વર્લ્ડ કપ / ભારત-પાકિસ્તાન મેચ 16 જૂનેઃ ભારતીય પ્રશંસકોએ 67% ટિકિટ ખરીદી, પાકિસ્તાન સમર્થક ફક્ત 18% હશે

India v Pakistan Match Tickets ICC Cricket World Cup 2019

  • ભારત-ઈંગ્લેન્ડનો મુકાબલો 30 જૂને એજબેસ્ચનમાં થશે, ભારતીય પ્રશંસકોએ મેચની 55% ટિકિટ ખરીદી 
  • વર્લ્ડકપમાં કુલ 48 મુકાબલા રમાશે, 124 દેશોના ક્રિકેટ ફેન્સે આ મેચ માટે ટિકિટ ખરીદી 

divyabhaskar.com

Jun 05, 2019, 06:33 PM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વર્લ્ડકપમાં 16 જૂને ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થવાની છે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં યોજાનારી આ મેચની 66.6% ટિકિટ ભારતીય દર્શકોએ ખરીદી છે. બ્રિટિશ છાપુ 'ધ ડેલી મેલ'ના રિપોર્ટ પ્રમાણે, આ મેચમાં પાકિસ્તાની ફેન્સની સંખ્યા 18.1% હશે. આ પ્રકારે 30 જૂને એજબેસ્ટનમાં ભારતનો મુકાબલો યજમાન ઈંગલેન્ડ સાથે થશે. આ મુકાબલામાં પણ ભારતીય પ્રશંસકોની સંખ્યા બ્રિટિશ ફેન્સથી વધારે રહેશે. વર્લ્ડ કપમાં આ વખતે 48 મેચ રમાશે. 124 દેશોના લોકો આ મેચ માટેની ટિકિટ ખરીદી રહ્યા છે.

ઈંગ્લેન્ડ-ઈન્ડિયા મેચના 55% ટિકિટ ટીમ ઈન્ડિયાના ચાહકોએ ખરીદી છે. ઈંગલેન્ડ સમર્થકોના ભાગે ફક્ત 42% જ ટિકિટ આવી છે. એડવેસ્ટન સ્ટેડિયમની દર્શકોની ક્ષમતા 24,500 છે. જેમાંથી 13,500 ટિકિટ ભારતીયો અને 10,300 ટિકિટ બ્રિટિશ લોકોએ ખરીદી લોકોએ ખરીદી. રિપોર્ટ પ્રમાણે, બ્લેક માર્કેટમાં સૌથી સસ્તી ટિકિટ પણ અંદાજે 50 હજાર રૂપિયામાં મળી રહી છે.

પાકિસ્તાન -ઈંગ્લેન્ડ મેચ દરમિયાન એમ્પાયરે મહેમાન ટીમને સલાહ આપી હતી: 3 જૂને ટ્રેંટ બ્રિજમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં પાકિસ્તાને 14 રન જીત હાંસિલ કરી હતી. મેચ દરમિયાન પાકિસ્તાની દર્શકોએ ઈંગ્લેન્ડના ખેલાડી ક્રિસ વોક્સનું ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કરાયો હતો. વોક્સે 4 કેચ લીધા હતા. મેચ દરમિયાન એમ્પાયર મેરિસ ઈરાસમસે ઈંગ્લિશ કેપ્ટન જો રૂટ અને ખેલાડીઓને કહ્યું કે, તેઓ વિકેટ મળ્યાની ખુશી બાઉન્ડ્રી બહાર મનાવી રહ્યા હતા. ત્યારબાદ થોડી વાર પછી જેસન રોયએ મો. હફીજનો કેચ છોડી દીધો હતો. તે સમયે તેઓ 14 રન બનાવીને રમી રહ્યાં હતા. ત્યારબાદ હફીજે 84 રનોની ઈનિંગ રમી હતી.

X
India v Pakistan Match Tickets ICC Cricket World Cup 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી