વર્લ્ડકપ / સતત 7મી વાર ભારતે પાક.ને પછાડ્યું, વર્લ્ડકપમાં પાક. સામે રનના સૌથી મોટા માર્જિનની જીત, પ્રત્યેક ક્ષણે ભારતની ધાક છવાયેલી રહી

India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates

 • ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવી 336 રન કર્યા, રોહિતે કરિયરની 24મી સદી ફટકારતાં 140 રન કર્યા
 • ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રન ચેઝ કરતાં પાકિસ્તાન 89 રને હાર્યું
 • ભારત માટે હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને વિજય શંકરે 2-2 વિકેટ ઝડપી
 • વિજય શંકર વર્લ્ડકપના ડેબ્યુ મેચમાં પહેલા બોલે વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
 • 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019 દરેક વખતે ભારતે પાક.ને પરાસ્ત કર્યું 

Divyabhaskar.com

Jun 17, 2019, 01:59 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડકપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. રનના માર્જિનના હિસાબે વર્લ્ડકપમાં આ ભારતની પાક. વિરુદ્ધ સૌથી મોટી જીત છે. આ પહેલા 2015માં એડિલેડ ખાતે 76 રને મેચ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત સાતમી વાર હરાવ્યું હતું. 1992થી બંને ટીમ વર્લ્ડકપમાં એક બીજા સામે રમી રહી છે, આજ સુધી ભારત ક્યારેય હાર્યું નથી. ભારતે પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માના 140 રન થકી 336 રન કર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રન ચેઝ કરતાં પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 212 રન જ કરી શકી હતી. પાકિસ્તાન માટે બાબર આઝમ અને ફકર ઝમાને શાનદાર બેટિંગ કરતા બીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. જોકે તે જોડી તૂટતાં જ પાક. નો ધબડકો થયો હતો અને તેમણે 12 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ઝમાને 75 બોલમાં 62 રન અને આઝમે 57 બોલમાં 48 રન કર્યા હતા. તે બંને કુલદીપ યાદવની બોલિંગમાં આઉટ થયા હતા. તે પછી હાર્દિકે અનુભવી મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકને પેવેલિયન ભેગા કરતા મેચમાં માત્ર ફોર્માલિટી બાકી રહી હતી.

વરસાદના લીધે મેચ અટકી

વરસાદના લીધે મેચ રોકવામાં આવી છે. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે પાકિસ્તાનને 35 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવ્યા પછી 252 રનની જરૂર છે. તેઓ અત્યારે 86 રન પાછળ છે. જો મેચ હવે ચાલુ નહીં થાય તો ભારત 86 રને વિજય મેળવી લેશે.

337 રનનો પીછો કરતા પાકિસ્તાને 35 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 166 રન કર્યા છે. શાદાબ ખાન 1 રને અને ઇમાદ વસીમ 22 રને રમી રહ્યા છે. સરફરાઝ અહેમદ વિજય શંકરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 30 બોલમાં 12 રન કર્યા હતા.

પાકિસ્તાનનો ધબડકો 12 રનમાં 4 વિકેટ ગુમાવી

મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિક પંડ્યાની એક જ ઓવરમાં આઉટ થયા હતા. હાફિઝ પંડ્યાની બોલિંગમાં ફ્લીક કરવા જતાં ડીપ-સ્કવેર લેગ પર શંકરના હાથે કેચ આઉટ થયો હતો. જયારે મલિક પ્રથમ બોલે ઇનસાઇડ એજમાં બોલ્ડ થયો હતો. પાકિસ્તાનની ટીમ પોતાના ખરાબ શોટ સિલેક્શન થકી 117/1થી 129/5ની પરિસ્થિતિમાં આવી ગયું છે.

ફકર ઝમાન કુલદીપ યાદવની બોલિંગમાં શોર્ટ ફાઈન લેગ પર યૂઝવેન્દ્ર ચહલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 75 બોલમાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 62 રન કર્યા હતા. તે પહેલા બાબર આઝમ કુલદીપના લેગ સ્પિનમાં હવામાં બીટ થતાં બોલ્ડ થયો હતો. તેણે 57 બોલમાં 48 રન કર્યા હતા.

ભુવનેશ્વરની ઇજા પાકિસ્તાનને ભારે પડી

5મી ઓવરમાં ભુવનેશ્વરની હેમસ્ટ્રીંગ ખેંચાઈ જતા તે સારવાર માટે પેવેલિયન ગયો હતો. કોહલીએ તેની ઓવર પૂરી કરાવવા શંકરને બોલ આપ્યો હતો અને શંકરે પ્રથમ બોલમાં જ ભારતને સફળતા અપાવી હતી. ઇમામ ઉલ હક તેની બોલિંગમાં એલબીડબ્લ્યૂ થયો હતો. તેણે 18 બોલમાં 7 રન કર્યા હતા.

ભારતે પ્રથમ દાવમાં 336 રન કર્યા

વર્લ્ડકપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પાકિસ્તાનને મેચ જીતવા 337 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટ ગુમાવી 336 રન કર્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 136 રન જોડ્યા હતા. તે ભારત માટે વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ 100 રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની છે. રાહુલ 57 રને આઉટ થયો હતો, જયારે રોહિતે 111 બોલમાં 140 રનની ઇનિંગ્સ રમી હતી. જયારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 65 બોલમાં 77 રન કર્યા હતા. આ ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચમાં સર્વાધિક સ્કોર છે.

કોહલી નોટઆઉટ હતો છતાં પોતે જ પેવેલિયન ભેગો થયો
વિરાટ કોહલી મોહમ્મદ આમિરના બાઉન્સરમાં કીપર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 65 બોલમાં 77 રન કર્યા હતા. જોકે પાકિસ્તાનનો કપ્તાન સરફરાઝ અહેમદ આ કેચ માટે અપીલ કરી રહ્યો ન હતો અને અલ્ટ્રા એજમાં બેટ અને બોલનો સંપર્ક થયો ન હતો તે સ્પષ્ટ થયું હતું. તેણે આજે પોતાના કરિયરની 51મી ફિફટી ફટકારતાં સૌથી ઝડપી 11 હજાર વનડે રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

નંબર ગેમ:

11,000 વનડે રન: કોહલીએ સચિન કરતાં 54 ઇનિંગ્સ ઓછી લીધી

 • 222 ઇનિંગ્સ: વિરાટ કોહલી
 • 276 ઇનિંગ્સ: સચિન તેંડુલકર
 • 286 ઇનિંગ્સ: રિકી પોન્ટિંગ
 • 288 ઇનિંગ્સ: સૌરવ ગાંગુલી
 • 293 ઇનિંગ્સ: જેક કાલિસ

*રોહિત શર્મા પાકિસ્તાન સામે સતત 2 મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે આ પહેલા દુબઇ ખાતે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 111 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન:

 • રોહિત શર્મા 140, 2019
 • વિરાટ કોહલી 107, 2015
 • સઈદ અનવર 101, 2003

ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન:

 • 356* રોહિત શર્મા
 • 355 એમએસ ધોની
 • 264 સચિન તેંડુલકર
 • 251 યુવરાજ સિંહ
 • 247 સૌરવ ગાંગુલી

ભારત માટે સૌથી વધુ વનડે રમનાર ખેલાડી:

 • 463 - સચિન તેંડુલકર
 • 341 - એમએસ ધોની
 • 340 - રાહુલ દ્રવિડ

* રોહિત-રાહુલના નામે પાકિસ્તાન સામે ભારત તરફથી વર્લ્ડકપમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપનો નવો રેકોર્ડ બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર-નવજોતસિંહે બેંગ્લોરમાં 1996ના વર્લ્ડકપમાં 90 રન જોડ્યા હતા.

* પહેલી વખત ભારત પાકિસ્તાનની વર્લ્ડકપ મેચમાં કોઈ કેપ્ટને ટોસ જીતીને બોલિંગ લીધી છે.

ભારત-પાકિસ્તાન વર્લ્ડકપમાં:

 • પ્રથમ બેટિંગ કરનાર ટીમ 5 મેચ જીતી
 • બીજી બેટિંગ કરનાર ટીમ 1 મેચ જીતી

ભારતે 40 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 248 રન કર્યા

ભારતે 40 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી 248 રન કર્યા છે. વિરાટ કોહલી 39 રને અને હાર્દિક પંડ્યા 5 રને રમી રહ્યા છે. રોહિત શર્મા હસન અલીની બોલિંગમાં સ્કૂપ શોટ રમવા જતાં વહાબ રિયાઝના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 113 બોલમાં 14 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 140 રન કર્યા હતા. તેણે આજે વનડે ક્રિકેટમાં પોતાની 24મી સદી(85 બોલમાં) ફટકારી છે. તે પાકિસ્તાન સામે સતત 2 મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે આ પહેલા દુબઇ ખાતે એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 111 રનની ઇનિંગ્સ રમી હતી.

લોકેશ રાહુલ વહાબ રિયાઝની બોલિંગમાં શોર્ટ એક્સ્ટ્રા કવર પર બાબર આઝમના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 78 બોલમાં 3 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા.

ભારતે 20 ઓવરમાં વિના વિકેટે 105 રન કર્યાભારતે 20 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 105 રન કર્યા છે. લોકેશ રાહુલ 39 રને અને રોહિત શર્મા 63 રને રમી રહ્યા છે. ભારતના ઓપનર્સે પહેલી વાર વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે 100 રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. તે ઉપરાંત પહેલી વાર ભારતે પહેલી વિકેટ માટે સતત 2 મેચમાં 100 રનની ભાગીદારી કરી છે. ઓપનર રોહિતે 34 બોલમાં પોતાની ફિફટી પૂરી કરી હતી. તેણે સતત પાંચમી મેચમાં ફિફટી ફટકારી છે. તેમજ આ વર્લ્ડકપમાં અને પાકિસ્તાન સામેની વનડેમાં આ તેની સતત ત્રીજી ફિફટી છે.

ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 53 રન કર્યા

ભારતે 10 ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી 53 રન કર્યા છે. લોકેશ રાહુલ 14 રને અને રોહિત શર્મા 37 રને રમી રહ્યા છે.

* ઇનિંગ્સની પાંચમી ઓવરમાં આમિરને ડેન્જર એરિયા પર ફોલો થ્રુમાં ચાલવા માટે અમ્પાયરે આમિરને બીજી વોર્નિંગ આપી હતી. જો તે વધુ એક વખત પીચ ઉપર દોડશે તો તે મેચમાં બોલિંગ કરી શકશે નહીં.

* ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં આમિરને ડેન્જર એરિયા પર ફોલો થ્રુમાં ચાલવા માટે અમ્પાયરે મોહમ્મદ આમિરને ફર્સ્ટ વોર્નિંગ આપી હતી.

પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ લીધી

વર્લ્ડકપની 22મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદે ટોસ જીતીને બોલિંગ લીધી છે. ભારતે પોતાની ટીમમાં શિખર ધવનની જગ્યાએ વિજય શંકરને સ્થાન આપ્યું છે. જયારે પાકિસ્તાનની ટીમમાં શાદાબ ખાન અને ઇમાદ વસીમ શાહિન આફ્રિદી અને આસિફ અલીની જગ્યાએ રમી રહ્યો છે.

ઇન્ડિયા: રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી(કેપ્ટન), વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ

પાકિસ્તાન: ઇમામ ઉલ હક, ફકર ઝમાન, બાબર આઝમ, શોએબ મલિક, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહેમદ(કેપ્ટન/વિકેટકીપર), ઇમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ અને મોહમ્મદ આમિર

X
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
India Pakistan world cup live match updates
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી