વર્લ્ડકપ / 40 વર્ષમાં ઇન્ડિયા 75 મેચ રમ્યું, 61% જીત્યું, ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 11 મેચ રમ્યું, 8 હાર્યું

India played 75 matches in 40 years, won 61%, played 11 matches against Australia, 8 got beaten
X
India played 75 matches in 40 years, won 61%, played 11 matches against Australia, 8 got beaten

  • 1975થી 2015 સુધીમાં 11 વર્લ્ડકપ રમાયા, આ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની 4 મેચમાંથી 3 ભારત હાર્યું 
  • વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 6 મુકાબલા થયા, ભારત બધી મેચ જીત્યું
  •  ભારત માટે સચિન તેંડુલકરે સૌથી વધુ મેચ રમતા સૌથી વધુ 2278 રન બનાવ્યા

Divyabhaskar.com

Jun 09, 2019, 09:26 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓવલ ખાતે રમશે. વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા 11 વાર એકબીજા સામે રમ્યું છે, જેમાંથી 8 મેચ ઓસ્ટ્રેલિયાએ અને 3 મેચ ભારતે જીતી છે.1975થી 2015ના વર્લ્ડકપ દરમિયાન ભારત 75 મેચ રમ્યું છે. તેમાંથી ભારત 61% એટલે કે 46 મેચ જીત્યું છે. જયારે 27 મેચ હાર્યું છે અને 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નથી.

ભારત 2 વાર વર્લ્ડકપ જીત્યું, 3 વાર સેમિફાઇનલમાં હાર્યું

ભારત અત્યાર સુધી 2 વર્લ્ડકપ જીતી ચૂક્યું છે. 1983માં કપિલ દેવની કપ્તાનીમાં અને 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. 1983માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાએ 183 રન ડિફેન્ડ કરતા 43 રને મેચ જીતી હતી. તો 2011માં 275 રન ચેઝ કરતા 10 બોલ બાકી રાખીને 6 વિકેટે મેચ જીતી હતી. ભારત 1987, 1996 અને 2015માં સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું.

2. 2003ના વર્લ્ડકપમાં ભારતે સૌથી વધુ 11 મેચ રમી, 1979માં બધી મેચ હાર્યું
વર્લ્ડ કપ કેટલી મેચ રમ્યું કેટલી મેચમાં જીત કેટલી મેચમાં હાર
1975 3 1 2
1979 3 0 3
1983 8 6 2
1987 7 2 5
1992* 8 2 5
1996 7 4 3
1999 8 4 4
2003 11 9 2
2007 3 1 2
2011 9 7 1
2015 8 7 1
કુલ 75 46 27

* 1992માં એક મેચનું રિઝલ્ટ ન આવ્યું, 2011માં એક મેચ ટાઈ થઇ હતી.

3. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 11માંથી 3 મેચ જીત્યું, પાકિસ્તાન સામે એક પણ નથી હાર્યું

ટીમ ઇન્ડિયાએ સૌથી વધુ 11 મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી છે. ભારત તેમાંથી માત્ર 3 મેચ જીત્યું છે. ઇન્ડિયા કેન્યા, નામિબિયા, નેધરલેન્ડ્સ, પાકિસ્તાન અને યુએઈ સામે ક્યારેય હાર્યું નથી. ભારત પાકિસ્તાન સામે 6 મેચ રમ્યું છે અને બધી જીત્યું છે.

4. સચિને સૌથી વધુ 6 વર્લ્ડકપ રમ્યા

વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે સચિન તેંડુલકરે સૌથી વધુ 6 વર્લ્ડકપ રમ્યા છે. સૌથી વધુ 45 મેચનો રેકોર્ડ પણ તેના નામે છે. તેણે આ દરમિયાન 2278 રન બનાવ્યા છે. સચિન એક માત્ર ભારતીય છે જેણે વર્લ્ડકપમાં 2000થી વધુ રન બનાવ્યા છે. ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ 18 મેચમાં 605 રન બનાવ્યા છે. ઝહીર ખાને સૌથી વધુ 44 વિકેટ લીધી છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી