વર્લ્ડકપ / ભારતના 352ના સ્કોર હેઠળ ઓસ્ટ્રેલિયા કચડાયું, 20 વર્ષ પછી પહેલી વાર ચેઝ કરવામાં હાર્યું

India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates

 • બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક મોરચે ભારત કાંગારું કરતા સર્વોપરિ સાબિત થયું 
 • ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવી 352 રન કર્યા, જવાબમાં ઓસ્ટ્રેલિયા 316 રનમાં ઓલઆઉટ
 • 117 રન ફટકારનાર શિખર ધવન મેન ઓફ ધ મેચ, બુમરાહ અને ભુવનેશ્વરે 3-3 વિકેટ લીધી
 • ઓસ્ટ્રેલિયા 1999ની પાકિસ્તાન સામેની મેચ હાર્યા પછી છેલ્લી 19 મેચથી ચેઝ કરતી વખતે અપરાજિત હતું

Divyabhaskar.com

Jun 10, 2019, 02:15 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 14મી મેચમાં લંડનના ઓવલ ખાતે ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને વર્લ્ડકપમાં પોતાની બીજી અને વનડેમાં 50મી મેચ જીતી હતી. 353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થયું હતું.કાંગારુંની શરૂઆત સારી રહી હતી, કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ 36 રનના વ્યક્તિગત સ્કોરે રનઆઉટ થયો હતો. તે પછી વોર્નરનો ક્રિઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો. તેણે 84 બોલમાં 66ની સ્ટ્રાઇક રેટથી માત્ર 56 રન કર્યા હતા. તે આઉટ થયો ત્યારસુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર થઇ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 69 અને કીપર કેરીએ અણનમ 55 રન કર્યા હતા. જોકે તે બંનેનું યોગદાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યું ન હતું. ભારત માટે બંને ફાસ્ટર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ, જયારે યૂઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. ભારત ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે પોતાની ત્રીજી મેચ રમશે.

વર્લ્ડકપમાં જયારે ઇન્ડિયાના ટોપ-3થીએ 50 કરતા વધુનો સ્કોર કર્યો:

 • સહેવાગ, તેંડુલકર, ગંભીર v દક્ષિણ આફ્રિકા, 2011
 • રોહિત, ધવન, કોહલી v ઓસ્ટ્રેલિયા, 2019

વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન ફટકારનાર ટીમ:

 • 360 ઇન્ડિયા, ઓવલ, 2019
 • 312 શ્રીલંકા, સિડની, 2015

વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર ટીમ:

 • 27 ઇન્ડિયા
 • 26 ઓસ્ટ્રેલિયા
 • 23 શ્રીલંકા
 • 17 વેસ્ટ ઇન્ડિઝ
 • 15 ન્યુઝીલેન્ડ

ભારત માટે સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર જોડી:

 • 26 - સૌરવ ગાંગુલી/ સચિન તેંડુલકર
 • 16 - રોહિત શર્મા/ વિરાટ કોહલી
 • 16 - શિખર ધવન/ રોહિત શર્મા
 • 13 - વિરેન્દ્ર સહેવાગ/ સચિન તેંડુલકર

કોઈ પણ ટીમ વિરુદ્ધ સૌથી ઝડપી 2 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન:

 • 37 ઇનિંગ્સ: રોહિત શર્મા v ઓસ્ટ્રેલિયા
 • 40 ઇનિંગ્સ: સચિન તેંડુલકર v ઓસ્ટ્રેલિયા
 • 44 ઇનિંગ્સ: વિવિયન રિચાર્ડસ v ઓસ્ટ્રેલિયા
 • 44 ઇનિંગ્સ: વિરાટ કોહલી v શ્રીલંકા
 • 45 ઇનિંગ્સ: એમએસ ધોની v શ્રીલંકા

ઓવલ ખાતેની વનડેમાં ધવનનું પ્રદર્શન: 102*, 125, 78, 21, 117

 • તેણે ઇંગ્લેન્ડમાં 19 ઇનિંગ્સમાં 1000 હજાર રન પૂરા કર્યા છે, આ પહેલા વિવિયન રિચાર્ડસે 21 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન એચિવ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરમાં 5 વિકેટે 238 રન કર્યા

353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 40 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 238 રન કર્યા છે. એલેક્સ કેરી 0 રને અને ગ્લેન મેક્સવેલ 23 રને રમી રહ્યા છે. સ્ટોઈનિસ શૂન્ય રને ભુવનેશ્વરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. સ્ટીવ સ્મિથ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો, પરંતુ ભારતે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો. સ્મિથે 70 બોલમાં 5 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 69 રન કર્યા હતા. તે પહેલા ઉસ્માન ખ્વાજા જસપ્રીત બુમરાહની બોલિંગમાં સ્કૂપ શોટ રમવા જતાં બોલ્ડ થયો હતો. તેણે 39 બોલમાં 42 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 2 વિકેટે 155 રન કર્યા

353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 155 રન કર્યા છે. સ્ટીવ સ્મિથ 42 રને અને ઉસ્માન ખ્વાજા 10 રને રમી રહ્યા છે. ડેવિડ વોર્નર યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર ભુવનેશ્વર કુમાર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 84 બોલમાં 56 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 1 વિકેટે 99 રન કર્યા

353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 99 રન કર્યા છે. સ્ટીવ સ્મિથ 14 રને અને ડેવિડ વોર્નર 45 રને રમી રહ્યા છે. ફિન્ચ ડેવિડ વોર્નરે ફટકારેલા શોટમાં 2 રન દોડવા જતા જાધવ/ પંડ્યા દ્વારા રનઆઉટ થયો હતો. તેણે 35 બોલમાં 36 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરમાં વિના વિકેટે 48 રન કર્યા

353 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 10 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 48 રન કર્યા છે. આરોન ફિન્ચ 28 રને અને ડેવિડ વોર્નર 18 રને રમી રહ્યા છે. ફિન્ચે હાર્દિકની ઓવરમાં 3 ચોક્કા અને 1 સિક્સ ફટકારી 10મી ઓવરમાં કુલ 19 રન લીધા હતા.

ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવી 352 રન કર્યાટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 352 રન કર્યા છે. ભારત માટે ઓપનર શિખર ધવને આ સીઝનની પહેલી અને વનડેની 17મી સદી ફટકારતા 109 બોલમાં 16 ચોક્કાની મદદથી 117 રન કર્યા હતા. તેનો સાથ આપતા ઓપનર રોહિત શર્માએ પણ 57 રનનું યોગદાન આપ્યું હતું. બંને 16મી વખત સદીની ભાગીદારી કરતા પ્રથમ વિકેટ માટે 127 રન ઉમેર્યા હતા. તે પછી કપ્તાન વિરાટ કોહલીએ એન્કર ઇનિંગ્સ રમતા વનડેમાં પોતાની 50મી ફિફટી ફટકારતાં 82 રન કર્યા હતા. કોહલી અંતિમ ઓવરમાં રનગતિ વધારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે સિવાય હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક ઇનિંગ્સ રમતા 27 બોલમાં 48 રન અને એમએસ ધોનીએ 14 બોલમાં 27 રન કર્યા હતા. ભારતે છેલ્લી 10 ઓવરમાં 116 રન કર્યા હતા. કાંગારું માટે સ્ટોઈનિસે 2 વિકેટ, જયારે મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

ભારતે 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 236 રન કર્યા

ભારતે 40 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 236 રન કર્યા છે. વિરાટ કોહલી 49 રને અને હાર્દિક પંડ્યા 7 રને રમી રહ્યા છે. શિખર ધવન મિચેલ સ્ટાર્કની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર નેથન લાયન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 109 બોલમાં 16 ચોક્કાની મદદથી 117 રન કર્યા હતા.

ભારતે 30 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 170 રન કર્યા

ભારતે 30 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 170 રન કર્યા છે. વિરાટ કોહલી 13 રને અને શિખર ધવન 96 રને રમી રહ્યા છે. રોહિત શર્મા કુલ્ટર નાઇલની બોલિંગ વધુ પડતા ઉછાળના લીધે કીપર કેરીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 70 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. તેણે પોતાના કરિયરમાં પહેલી વાર સતત ચાર મેચમાં ફિફટી ફટકારી છે. તેની છેલ્લી ચાર ઇનિંગ્સ: 95 v ઓસ્ટ્રેલિયા, 56 v ઓસ્ટ્રેલિયા, 122* v દક્ષિણ આફ્રિકા અને 57 v ઓસ્ટ્રેલિયા (આજે).

ભારતે 20 ઓવરમાં વિના વિકેટે 111 રન કર્યા

ભારતે 20 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 111 રન કર્યા છે. રોહિત શર્મા 46 રને અને શિખર ધવન 62 રને રમી રહ્યા છે. ધવને 53 બોલમાં ફિફટી ફટકારી છે.

Shikhar Dhawan has pushed through the pain of a thumb injury to bring up a quality half-century from 53 balls #CWC19 pic.twitter.com/vqI57z0Fi0

ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 41 રન કર્યા

ભારતે 10 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 41 રન કર્યા છે. રોહિત શર્મા 11 રને અને શિખર ધવન 27 રને રમી રહ્યા છે. શિખર ધવને ઇંગ્લેન્ડમાં 62.29ની એવરેજથી 1 હજાર વનડે રન પૂરા કર્યા છે. તેણે આ દરમિયાન 3 સદી અને 4 ફિફટી ફટકારી છે.

મિસ્ડ ચાન્સ: સ્ટાર્કની બોલિંગમાં રોહિતે મિડવિકેટની જમણી બાજુ બોલ ફ્લીક કર્યો હતો. કુલ્ટર નાઇલે શાનદાર ડાઇવ લગાવી હતી, પરંતુ બોલને પકડી શક્યો ન હતો. રોહિત ત્યારે 3 રને રમી રહ્યો હતો.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

વર્લ્ડકપની 14મી મેચમાં લંડનના ઓવલ ખાતે ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. કોહલીએ કહ્યું કે પીચ બીજા દાવમાં ધીમી થઇ જશે તેથી બેટિંગ લેવાનું પસંદ કર્યું છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

ઇન્ડિયા: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી(કેપ્ટન), લોકેશ રાહુલ, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી(વિકેટકીપર), પેટ કમિન્સ, નેથન કુલ્ટર નાઇલ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝાંપા

X
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
India vs Australia World Cup live updates
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી