્લ્ડકપ / સુપર ઓવરમાં જેમ્સ નીશમે સિક્સ મારી ત્યારે જ તેના કોચનું હાર્ટ એટેકથી નિધન થયું

James Neesham's coach passed away as he hit Jofra Archer for a six in the super over
X
James Neesham's coach passed away as he hit Jofra Archer for a six in the super over

  • કિવિઝ ઓલરાઉન્ડર નીશમે સુપર ઓવરમાં આર્ચરના બીજા બોલમાં સિક્સ મારી હતી
  • સુપર ઓવરમાં પણ ટાઈ પડતા બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું

Divyabhaskar.com

Jul 18, 2019, 01:33 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કિવિઝ ઓલરાઉન્ડર જેમ્સ નીશમના નાનપણના કોચ ડેવિડ જેમ્સ ગોર્ડનનું નિધન થઇ ગયું છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપના ફાઇનલની સુપર ઓવરમાં જોફ્રા આર્ચરના બોલ પર સિક્સ મારી હતી. બોલ બાઉન્ડ્રીની બહાર જતા જ ગાર્ડનનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની દીકરી લિયોનીએ કહ્યું કે કિવિઝ સમયાનુસાર સોમવારે સવારે નીશમે સુપર ઓવરના બીજા બોલમાં સિક્સ મારી હતી. તે દરમિયાન જ મારા પિતાએ અંતિમ શ્વાસ લીધો હતો.

નીશમે ટ્વીટ કરીને ગોર્ડનને શ્રદ્ધાંજલિ આપી

 

 

 

  1. ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ સુપર ઓવર સુધી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 15 રન કર્યા હતા. જવાબમાં કિવિઝે પણ 15 રન જ કરતાં બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું.
  2. ન્યૂઝીલેન્ડની વેબસાઈટ સ્ટફ ડોટ કોમ અંજેડને લિયોનીએ કહ્યું હતું કે, છેલ્લી ઓવરમાં એક નર્સને બોલવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે એમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. નીશમે જેવી સિક્સ મારી ત્યારે તેમણે પોતાનો છેલ્લો શ્વાસ લીધો હતો.
  3. નીશમે ગોર્ડનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું હતું કે, ડેવ ગોર્ડન, મારા હાઈ સ્કૂલના શિક્ષક, કોચ અને મિત્ર. આ રમતથી તમને બહુ પ્રેમ હતો. અમે ભાગ્યશાળી છીએ કે તમારી કોચિંગમાં રમવા મળ્યું. નીશમે વર્લ્ડકપમાં 15 વિકેટ લીધી હતી અને 232 રન કર્યા હતા.
  4. નીશમની ટ્વીટ જોઈને લિયોનીએ ખુશી જતાવી હતી. તેણે કહ્યું કે, મારા પિતા આનાથી ખુશ થશે. નીશમ માટે તેમના દિલમાં એક ખાસ સ્થાન હતું. ગોર્ડને ઓકલેન્ડ ગ્રામર એક શિક્ષક અને ક્રિકેટ અને હોકીના કોચ તરીકે 25થી વધુ વર્ષ કામ કર્યું હતું. તેમના કાર્યકાળમાં કિવિઝને નીશમ, લોકી ફર્ગ્યુસન જેવા ઘણા ક્રિકેટર્સ મળ્યા હતા.

 

 

 

 

 

 

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી