IND vs NZ / માનચેસ્ટરમાં હવામાન ચોખ્ખું, મેચ નિર્ધારીત સમયે જ શરૂ થશે; બંને ટીમે પ્રેકટીસ કરી

  • હળવો વરસાદ હોવા છતા મેચ સમય પર શરૂ થવાની શક્યતાઓ, એક કલાક પછી વરસાદ આવી શકે છે 
  • મેચ 4 કલાકથી વધારે સમય સુધી રોકાઈ તો ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતને રિવાઈઝ્ડ ટાર્ગેટ મળશે 

Divyabhaskar.com

Jul 10, 2019, 02:30 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ માનચેસ્ટરમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ વનડેથી ટૂ-ડેમાં બદલાઈ ગઈ છે, પરંતુ આજે રિઝર્વ-ડે પર પણ વરસાદની શક્યતા છે. માનચેસ્ટરનું વેધરફોરકાસ્ટના જણાવ્યા પ્રમાણે ત્યાંના સ્થાનિક સમયાનુસાર સવારે 10.30 વાગ્યા બાદ વરસાદ થઈ શકે છે. આજની મેચ તો સમયે શરૂ થઈ શકે છે પણ એક કલાક બાદ વરસાદ આવી શકે છે. આજે રિઝર્વ-ડે પર ન્યૂઝીલેન્ડની ઈનિંગ પહેલેથી શરૂ નહીં થાય, પરંતુ ગઈકાલે વરસાદ પહેલાં જ્યાં અટકી હતી ત્યાંથી તેઓ પોતાની ઈનિંગ પુરી કરશે.

મંગળવારે વરસાદના કારણે મેચ રોકાવાના સમયે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવી લીધા હતા. રોસ ટેલર અને ટોમ લાથમ ક્રિઝ પર હતા. ભુવનેશ્વર-બુમરાહની બે-બે ઓવર બાકી છે.

આજનું વેધર ફોરકાસ્ટ: એક્યૂવેધર ડોટ કોમ પ્રમાણે, માનચેસ્ટરમાં હાલ પણ હળવો વરસાદ થઈ રહ્યો છે. જ્યારે આખા દિવસમાં 57% વરસાદ થવાની સંભાવનાઓ છે. મેચ જો નિર્ધારીત સમયે શરૂ થાય તો તેના એક કલાક બાદ ભારે વરસાદ અને તેના બે કલાક પછી પણ જોરદાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બપોરે તડકો પડે તેવી ગણતરી ઘણી ઓછી છે.

1) જો હવામાન સાફ રહ્યું તો....
વરસાદ આજે વિધ્ન નહીં નાંખે તો ન્યૂઝીલેન્ડ પોતાની ઈનિંગ પૂરી કરશે અને ભારતને લક્ષ્યને પીછો કરવા માટે પૂરી 50 ઓવર મળશે.

2) જો ત્રણ કલાકથી વધુ વરસાદ પડે તો...
ન્યૂઝીલેન્ડની ઈનિંગ પૂરી થવા માટે માત્ર 3.5 ઓવર જ બચ્યાં છે. એટલે કે તેમની ઈનિંગના લગભગ પોણા ચાર કલાકની રમત મંગળવારે જ રમાઈ ગઈ છે. એવામાં આજે ચાર કલાક સુધી મેચ રોકાઈ અને તે પછી મેદાન રમવા માટે લાયક બને તો ભારતને પૂરી 50 ઓવર રમવાની તક મળશે.

3) જો વરસાદ ચાર કલાકથી વધુ સમય માટે આવે છે તો ...
નિયમો અંતર્ગત આજે જ મેચ પૂરો થવાનો પ્રયાસ થશે, પરંતુ ચાર કલાકથી વધુ સમય સુધી મેદાન ભીનું રહે તો ઓવર ઘટી શકે છે. એવી સ્થિતિમાં ઓછી ઓવરની સાથે લક્ષ્ય મુશ્કેલ થતું જશે.

જો ઓવર ઘટી તો ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની ઈનિંગ મુજબ ભારતને મળનારા ટાર્ગેટ

ઓવર ટાર્ગેટ
46 237 રન
40 223 રન
35 209 રન
30 192 રન
25 172 રન
20 148 રન

4) જો મેચ પૂરી ન થઈ શકી તો...
આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલ મુજબ ભારત (15 પોઈન્ટ)ને ન્યૂઝીલેન્ડ (11 પોઈન્ટ)થી આગળ હોવાનો ફાયદો મળશે અને તેઓ સીધા જ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ જશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી