એનાલિસિસ / આ વર્લ્ડકપમાં 11% રન ભારતે બનાવ્યા, 14% રનો સાથે ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને

India scored 11% in this World Cup, England with 14% runs in first place

  • વર્લ્ડકપમાં કુલ 22412 રન બન્યા, ઇંગ્લેન્ડે સૌથી વધુ 3183 રન કર્યા
  • ભારત 2516 રન સાથે ત્રીજા સ્થાને રહ્યું, શ્રીલંકાએ સૌથી ઓછા રન બનાવ્યા
  • ઇંગ્લેન્ડે 6 વાર 300+ રનનો સ્કોર નોંધાવ્યો, રનરઅપ કિવિઝ એક પણ વાર 300 રન કરી શક્યું નહીં

Divyabhaskar.com

Jul 16, 2019, 04:09 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 11 મેચમાં 3183 રન કર્યા હતા. આ વર્લ્ડકપમાં કુલ 22412 રન થયા હતા, વિજેતા ઇંગ્લેન્ડે તેમાંથી 14% રન કર્યા. આ સૂચિમાં ભારત ત્રીજા સ્થાને છે. ટીમ ઇન્ડિયાએ 9 મેચમાં 2516 રન (11%) કર્યા હતા. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયા 2901 રન સાથે બીજા સ્થાને છે. જયારે રનરઅપ કિવિઝનો ટોપ-4માં સમાવેશ થતો નથી. તે 2154 રન સાથે પાંચમા સ્થાને છે.

બાંગ્લાદેશે આ સૂચિમાં ત્રણ ટીમોને પોતાની પાછળ છોડી દીધી છે. તેણે 2278 રન કર્યા હતા. પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ વનડે રેન્કિંગમાં બાંગ્લાદેશ કરતાં આગળ છે, પરંતુ વર્લ્ડકપમાં રન બનાવવાના મામલે બાંગ્લાદેશ કરતા પાછળ રહ્યું હતું. પાકિસ્તાન છઠા તો દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને રહ્યું હતું.

દેશ રન
ઇંગ્લેન્ડ 3183
ઓસ્ટ્રેલિયા 2901
ભારત 2516
બાંગ્લાદેશ 2278
ન્યૂઝીલેન્ડ 2154
પાકિસ્તાન 2025
વેસ્ટ ઇન્ડિઝ 1969
દક્ષિણ આફ્રિકા 1934
અફઘાનિસ્તાન 1831
શ્રીલંકા 1621

શ્રીલંકાની ટીમ બાઉન્દ્રી લગાવવામાં સૌથી પાછળ
ઇંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 76 છગ્ગા માર્યા હતા. આ મામલે વેસ્ટ ઇન્ડિઝ 59 સિક્સ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ 44, ભારતે 36 અને બાંગ્લાદેશે 28 છગ્ગા ફટકાર્યા હતા. ચોક્કા ફટકારવાના મામલે પણ ઇંગ્લેન્ડ પ્રથમ સ્થાને રહ્યું હતું. તેણે 283 ચોક્કા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 271, ભારતે 232 અને બાંગ્લાદેશે 210 ચોક્કા માર્યા હતા. શ્રીલંકાએ સૌથી ઓછા 16 છગ્ગા અને સૌથી ઓછા 133 ચોક્કા ફટકાર્યા હતા.

મોર્ગને સૌથી વધુ છગ્ગા, રોહિત અને બેરસ્ટોએ ચોક્કા માર્યા
ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને સૌથી વધુ 22 છગ્ગા માર્યા હતા. આ સૂચિમાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન આરોન ફિન્ચ 18 સિક્સ સાથે બીજા સ્થાને છે. ભારતીય ઓપનર રોહિત શર્માએ 14 છગ્ગા ફટકાર્યા હતા. ચોક્કા મારવાનાની સૂચિમાં રોહિત 67 ચોક્કા સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે 66 અને બાંગ્લાદેશના શાકિબ અલ હસને 60 ચોક્કા માર્યા હતા.

સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટોપ-10 બેટ્સમેન:

બેટ્સમેન દેશ છગ્ગા
ઓઇન મોર્ગન ઇંગ્લેન્ડ 22
આરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 18
રોહિત શર્મા ભારત 14
જેસન રોય ઇંગ્લેન્ડ 12
ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ 12
બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 11
જોની બેરસ્ટો ઇંગ્લેન્ડ 11
રસી વાન ડુસેન દક્ષિણ આફ્રિકા 10
નિકોલસ પૂરન વેસ્ટ ઇન્ડિઝ 10
કાર્લોસ બ્રેથવેટ વેસ્ટ ઇન્ડિઝ 9

સૌથી વધુ ચોક્કા ફટકારનાર ટોપ-10 બેટ્સમેન:

બેટ્સમેન દેશ ચોક્કા
રોહિત શર્મા ભારત 67
જોની બેરસ્ટો ઇંગ્લેન્ડ 67
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 66
શાકિબ અલ હસન બાંગ્લાદેશ 60
જેસન રોય ઇંગ્લેન્ડ 51
કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 50
બાબર આઝમ પાકિસ્તાન 50
જો રૂટ ઇંગ્લેન્ડ 48
આરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 47
એલેક્સ કેરી ઓસ્ટ્રેલિયા 46
X
India scored 11% in this World Cup, England with 14% runs in first place

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી